Elvish Yadav extortion case: 1 કરોડ માગનારો શાકિર ગુજરાતના વડનગરથી ઝડપાયો

Elvish Yadav extortion case: ગુડગાંવ પોલીસે ગુરૂવારના રોજ ગુજરાત પોલીસ સાથે મળીને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર અને બિગબોસ ઓટીટી 2 ( Big Boss OTT 2)ના વિજેતા એલ્વિસ યાદવ પાસેથી ખંડણી માગવાના કેસ (Elvish Yadav extortion case) મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે.  Elvish Yadav extortion caseનો આરોપી ઝડપાયો વડનગરથી ઝડપાયેલા 24 વર્ષીય આરોપી યુવાને એલ્વિસ યાદવ […]

Share:

Elvish Yadav extortion case: ગુડગાંવ પોલીસે ગુરૂવારના રોજ ગુજરાત પોલીસ સાથે મળીને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર અને બિગબોસ ઓટીટી 2 ( Big Boss OTT 2)ના વિજેતા એલ્વિસ યાદવ પાસેથી ખંડણી માગવાના કેસ (Elvish Yadav extortion case) મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. 

Elvish Yadav extortion caseનો આરોપી ઝડપાયો

વડનગરથી ઝડપાયેલા 24 વર્ષીય આરોપી યુવાને એલ્વિસ યાદવ પાસેથી વ્હોટ્સએપ મેસેજના માધ્યમથી પહેલા 40 લાખ અને બાદમાં 1 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. એલ્વિસ યાદવે આ મામલે બુધવારના રોજ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરીને આરોપીને ગુજરાતથી ઝડપી પાડ્યો હતો. 

વધુ વાંચો: રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષના નિવાસસ્થાન અને કોચિંગ સેન્ટર પર EDએ દરોડા પાડયા

પોલીસનું નિવેદન

એલ્વિસ યાદવ પાસેથી ખંડણી માગવાના કેસ (Elvish Yadav extortion case) મામલે એસીપી ક્રાઈમ બ્રાન્ચ વરૂણ દહિયાએ જણાવ્યું હતું કે, “ગુડગાંવ પોલીસે ગુજરાત પોલીસ સાથે મળીને વડનગરના રહેવાસી શાકિર મકરાણીને ઝડપી લીધો છે. તે યાદવથી ખૂબ જ પ્રભાવિત હતો અને પૈસા કમાવવા માટે તેણે ખંડણીનો કોલ કરવા યોજના બનાવી હતી.”

એલ્વિસ યાદવ વિશે

ગુડગાંવનો એલ્વિસ યાદવ યુટ્યુબમાં તેણે ડગલું માંડ્યું ત્યારથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યો છે. તેની પાસે 2 યુટ્યુબ ચેનલ્સ છે અને તેમાં 14.5 અને 4.75 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે. એલ્વિસ યાદવ તાજેતરમાં જ બિગબોસ ઓટીટી 2 ( Big Boss OTT 2)માં વિજેતા બન્યો હતો. 

એલ્વિસ યાદવે ફિનાલેમાં અભિષેક મલ્હાન સાથે સ્પર્ધા કરી હતી અને વિજેતાની ટ્રોફી મેળવી હતી. ઉપરાંત એલ્વિસે આ શો જીતનારા પ્રથમ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક બનીને ઈતિહાસ રચ્યો હતો અને 25 લાખ રૂપિયા મેળવ્યા હતા. એલ્વિસ યાદવે ખંડણીની ઉઘરાણી મામલે 25 ઓક્ટોબરના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એલ્વિસ 17મી ઓક્ટોબરે લંડનથી ભારત પરત આવ્યો ત્યારે અનેક ધમકીભર્યા મેસેજ મળ્યા હતા અને પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

વધુ વાંચો:  તથ્ય પટેલના પિતાની જામીન અરજીનો ચુકાદો અનામત રખાયો

RTO એજન્ટ તરીકે કામ કરે છે આરોપી

આરોપી શાકિરે પુછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તે એલ્વિસની લાઈફ સ્ટાઈલથી ખૂબ જ પ્રભાવિત હતો અને તેને ઈન્ટરનેટ મીડિયા પર ફોલો કરતો હતો. તેનાથી પ્રભાવિત થઈને જલ્દી કરોડપતિ બનવા તેણે આ ષડયંત્ર રચ્યુ હતું. શાકિર અને તેના પિતા આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે. પોલીસે આરોપી પાસેથી ધમકીભર્યા મેસેજ માટે ઉપયોગમાં લેવાયેલું સિમકાર્ડ અને મોબાઈલ પણ જપ્ત કર્યા છે.

શાકિરે ખોટા નામે સિમકાર્ડ મેળવવા માટે 1,400 રૂપિયાનો ખર્ચો કર્યો હતો અને તેના દ્વારા ધમકીભર્યા મેસેજ કર્યા હતા. તેણે એલ્વિસ યાદવ ઉપરાંત તેના મેનેજરને પણ ધમકીભર્યા મેસેજ કર્યા હતા.