Elvish Yadavએ ભાજપના દિગ્ગજ નેતા મેનકા ગાંધીને ધમકી આપતા કહ્યું, છોડીશ નહીં…

Elvish Yadav: બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ (Elvish Yadav) છેલ્લા કેટલાક દિવસોથી સમાચારમાં છે. એલ્વિશ પર નોઈડામાં રેવ પાર્ટીનું આયોજન કરવાનો અને સાપનું ઝેર સપ્લાય કરવાનો આરોપ છે. ભાજપના મહિલા સાંસદ અને પીપલ ફોર એનિમલ્સના અધ્યક્ષ મેનકા ગાંધીએ એક સ્ટિંગ ઓપરેશન બાદ એલ્વિશ યાદવ પર આ પ્રકારનો આરોપ લગાવ્યો છે.  નોઈડા પોલીસે આ […]

Share:

Elvish Yadav: બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ (Elvish Yadav) છેલ્લા કેટલાક દિવસોથી સમાચારમાં છે. એલ્વિશ પર નોઈડામાં રેવ પાર્ટીનું આયોજન કરવાનો અને સાપનું ઝેર સપ્લાય કરવાનો આરોપ છે. ભાજપના મહિલા સાંસદ અને પીપલ ફોર એનિમલ્સના અધ્યક્ષ મેનકા ગાંધીએ એક સ્ટિંગ ઓપરેશન બાદ એલ્વિશ યાદવ પર આ પ્રકારનો આરોપ લગાવ્યો છે. 

નોઈડા પોલીસે આ મામલે યુટ્યુબર એલ્વિશ યાદવ વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરી છે. જોકે આ સમગ્ર ઘટનાક્રમ બાદ એલ્વિશ યાદવે એક વીડિયો શેર કરીને પોતાના પરના તમામ આરોપો ફગાવી દીધા હતા અને પોતાના સામે બિનજરૂરી આક્ષેપો કરનારાઓ સામે પગલાં લેવાની ધમકી આપી હતી. 

વધુ વાંચો: Elvish Yadavને સાપ ભારે પડ્યો, રેવ પાર્ટીમાં સાપના ઝેરના સપ્લાય માટે FIR નોંધાઈ

Elvish Yadav સામે કેસ 

નોઈડામાં રેવ પાર્ટીમાં સાપનું ઝેર અને વિદેશી છોકરીઓને સપ્લાય કરવા બદલ એલ્વિશ યાદવ સામે કેસ નોંધાયા બાદ તેણે આ વાત કહી. એલ્વિશે મેનકા ગાંધી પર તેમની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે સત્ય જલ્દી બહાર આવશે. 

એલ્વિશે કહ્યું હતું કે, “મેનકા ગાંધીજી દ્વારા મારા પર આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેમણે મને સાપ સપ્લાયરોનો વડો કહ્યો હતો. હું તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરીશ. હું તેમને નહીં છોડું. હવે હું આ બધી બાબતોમાં એક્ટિવ થઈ ગયો છું. પહેલા મેં વિચાર્યું કે મારો સમય નથી બગાડવો, પરંતુ હવે મારી છબિ પર અસર થઈ રહી છે.”

વધુ વાંચો: Angelina Jolieએ ગાઝામાં યુદ્ધવિરામને નકારી કાઢવા માટે વૈશ્વિક નેતાઓની ટીકા કરી

સત્ય સામે આવશે

યુટ્યુબર એલ્વિશ યાદવે (Elvish Yadav) આગળ કહ્યું હતું કે , “જે લોકો મને જોઈ રહ્યા છે, કૃપા કરીને આના આધારે મને જજ ન કરો, રાહ જુઓ. જ્યારે પોલીસ તપાસ શરૂ થશે, ત્યારે હું તે વીડિયો પણ શેર કરીશ. હું બધું બતાવીશ. હું આ ખૂબ જ વિશ્વાસ સાથે કહું છું. એક પ્રેસ સ્ટેટમેન્ટ પણ બહાર પાડવામાં આવશે કે એલ્વિશ યાદવની આ મામલામાં કોઈ સંડોવણી નથી. કૃપા કરીને  વીડિયો જુઓ અને શેર કરો.”

નોઈડા પોલીસે સાપની તસ્કરીના કેસમાં એક ગેંગને ઝડપી પાડી હતી અને સાથે જ 9 સાપ અને બોટલોમાં ભરેલો સાપના ઝેરનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન આરોપીઓએ યુટ્યુબર એલ્વિશ યાદવનું પણ નામ લીધું હતું જેથી 3 નવેમ્બરના રોજ એલ્વિશ યાદવ (Elvish Yadav) સામે ફરિયાદ દાખલ થઈ હતી. 

મેનકા ગાંધીએ થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યૂમાં એલ્વિશને કિંગ કોબ્રા અને રેવ પાર્ટીઓનો લીડર ગણાવ્યો હતો. જેને લઈ એલ્વિશે પોસ્ટ લખીને મેનકા ગાંધીને માફી માગવા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. ત્યારે તાજેતરના વીડિયોમાં તેણે મેનકા ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાની ધમકી આપી છે.

Tags :