Festival Special Trains: તહેવારમાં મુસાફરોના લાભ માટે પશ્ચિમ રેલવેની નવી ટ્રેનોની જાહેરાત

Festival Special Trains: તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અને મુસાફરોને વધારે સુવિધા મળી રહે તે માટે પશ્ચિમ રેલવે (Western Railway)એ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. આ માટે દર અઠવાડિયે ખાસ દરથી મુંબઈ સેન્ટ્રલ – કાઠગોદામ, બાંદ્રા ટર્મિનસ – જમ્મુ તાવી, સુરત- સુબેદારગંજ, ઓખા – દિલ્હી સરાઈ રોહિલ્લા અને ઉધના – પટના રૂટ પર […]

Share:

Festival Special Trains: તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અને મુસાફરોને વધારે સુવિધા મળી રહે તે માટે પશ્ચિમ રેલવે (Western Railway)એ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. આ માટે દર અઠવાડિયે ખાસ દરથી મુંબઈ સેન્ટ્રલ – કાઠગોદામ, બાંદ્રા ટર્મિનસ – જમ્મુ તાવી, સુરત- સુબેદારગંજ, ઓખા – દિલ્હી સરાઈ રોહિલ્લા અને ઉધના – પટના રૂટ પર તહેવાર સ્પેશિયલ ટ્રેન (Festival Special Trains) દોડાવવામાં આવશે. 

Festival Special Trainsથી મુસાફરોને લાભ 

દિવાળીનો તહેવાર નજીક આવતા જ ટ્રેનોમાં મુસાફરોની ભીડ ખૂબ જ વધી જતી હોય છે. ત્યારે પશ્ચિમ રેલવે (Western Railway)ના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે તહેવાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની સાથે વધારાના 3,720 કોચ જોડવાની જાહેરાત કરી છે. આમ પશ્ચિમ રેલવેના આ ખાસ નિર્ણયથી તહેવારો દરમિયાન આશરે 60,000 જેટલા મુસાફરોને લાભ મળશે. 

અહીં Festival Special Trainsના 5 રૂટની યાદી દર્શાવવામાં આવી છે જે રેલવેની મુસાફરીના આયોજન માટે ઉપયોગી બની રહેશે. 

વધુ વાંચો: સચિન પાયલટે ટાઈમિંગને લઈ સાધ્યું ભાજપ પર નિશાન

1. ટ્રેન નં. 09075/09076 મુંબઈ સેન્ટ્રલ – કાઠગોદામ (સાપ્તાહિક) સુપરફાસ્ટ સ્પેશિયલ [08 ટ્રીપ્સ]

આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ-ક્લાસ કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેન બોરીવલી, વાપી, વલસાડ, સુરત, વડોદરા, રતલામ, કોટા, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, ભરતપુર, અછનેરા, મથુરા, હાથરસ સિટી, કાસગંજ, બદાઉન, બરેલી જંક્શન, બરેલી સિટી, ઈજ્જતનગર, બહેરી, કિછા, લાલકુઆ અને હલ્દવાની સ્ટેશન આવરી લેશે.

2. ટ્રેન નં. 09097/09098 બાંદ્રા ટર્મિનસ – જમ્મુ તાવી એસી સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક) [06 ટ્રીપ્સ]

આ ટ્રેનમાં એસી 3-ટાયર અને એસી ચેર કાર કોચનો સમાવેશ થાય છે અને તે બોરીવલી, વાપી, વલસાડ, સુરત, વડોદરા, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર, મથુરા, દિલ્હી સફદરજંગ, અંબાલા કેન્ટ, લુધિયાણા, જાલંધર કેન્ટ અને પઠાણકોટ કેન્ટ સ્ટેશનને આવરી લેશે.

વધુ વાંચો: ધોરડોમાં રણ ઉત્સવની મુલાકાત લેવા માટેની માર્ગદર્શિકા જાણો

3. ટ્રેન નં. 09117/09118 સુરત – સુબેદારગંજ સ્પેશિયલ (સાપ્તાહિક) [08 ટ્રીપ્સ]

એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચવાળી આ ટ્રેન ભરૂચ, વડોદરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, મકસી, શાજાપુર, પાચોર રોડ, બિયાવરા રાજગઢ, રૂથિયાઈ, ગુના, બદરવાસ, શિવપુરી, ગ્વાલિયર, માલનપુર, સોની, ભીંડ, ઈટાવા, ગોવિંદપુરી અને ફતેપુર સહિતના સ્ટેશન આવરી લેશે. 

આ સિવાય ટ્રેન નંબર 09523/09524 ઓખા -દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ માં10 ટ્રીપ્સ ઉમેરાઈ છે જે દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર અને રેવાડી સ્ટેશન આવરી લેશે.

જ્યારે ટ્રેન નંબર 09045/09046 ઉધના – પટણા સુપરફાસ્ટ સ્પેશિયલમાં 08 ટ્રીપ્સનો ઉમેરો કરવામાં આવ્યો છે.