દિલ્હી AIIMSમાં આગ લાગી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

સોમવારે બપોરે દિલ્હી AIIMSમાં આગ લાગતાં ભાગદોડ મચી હતી. આગ લાગ્યાની માહિતી મળતાં જ ઘટના સ્થળે 8 ફાયર ફાઈટરની ગાડી આવી પહોંચી હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂરથી ધૂમાડાના ગોટા દેખાઈ રહ્યા હતા જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.  ઈમર્જન્સી વોર્ડની નજીક એન્ડોસ્કોપી રૂમમાં આ આગ લાગી હતી.  બીજા માળે આવેલા આ […]

Share:

સોમવારે બપોરે દિલ્હી AIIMSમાં આગ લાગતાં ભાગદોડ મચી હતી. આગ લાગ્યાની માહિતી મળતાં જ ઘટના સ્થળે 8 ફાયર ફાઈટરની ગાડી આવી પહોંચી હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂરથી ધૂમાડાના ગોટા દેખાઈ રહ્યા હતા જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 

ઈમર્જન્સી વોર્ડની નજીક એન્ડોસ્કોપી રૂમમાં આ આગ લાગી હતી.  બીજા માળે આવેલા આ રૂમની એકદમ ઉપર ઈમર્જન્સી વોર્ડ આવેલો છે. આગ લાગતાં તમામ દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. 

ફાયર ફાઈટર્સની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે ભારે મહેનત કરી હતી. આગની તીવ્રતા વધુ હોવાથી 1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ આવી જ દુર્ઘટના ઘટી હતી. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં વિકરાળ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે 50 જેટલા વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની 29 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. સવારે 4 વાગ્યાની આસપાસ આગ લાગતા તમામ દર્દીઓનું અન્ય હોસ્પિટલમાં સ્થળાંતર કરાયું હતું. સમય સુચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી.

દિલ્હી AIIMSમાં આગની વધુ 2 ઘટનાઓ

લેબ સેક્શનમાં આગ લાગી હતીઃ દિલ્હી AIIMSમાં 16 જૂન 2021ની મોડી રાત્રે લગભગ 11:30 વાગ્યે આગ લાગી હતી. આગ કન્વર્ઝન બ્લોકના નવમા માળે લાગી હતી. આગનું કારણ રેફ્રિજરેટરમાં શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. દિલ્હી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગર્ગે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ 20 ફાયર ફાયટરની ટીમ બચાવ માટે ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈનું મોત નીપજ્યું નહોતું.

17 ઓગસ્ટ, 2019નાં રોજ ત્રણ માળમાં આગ લાગી હતી: 17 ઓગસ્ટ, 2019ની સાંજે AIIMSના ત્રણ માળમાં આગ લાગી હતી. ઈમરજન્સી વોર્ડ પાસેના પીસી બ્લોકના બીજા માળેથી આગ ફેલાઈ હતી, જેણે પહેલા અને ત્રીજા માળને પણ લપેટમાં લીધું હતું. ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું કે સાવચેતીના પગલા તરીકે દર્દીઓને ઈમરજન્સી વોર્ડમાંથી ખસેડવામાં આવ્યા છે. 34 ફાયર ફાઈટર્સે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.