ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડમાં નૉમિનેશનની મુદ્દત લંબાવાઇ 

કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અને પાનકાર્ડ લિન્ક કરવાની સમય મર્યાદા 30 જૂન સુધી લંબાવી છે અને લોકોને આ માટેનો સમય આપ્યો છે. આ સાથે જ રોકાણકારનું ડિમેટ અકાઉન્ટ હોય તેને તેનાં નૉમિનેશનની વિગત ઉમેરવાની એટલે કે નામાંકન કરવાની તેમજ મ્યુચ્યુએલ ફંડમાં કરેલા રોકાણમાં પણ નોમિનેશન એટલે કે વરસદારની વિગતો આપવાની મુદત પણ લંબાવાઇ છે. કેન્દ્રના […]

Share:

કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અને પાનકાર્ડ લિન્ક કરવાની સમય મર્યાદા 30 જૂન સુધી લંબાવી છે અને લોકોને આ માટેનો સમય આપ્યો છે. આ સાથે જ રોકાણકારનું ડિમેટ અકાઉન્ટ હોય તેને તેનાં નૉમિનેશનની વિગત ઉમેરવાની એટલે કે નામાંકન કરવાની તેમજ મ્યુચ્યુએલ ફંડમાં કરેલા રોકાણમાં પણ નોમિનેશન એટલે કે વરસદારની વિગતો આપવાની મુદત પણ લંબાવાઇ છે. કેન્દ્રના આ નિર્ણયથી કરોડો લોકોને રાહત મળી છે.  સેબી દ્વારા આ મુદ્દાતમાં વધારો કરાયો છે. આ મુદ્દત 31 માર્ચ 2023નાં રોજ પૂરી થતી હતી તેને વધારીને 30 સેપ્ટેમ્બર 2023 કરવામાં આવી છે.  ત્યારબાદ ડિમેટ અકાઉન્ટ ધારકનું અકાઉન્ટ ફ્રીઝ કરી દેવાશે. જેથી તેમાં રોકાણકાર કોઈ લે વેચ કે વધુ રોકાણ કરી શકાશે નહીં તેમ સેબીએ એક પરિપત્રમાં જણાવ્યું હતું.

આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ‘આવકવેરા કાયદા, 1961’ મુજબ, તમામ પાનધારકો, જેઓ મુક્તિની શ્રેણીમાં આવતા નથી, તેમના માટે પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31.3.2023 હતી જે હવે 30.06.2023 કરવામાં આવી છે. જો પાનને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે. 

મંગળવારે પાનને આધાર સાથે જોડવાની મુદતમાં વધારો કરી 30 જૂન 2023 કરી છે. જો કે, 31 માર્ચ 2022 સુધી આ લિન્ક માટે કોઈ ચાર્જ લેવામાં નહતો આવતો.  જ્યારે 1 એપ્રિલ 2022 થી તેની ઉપર રૂ. 500 ની ફી લેવાની શરૂઆત કરાઇ છે જ્યારે 1 જુલાઇ 2002 થી આ ફી વધારીને રૂ. 1000 કરાઇ છે.  

જો આધારને પાન સાથે લિંક નહિ કરો તો જો પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે, તેથી મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક એકાઉન્ટ ખોલવા જેવી વસ્તુઓની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય જો તમે આ પાનકાર્ડનો ક્યાંય પણ ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ કરો છો તો ભારે દંડ પણ થઈ શકે છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 272 બી હેઠળ તમને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ અને શેર અને સિક્યૉરિટીઝમાં રોકાણ કરતાં રોકાણકારના હિતમાં લેવાતા પગલાં અંગે જાગૃત રહી સમયસર નોમિનેશન કરવું આવશ્યક છે. આ માટે મુદત પણ વધારાઈ છે તો તાકીદે આ કામ કરવું જોઈએ.