અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગી, 125 દર્દીઓનો બચાવ થયો

ગુજરાતના અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ. 10 માળની હોસ્પિટલના ભોંયરામાં આજે સવારે આગ ફાટી નીકળી હતી, જેના કારણે લગભગ 125 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં બની હતી. શાહીબાગ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એમ ડી ચંપાવતે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પરોઢિયે […]

Share:

ગુજરાતના અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ. 10 માળની હોસ્પિટલના ભોંયરામાં આજે સવારે આગ ફાટી નીકળી હતી, જેના કારણે લગભગ 125 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં બની હતી. શાહીબાગ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એમ ડી ચંપાવતે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

પરોઢિયે 4.30 વાગ્યે રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગી

ફાયર અધિકારીએ જણાવ્યું કે હોસ્પિટલમાં ચાલી રહેલા નવીનીકરણના કામને કારણે, ભોંયરામાં સંગ્રહિત ઘણી વસ્તુઓમાં આગ લાગી હતી અને મોટા પ્રમાણમાં ધુમાડો થયો હતો.

શાહીબાગ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એમ ડી ચંપાવતે જણાવ્યું, “અગ્નિશામક ટીમો આગને કાબૂમાં લેવા માટે કામ કરી રહી છે. હોસ્પિટલના ભોંયરામાંથી ધુમાડો નીકળતો રહે છે જ્યાં આગ લાગી હતી.” 

પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, “લગભગ 125 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને સાવચેતીના પગલા તરીકે અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.”

ફાયર વિભાગની 29 ગાડી ઘટના સ્થળે

 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જયેશ ખાડિયાએ જણાવ્યું કે, 10 માળની રાજસ્થાન હોસ્પિટલના બીજા ભોંયરામાં આગ ફાટી નીકળી હતી અને સવારે 4.30 વાગ્યે કોલ આવ્યો હતો.

હોસ્પિટલના ચાલુ રિનોવેશનને કારણે, ભોંયરામાં સંગ્રહિત કેટલીક વસ્તુઓમાં આગ લાગી હતી અને મોટા પ્રમાણમાં ધુમાડો થયો હતો. તેમણે જણાવ્યું હતું કે લગભગ બે ડઝન ફાયર ફાઈટીંગ વાહનો સ્થળ પર દોડી આવ્યા હતા. જેમ જેમ આગ ઝડપથી વધી રહી હતી તેમ તેમ દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફના જીવ જોખમમાં હોવાનું સ્પષ્ટ થયું હતું. ફાયર વિભાગે તરત જ લગભગ બે ડઝન ફાયર ફાઈટિંગ વાહનોને ઘટનાસ્થળે રવાના કર્યા. અગ્નિશામકો અને ઈમરજન્સી રિસ્પોન્સર્સે આગને કાબુમાં લેવા અને તેને સમગ્ર બિલ્ડિંગમાં વધુ ફેલાતી અટકાવવા માટે અથાક મહેનત કરી હતી.

સાવચેતીના પગલા તરીકે, હોસ્પિટલ સત્તાધિકારીઓએ લગભગ 125 દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો. આ પ્રક્રિયા ખૂબ કાળજી અને કાર્યક્ષમતા સાથે હાથ ધરવામાં આવી હતી, જેથી દર્દીઓને સતત તબીબી સંભાળ અને ધ્યાન માટે નજીકની હોસ્પિટલોમાં સુરક્ષિત રીતે સ્થાનાંતરિત કરવામાં આવે. સદનસીબે, અત્યાર સુધી, આગના પરિણામે કોઈ જાનહાનિ અથવા ઈજાના અહેવાલો નથી. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા અને આગ લાગવાના કારણની તપાસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 20-25 ફાયર ટેન્ડરો આગને બુઝાવવા માટે સ્થળ પર હાજર હતા અને એજન્સીઓના અહેવાલ મુજબ 125 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર ઓફિસર જયેશ ખાડિયાએ જણાવ્યું હતું કે આગ હોસ્પિટલના બીજા બેઝમેન્ટમાં ફાટી નીકળી હતી. તેમણે કહ્યું કે સવારે 4:30 વાગ્યે એક ફોન આવ્યો હતો અને હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.  

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર કહ્યું કે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે અને દુર્ઘટના વિશે માહિતી લીધી છે. તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર આગ બુઝાવવા, દર્દીઓને બચાવવા અને રાહત કાર્યમાં વ્યસ્ત છે. જોકે હાલ હોસ્પિટલમાં લાગેલી આગ કાબૂમાં છે અને અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ એટલી વિકરાળ હતી કે ફાયર ફાયટર્સને તેને બુઝાવવા કલાકોની મહેનત કરવી પડી હતી.