નવરાત્રી દરમિયાન લવ જેહાદની આશંકાને લઈ મહારાષ્ટ્ર ભાજપના નેતા નિતેશ રાણેએ કરી આધાર કાર્ડ ચેકિંગની માગણી

મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ આગામી નવરાત્રી કાર્યક્રમો દરમિયાન અમુક ધર્મના લોકોને પ્રવેશ ન આપવા માટે માગણી કરી છે. મહારાષ્ટ્રની કણકવલી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ નવરાત્રી દરમિયાન દાંડિયા રાસ કાર્યક્રમોના આયોજકોને આધાર કાર્ડ તપાસીને માત્ર હિન્દુઓને જ ગરબાના સ્થળે પ્રવેશવા માટે મંજૂરી આપવા હાકલ કરી હતી.  પ્રવેશદ્વાર પર દરેકની તપાસ થવી જોઈએ- નિતેશ […]

Share:

મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ આગામી નવરાત્રી કાર્યક્રમો દરમિયાન અમુક ધર્મના લોકોને પ્રવેશ ન આપવા માટે માગણી કરી છે. મહારાષ્ટ્રની કણકવલી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ નવરાત્રી દરમિયાન દાંડિયા રાસ કાર્યક્રમોના આયોજકોને આધાર કાર્ડ તપાસીને માત્ર હિન્દુઓને જ ગરબાના સ્થળે પ્રવેશવા માટે મંજૂરી આપવા હાકલ કરી હતી. 

પ્રવેશદ્વાર પર દરેકની તપાસ થવી જોઈએ- નિતેશ રાણે

સકલ હિન્દુ સમાજ અને બજરંગ દળના અધિકારીઓ દ્વારા પણ તાજેતરમાં આ પ્રકારના નિવેદનો આપવામાં આવ્યા હતા. નિતેશ રાણેએ નવરાત્રી કાર્યક્રમો દરમિયાન ધર્મના આધાર પર પ્રવેશની મંજૂરી અંગે આહ્વાન કરતા કહ્યું હતું કે, “સમગ્ર હિન્દુ સમાજની એવી માગણી છે કે, જ્યારે નવરાત્રીનો આરંભ થાય અને દાંડિયા રમવામાં આવે ત્યારે ત્યાં માત્ર હિન્દુ સમુદાયના લોકો જ હોવા જોઈએ… 

અમે ગરબાના આયોજકોને વિનંતી કરીએ છીએ કે, જો તેઓ પ્રવેશ દ્વાર પર આવનારા દરેક વ્યક્તિના આધાર કાર્ડની તપાસ કરે અને માત્ર હિન્દુઓને જ અંદર આવવા દે તો હિન્દુ મહિલાઓને કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.”

નિતેશ રાણેના કહેવા પ્રમાણે અધિકારીઓને આ પ્રકારના તહેવારોમાં લવ જેહાદ અને ધર્માંતરણને સાંકળતી ઘટનાઓ અંગે વિસ્તૃત માહિતી મળી છે. નિતેશ રાણેએ વધુમાં ઉમેર્યું હતું કે, “હિન્દુ મહિલાઓને ખોટું બોલીને ભોળવવામાં આવે છે. જે લોકો આપણા સમુદાયના નથી તેઓ આવા કાર્યક્રમો દરમિયાન ભગવા સહિતના પોશાક પહેરીને આવે છે અને પોતાને હિન્દુ ગણાવે છે.”

હિન્દુ સમાજ પર આક્રમણ

નિતેશ રાણે દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે જેહાદીઓ દ્વારા હિન્દુ સમાજ પર આક્રમણ થઈ રહ્યું છે. નિતેશ રાણે પાસે આ અંગેના પુરાવાઓ પણ છે. નિતેશ રાણેએ એવો સવાલ કર્યો હતો કે, જે ધર્મમાં મૂર્તિની પૂજા નથી થતી એ લોકો નવરાત્રી દરમિયાન ગરબા અને દાંડિયાના કાર્યક્રમોમાં આવીને શું કરવાના છે, તેઓ કયા ઈરાદાથી નવરાત્રીમાં આવી રહ્યા છે. 

“ચાલો આપણે એમને હિન્દુ બનાવી દઈશું”

નિતેશ રાણેએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, “જો તેમને આવવું જ છે… હિન્દુ તહેવારોમાં ભાગ લેવો જ છે તો ચાલો આપણે એમને હિન્દુ બનાવી દઈશું… એમનું ધર્માંતરણ કરવા માટે અમે તૈયાર છીએ… અમારા પાસે એવી સંસ્થાઓ છે જે તેમને હિન્દુ ધર્મમાં પાછા લાવવા મદદ કરી શકશે.”

નોંધનીય છે કે, નિતેશ રાણે દ્વારા તાજેતરમાં આ નિવેદન આપવામાં આવ્યું પણ આ મહિનાની શરૂઆતમાં જ સકલ હિન્દુ સમાજ સંગઠન અને બજરંગ દળે એડીએમની ઓફિસમાં ગરબાના કાર્યક્રમો દરમિયાન શરતી પરવાનગી આપવાની માગણીને લગતું મેમોરેન્ડમ સોંપ્યું હતું. આ ઉપરાંત તેમણે મહિલાઓને ગરબા અને દાંડિયા કાર્યક્રમો દરમિયાન મર્યાદા જળવાય તેવા વસ્ત્રો પહેરવા જણાવ્યું હતું. સાથે જ ગરબા કાર્યક્રમોમાં અશ્લીલ ફિલ્મી ગીતો અને કવ્વાલીની ધૂન ન વગાડવા માટે જણાવ્યું હતું.