ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન અમદાવાદની મુલાકાત લેતી વખતે શહેરને આ રીતે એક્સપ્લોર કરો

ક્રિકેટ વર્લ્ડ 2023 કપની સૌથી રસપ્રદ મેચો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર રમાશે – જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમમાં એક સાથે 132,000 લોકો મેચ જોઈ શકશે. આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમ વર્લ્ડ કપ સાથે લાંબો સમયનું જોડાણ ધરાવે છે.  અમદાવાદમાં ઈતિહાસની દૃષ્ટિએ ઘણું બધું છે. ભારતનું પ્રથમ […]

Share:

ક્રિકેટ વર્લ્ડ 2023 કપની સૌથી રસપ્રદ મેચો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર રમાશે – જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમમાં એક સાથે 132,000 લોકો મેચ જોઈ શકશે. આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમ વર્લ્ડ કપ સાથે લાંબો સમયનું જોડાણ ધરાવે છે. 

અમદાવાદમાં ઈતિહાસની દૃષ્ટિએ ઘણું બધું છે. ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી (જેમ કે તે યુનેસ્કો દ્વારા 2017 માં નામાંકિત કરવામાં આવ્યું હતું) એ આર્કિટેક્ચર, ખોરાક અથવા હસ્તકલામાં રસ ધરાવતા લોકો અમદાવાદની ઘણી અદ્ભુત જગ્યાઓ જોઈ શકો છો અને ત્યાંની પ્રખ્યાત ખાણીપીણીની વસ્તુઓ પણ અજમાવી શકો છો.

અમદાવાદ 600 વર્ષ જૂનું શહેર

અમદાવાદ 600 વર્ષ જૂનું શહેર છે. અહીં કરવા માટે ઘણી વસ્તુઓ છે. આ શહેર તેના સ્મારકો, સંગ્રહાલયો, કાપડ, સમૃદ્ધ રાંધણ પરંપરા, મહાત્મા ગાંધીના ઉપદેશો અને IIM માટે દેશ-વિદેશમાં જાણીતું છે. તેથી, જો તમે વર્લ્ડ કપ દરમિયાન આ શહેરમાં છો, તો ચાલો અમે તમને જણાવીએ કે તમે અહીં ફરવા માટે ક્યાં જઈ શકો છો અને ખરીદી માટે શ્રેષ્ઠ સ્થળ કયું છે.

અમદાવાદમાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ

અમદાવાદમાં જોવાલાયક સ્થળોમાં સાબરમતી આશ્રમ, સ્ટેચ્યુ ઑફ યુનિટી, કાઈટ મ્યુઝિયમ, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા તળાવ, અદાલત સ્ટેપવેલ, જામા મસ્જિદ, સીદી સૈયદ મસ્જિદ, ભદ્રનો કિલ્લો, કેલિકો મ્યુઝિયમ ઑફ ટેક્સટાઈલ, અક્ષરધામ મંદિર, હુથીસિંગ જૈન મંદિર છે. તમને જણાવી દઈએ કે અહીં ઘણા સ્મારકોની મુલાકાત લેવા માટે તમારે એન્ટ્રી ફી અને ફોટોગ્રાફી માટે અલગથી ચૂકવણી કરવી પડશે.

અમદાવાદમાં ખાવા માટેનું શ્રેષ્ઠ સ્થળ

અમદાવાદમાં ખાવા માટેના ઘણા સ્થળો પ્રખ્યાત છે. જેમાં ન્યૂ ઈરાની રેસ્ટોરન્ટમાં નાસ્તો, 1898માં ખુલેલ ચંદ્ર વિલા ખાતેની પ્રખ્યાત ગુજરાતી થાળી, વિશાલામાં પરંપરાગત ભોજન અને સાંજના લાઈવ કાર્યક્રમો, ગોપી ડાઈનિંગ હોલમાં લંચ જે રાત્રિભોજનના પ્રથમ સ્થાન તરીકે પ્રખ્યાત છે. એમજી હાઉસ ખાતે અગાશીયા રૂફટોપ રેસ્ટોરન્ટ ખૂબ પ્રખ્યાત છે. આ સિવાય તમારે માણેક ચોક, ભટિયાર ગલી, ફૂડ ટ્રક પાર્કમાં સ્ટ્રીટ ફૂડનો આનંદ માણી શકો છો 

અમદાવાદમાં ક્યાં/શું ખરીદવું

અમદાવાદમાં રતનપોળ અને ઢાલગરવાડ માંથી કપડાં, રાયપુર દરવાજા માર્કેટમાંથી ફટાકડાં અને પતંગ, ઘંટાકર્ણ  માર્કેટમાં ફેબ્રિક, ફર્નાન્ડો બ્રિજ બુક માર્કેટમાંથી પુસ્તકો, કપાસીમાં કલાકૃતિઓ અને લૉ ગાર્ડન રોજ સાંજે શરુ થતી બજારમાંથી ચણીયા ચોળીની ખરીદી કરી શકો છો 

નવરાત્રી દરમિયાન ગરબામાં ભાગ લઈ શકશે

15મી ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. જે 24મી ઓક્ટોબરે પૂર્ણ થશે. નવરાત્રિ પર્વ મધ્યરાત્રિ સુધી ઉજવાય છે. અમદાવાદમાં રાજપથ ક્લબ, GMDC ગ્રાઉન્ડ, YMCA ક્લ્બ કર્ણાવતી જેવી વિવિધ જગ્યાએ ગરબાની માજા  માણી શકો છો જો તમે ગરબામાં ભાગ લેવા માંગતા હો, તો તમારી સાથે ફોટો ઓળખ કાર્ડ રાખો. નવરાત્રિ દરમિયાન, તમને ઘણી હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં માત્ર 100% શાકાહારી ભોજન મળશે.

અમદાવાદ ખાતે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 મેચનું શેડ્યૂલ

  1. 14 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન: બપોરે 2 વાગ્યા
  2. નવેમ્બર 4: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા: બપોરે 2 વાગ્યે
  3. નવેમ્બર 10: દક્ષિણ આફ્રિકા વિ અફઘાનિસ્તાન: બપોરે 2 વાગ્યે
  4. નવેમ્બર 19: ફાઈનલ: બપોરે 2 વાગ્યા