સરગાસણમાં અનુસૂચિત જાતિના વ્યક્તિને ફ્લેટ નહીં અપાતા FIR દાખલ કરાઇ

અમદાવાદ: સરગાસણમાં રહેતા અનુસૂચિત જાતિ (SC) સમુદાયના એક વકીલ અને કોલેજના પ્રોફેસરે મંગળવારે અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં વકીલે જણાવ્યું હતું કે, મને એક પ્રોપર્ટી ડેવલપરે સરગાસણમાં એક ફ્લેટ વેચવાનો ઇનકાર કર્યો હતો અને ડેવલપરે કહ્યું હતું કે હું SC સમુદાયોના લોકોને મકાનો વેચતો નથી. અનુસૂચિત જાતિના વ્યક્તિને ફ્લેટ ન મળ્યો ગાંધીનગરના સેક્ટર-7માં રહેતા […]

Share:

અમદાવાદ: સરગાસણમાં રહેતા અનુસૂચિત જાતિ (SC) સમુદાયના એક વકીલ અને કોલેજના પ્રોફેસરે મંગળવારે અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં વકીલે જણાવ્યું હતું કે, મને એક પ્રોપર્ટી ડેવલપરે સરગાસણમાં એક ફ્લેટ વેચવાનો ઇનકાર કર્યો હતો અને ડેવલપરે કહ્યું હતું કે હું SC સમુદાયોના લોકોને મકાનો વેચતો નથી.

અનુસૂચિત જાતિના વ્યક્તિને ફ્લેટ ન મળ્યો

ગાંધીનગરના સેક્ટર-7માં રહેતા 35 વર્ષીય રજનીકાંત ચૌહાણે જણાવ્યું કે, હું ગુજરાત હાઈકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરું છું અને સેક્ટર-7ની ચૌધરી કોલેજ ઓફ એજ્યુકેશનમાં પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ભણાવું છું. રજનીકાંત ચૌહાણે જણાવ્યું કે, મને સરગાસણમાં ઓરિજિન હાઇટ્સ નામની નવી આવાસ યોજના વિશે અખબારમાં જાહેરાત મળી હતી. મેં સાઈટ પર જઈને 4 એપ્રિલે ફ્લેટ જોયો જ્યાં હરેશ ચૌધરી નામનો વ્યક્તિ સાઈટ પર ડેવલપરની ઓફિસમાં હતો. મેં કહ્યું કે, ત્રીજા માળે એક ફ્લેટ ફાઇનલ કર્યો છે. જે બાદ હરેશ ચૌધરીએ મને સવાલ કર્યો કે, તમારી જાતિ અને વ્યવસાય શું છે? જે બાદ હરેશ ચૌધરીએ મને ફોન કરી કહ્યું કે, તમારે એક બિલ્ડર મહેન્દ્ર ચૌધરી સાથે વાત કરવી પડશે.

રજનીકાંત ચૌહાણ જ્યારે મહેન્દ્ર ચૌધરીનો સંપર્ક કર્યો હતો, ત્યારે મહેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, હું અનુસૂચિત જાતિના લોકોને મકાનો વેચું છું, પરંતુ તમારે મારા અન્ય ભાગીદાર અમરત પટેલ સાથે વાત કરવી પડશે, ત્યારબાદ મે અમરત પટેલનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તેણે મહેન્દ્ર ચૌધરી સાથે જ વાત કરવાનું કહ્યું હતું.

પોલીસ ફરિયાદ નોંધાઇ

જોકે, મહેન્દ્ર ચૌધરીએ રજનીકાંત ચૌહાણને જવાબ આપ્યો નહોતો અને ફ્લેટ પણ વેચ્યો નહોતો. જેથી રજનીકાંત ચૌહાણે સેક્ટર-7 પોલીસનો સંપર્ક કરી મહેન્દ્ર ચૌધરી વિરુદ્ધ IPC હેઠળ ગુનાહિત ધાકધમકી માટે ફરિયાદ દાખલ કરી અને નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ અને SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ આરોપો દાખલ કર્યા હતાં.

કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું કહ્યું?

સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, ગાંધીનગરમાં રજનીકાંત નામના પ્રોફેસર રહે છે કે. આ ભાઈ એક સ્કીમમાં મકાન લેવા ગયા પરંતુ તેઓ દલિત સમાજના હોવાના કારણે તેમણે સ્પષ્ટપણે મકાન આપવાની ના પાડી દેવાઇ. આમ, જ્યાં સરકાર બેસે છે, એ શહેરમાં આવું થઇ રહ્યું છે, હું રાજ્ય સરકારને એવી અપીલ કરું છું કે, સરકારે પોતે એક અભિયાન ચલાવે અને દરેક કન્સ્ટ્રક્શન સાઈટ અને બિલ્ડર લોબીના દરેક માણસને સૂચના આપે કે જાતિ અને ધર્મના આધારે તમે મકાનની ફાળવણી કરી શકો નહીં.