મુંબઈમાં બારના સ્ટાફ અને ગ્રાહકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો, 10 લોકોની ધરપકડ

મુંબઈના દહિસરમાં બારના સ્ટાફ અને કેટલાક ગ્રાહકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યાં છે. શુક્રવારે સાંજની આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જે હાલ સોશિઅલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક જૂથ બારની બહાર લડતું જોવા મળી રહ્યું છે. આ ઘટનાની જણ પોલીસને થતા તે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને […]

Share:

મુંબઈના દહિસરમાં બારના સ્ટાફ અને કેટલાક ગ્રાહકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યાં છે. શુક્રવારે સાંજની આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જે હાલ સોશિઅલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક જૂથ બારની બહાર લડતું જોવા મળી રહ્યું છે. આ ઘટનાની જણ પોલીસને થતા તે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બંન્ને પાર્ટીએ વિરૂદ્ધ ક્રોસ FIR નોંધવામાં આવી હતી.

ખુરશી લઇને મારામારી કરી

વાયરલ થયેલા વીડિયોમાં લોકો એકબીજાને થપ્પડ-મુક્કા મારતા જોવા મળી રહ્યાં છે. વાયરલ વીડિયોમાં એક શખ્સ ખુરશી લઇને બીજા શખ્સને મારી રહ્યો છે. આ મારામારીને લઇ રસ્તા પરથી પસાર થતા લોકોનું એક ટોળું ભેગુ થયેલું જોવા મળી રહ્યું છે.

ઘટના વિશે પોલીસે શું કહ્યુ?

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવાર સાંજે લગભગ 7 વાગ્યાની છે. જે દહિસરમાં આશિષ બાર એન્ડ રેસ્ટોરન્ટના પ્રવેશદ્વાર પર બની હતી. ત્રણ ગ્રાહકો અને બારના સાત સ્ટાફ સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં દુર્વ્યવહારને લઇ શરૂ થયેલી બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઇ હતી. આ સમગ્ર ઘટના બારમાં અન્ય લોકોએ લીધેલા વીડિયોમાં કેદ થઈ ગઈ હતી. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં કેટલાક પુરુષો એકબીજા પર ખુરશીઓ મારતા-ફેંકતા જોવા મળી રહ્યાં છે.

પોલીસે ક્રોસ FIR નોંધી

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બારની બહાર મારામારીના વાયરલ વીડિયોને લઇ અમે બાર સ્ટાફના 7 સભ્યો અને 3 ગ્રાહકોની ધરપકડ કરી છે. આ કેસની ગંભીરતા જોઈ અમે ક્રોસ FIR નોંધી છે. જેમાં મારામારી કરતા શખ્સો ઉપર ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ‘સ્વૈચ્છિક રીતે નુકસાન પહોંચાડવું’ અને ‘ઉશ્કેરણી તરફ દોરીને ઈરાદાપૂર્વક અપમાન કરવું’નો જેવી કલમો સામેલ છે.

મહત્વનું છે કે, મુંબઈમાં આ પ્રકારની ઘટનાઓ ઘણી જ સામાન્ય બની ગઈ છે. આ પહેલા પણ મુંબઈમાં એક યુવક તેના ભાઈ સાથે હોટલમાં જમવા ગયો હતો, આ દરમિયાન હોટલ માલિકે ભોજન આપવાની ના પાડી દીધી અને કહ્યું કે હોટલ બંધ કરી દેવામાં આવી છે. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સિવાય આરોપ એમ પણ હતા કે આ દરમિયાન હોટલના કર્મચારીઓએ યુવકને લાતો અને મુક્કાથી માર માર્યો હતો. જે બાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી.