અનેક ખ્યાતનામ લોકોના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટીક દૂર 

એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની પરંપરાગત બ્લૂ ટીક હોવી એક પ્રતિષ્ઠા માનવામાં આવતી હતી. કારણકે તે માત્ર ખ્યાતનામ, રાજકારણીઓ અને પત્રકારો જેવા જાણીતા સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને આપવામાં આવ્યા હતા જેમણે ઓનલાઇન કડક ચકાસણી પ્રક્રિયાઓ પસાર કરી હતી. આ અગાઉ માર્ચમાં ટ્વિટરે તેના અધિકૃત હેન્ડલ પારથી પોસ્ટ કરી હતી, કે અમે  1 એપ્રિલથી અમારો લીગેસી […]

Share:

એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની પરંપરાગત બ્લૂ ટીક હોવી એક પ્રતિષ્ઠા માનવામાં આવતી હતી. કારણકે તે માત્ર ખ્યાતનામ, રાજકારણીઓ અને પત્રકારો જેવા જાણીતા સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને આપવામાં આવ્યા હતા જેમણે ઓનલાઇન કડક ચકાસણી પ્રક્રિયાઓ પસાર કરી હતી.

આ અગાઉ માર્ચમાં ટ્વિટરે તેના અધિકૃત હેન્ડલ પારથી પોસ્ટ કરી હતી, કે અમે  1 એપ્રિલથી અમારો લીગેસી વેરિફાઈડ પ્રોગ્રામ બંધ કરીશું અને લેગેસી વેરિફાઈડ ચેકમાર્કે હટાવશે.ટ્વિટર પર પોતાના બ્લૂ ચેકમાર્ક બનાવી રાખવા માટે, લોકો ટ્વિટર બ્લૂ માટે સાઈન અપ કરી શકે છે. ટ્વિટરે પહેલી વાર 2009માં બ્લૂ ચેકમાર્ક સિસ્ટમની શરુઆત કરી હતી.

Twitter Blue એક વપરાશ કરનારાની પ્રોફાઇલની બાજુમાં વાદળી ચેકમાર્ક ઉમેરે છે અને ટ્વિટર તેમણે તમામ નવી શરૂ થતી સેવાઓનો લાભ સૌ પ્રથમ આપે છે. જેમાં તે વપરનારને તેનું તવીર કર્યા પછી 30 મિનિટ સુધી એડિટ કરી શકવાનો સમાવેશ થાય છે. આ સેવા વેબ, iOS અને Android ઉપકરણો માટે ઉપલબ્ધ છે.

માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ મુજબ, ભારતમાં iOS અને Android વપરાશકર્તાઓ માટે માસિક સબ્સ્ક્રિપ્શન ફી ₹ 900 છે જ્યારે વેબ માટે ફી નો દર મહિને ₹ 650 રાખવામાં આવ્યો છે. ટ્વિટર બ્લુના વપરાશકારો યુઝર્સ 4,000 અક્ષરો સુધીની લાંબી ટ્વીટ્સ મોકલી શકશે અને સબસ્ક્રિપ્શન ફી ચૂકવીને 2 જીબી સુધીની ફાઇલ સાઇઝ અને મહત્તમ 60 મિનિટ સુધીની ફાઇલો અપલોડ કરી શકશે.

તેનો ઉદ્દેશ્ય વપરાશકારોને પોતાની ઓળખાણમાં મદદ કરવાનો હતો, ખ્યાતનામ હસ્તીઓ, રાજનેતા, કંપનીઓ અને બ્રાન્ડ સમાચાર સંગઠન અને સાર્વજનિક હિતના અન્ય અકાઉન્ક વાસ્તવિક છે. અને નકલી અથવા પૈરોડી અકાઉન્ડ નથી. પણ નવા નિયમ અનુસાર, કોઈ પણ બ્લૂ ચેકમાર્ક મેળવી શકે છે. બસ તેમને ટ્વિટર બ્લૂ સર્વિસ સબ્સક્રાઈબ કરીને નિર્ધારિત ચાર્જની ચુકવણી કરવાની રહેશે. 

એલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મે અગાઉ જણાવ્યું હતું કે તે 1 એપ્રિલથી લેગસી વેરિફાઈડ એકાઉન્ટ્સમાંથી બ્લૂ ચેકમાર્ક બેજને દૂર કરવાનું શરૂ કરશે. 2 એપ્રિલના રોજ, ટ્વિટરે તેના વેરીફાઇડ વપરાશકર્તાઓના એકાઉન્ટના ડિસ્ક્રિપ્શનમાં ભાષા બદલીને લખ્યું હતું કે,  “આ એકાઉન્ટ ચકાસાયેલું  છે કારણ કે તેણે  ટ્વિટર બ્લુ પર સબ્સ્ક્રાઇબ કરેલું છે અથવા લેગસી વેરિફાઈડ એકાઉન્ટ છે.” આનો અર્થ એ થયો કે વપરાશકર્તાઓ કહી શકશે નહીં કે બ્લૂ ચેકમાર્ક માટે કોણે  ચૂકવણી  કરી છે અને કોણે ચુકવણી કરી નથી.