સીઆર કેસવનના કેસરિયા, દક્ષિણમાં BJP તરફ જતાં નેતામાં ધસારો

પૂર્વ કોંગ્રેસી નેતા સી. રાજગોપાલાચારીના પ્રપૌત્ર સીઆર કેસવન ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ પક્ષમાં બે દાયકા જેટલી સેવા આપ્યા બાદ સીઆર કેસવાન ભારતીય જાનતા પાર્ટીમાં જોડાયા છે. તેમણે બે મહિના અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને તેનાં હવે તેમણે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. તેઓ ભારતનાં પ્રથમ ગવર્નર જનરલ સી રાજગોપાલાચારીના પ્રપૌત્ર છે.  કોંગ્રેસ પક્ષ છોડવાને […]

Share:

પૂર્વ કોંગ્રેસી નેતા સી. રાજગોપાલાચારીના પ્રપૌત્ર સીઆર કેસવન ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ પક્ષમાં બે દાયકા જેટલી સેવા આપ્યા બાદ સીઆર કેસવાન ભારતીય જાનતા પાર્ટીમાં જોડાયા છે. તેમણે બે મહિના અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને તેનાં હવે તેમણે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. તેઓ ભારતનાં પ્રથમ ગવર્નર જનરલ સી રાજગોપાલાચારીના પ્રપૌત્ર છે. 

કોંગ્રેસ પક્ષ છોડવાને તેમણે કમનસીબ ગણાવ્યો

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી અંગેની બેઠક માટે તામિલનાડુમાં જ છે.  સીઆર કેસવને આ જ દિવસે તેમની ભારતના સૌથી મોટા રાજકીય પક્ષમાં મને સ્થાન આપવા માટે હું આભાર માનું છું. તેમણે આ સમયે મીડિયાને જણાવ્યું કે, જે રીતે વડાપ્રધાન મોદી દેશનું નેતૃત્વ કર્યું તે દરેક માટે પ્રેરણાદાયી છે. મને મોદીજી ઉપર ભરોસો છે કે તે આ દેશને યોગ્ય દિશામાં આગળ લઈ જશે. કોંગ્રેસ પક્ષ છોડવાને તેમણે કમનસીબ ગણાવ્યો હતો અને તેમનું રાજીનામું કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને મોકલાવ્યું હતું અને જણાવ્યું કે, પક્ષનું વલણ ન તો રચનાત્મક છે ન તો ઠોસ છે. મેં જે આદર્શો અને મૂલ્યો માટે કામ કર્યું તે હવે બદલાઈ ગયા છે. આથી, મેં આ વિશાળ જૂના પક્ષમાંથી બાહર નીકળવાનું નક્કી કર્યું.  તેઓ છેલ્લાં 22 વર્ષથી કોંગ્રેસ પક્ષના સભ્ય હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણનાં ત્રણ રાજ્યોની મુલાકાતે

કેસવન પહેલા અનિલ એન્ટોની અને તેમના પછી આંધ્રપ્રદેશના પૂર્વ અને છેલ્લાં સીએમ કિરણ કુમાર રેડ્ડી પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. આમ કોંગ્રેસને આ વધુ એક આંચકો લાગ્યો છે. આઠ અને નવ એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણનાં ત્રણ રાજ્યો તેલંગાણા, તામિલનાડુ અને કર્ણાટકની મુલાકાત લેવાના છે. ત્યારે લોકોમાં ચર્ચા થઈ રહી છે અન્ય કોણ ભાજપમાં જોડાઈ શકે. વડાપ્રધાન મોદી આ ત્રણ રાજ્યોની મુલાકાત દરમ્યાન આગામી ચૂંટણીને અનુલક્ષીને પણ બેઠક કરવાના છે અને આ રાજ્યોમાં અનેક નવા પ્રોજેકટનું ઉદ્ઘાટન કરવાના છે.

ભાજપમાં નવા સભ્યો જોડાય તો કોઈ નવાઈ નહીંવડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014 માં સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષ પલટો અનેક સ્તરે થઈ રહ્યો છે. 2024ની લોકસભાની ચૂંંટણી નજીક આવી રહી છે તેથી રાજકીય માહોલ ગરમાયું છે.  ચાલું સપ્તાહે દક્ષિણનાં તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં પાર્ટીના એક પછી એક નેતા ભાજપમાં જોડાયા હતા  હાલમાં ભાજપમાં એક પછી એક નેતા  જોડવામાં દક્ષિણના રાજ્યોના સમાચાર આવી રહ્યા છે. પરંતુ, અન્ય રાજયોમાંથી પણ ભાજપમાં નવા સભ્યો જોડાય તો કોઈ નવાઈ નહીં.