SCOની બેઠકમાં રાજનાથ સિંહે પાકિસ્તાનને આપી ચેતવણી

ભારતે શુક્રવારના રોજ આઠ SCO સભ્ય દેશોને તેના આતંકવાદના તમામ સ્વરૂપો નાબૂદ કરવા માટે સામૂહિક રીતે કામ કરવા અને આવી પ્રવૃત્તિઓને મદદ કરતા અથવા નાણાં પૂરા પાડનારાઓને જવાબદાર ઠેરવવા આહ્વાન કર્યું, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફ બેઠકમાં હાજર રહ્યા ન હતા. રાજૌરી વિસ્તારમાં આતંકવાદી હુમલામાં પાંચ ભારતીય સૈનિકો શહીદ થયાના થોડા દિવસો પછી, સંરક્ષણ […]

Share:

ભારતે શુક્રવારના રોજ આઠ SCO સભ્ય દેશોને તેના આતંકવાદના તમામ સ્વરૂપો નાબૂદ કરવા માટે સામૂહિક રીતે કામ કરવા અને આવી પ્રવૃત્તિઓને મદદ કરતા અથવા નાણાં પૂરા પાડનારાઓને જવાબદાર ઠેરવવા આહ્વાન કર્યું, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફ બેઠકમાં હાજર રહ્યા ન હતા.

રાજૌરી વિસ્તારમાં આતંકવાદી હુમલામાં પાંચ ભારતીય સૈનિકો શહીદ થયાના થોડા દિવસો પછી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “જો કોઈ રાષ્ટ્ર આતંકવાદીઓને આશ્રય આપે છે, તો તે માત્ર અન્ય લોકો માટે જ નહીં પરંતુ પોતાના દેશ માટે પણ ખતરો પેદા કરે છે. વધુમાં રાજનાથ સિંહે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં કોઈપણ પ્રકારનું આતંકવાદી કૃત્ય અથવા કોઈપણ સ્વરૂપમાં તેનું સમર્થન માનવતા વિરુદ્ધ ગંભીર અપરાધ છે અને શાંતિ અને સમૃદ્ધિ આ ખતરા સાથે સહઅસ્તિત્વમાં રહી શકે નહીં.

રાજનાથ સિંહે તેમના સંબોધનમાં સ્પષ્ટપણે કહ્યું કે આતંકવાદને સામૂહિક રીતે ખતમ કરવાની અને તેના સમર્થકો પર જવાબદારી નક્કી કરવાની જરૂર છે. આ સિવાય ભારત સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની જોગવાઈઓના આધારે શાંતિ અને સુરક્ષા જાળવવામાં માને છે. રાજનાથ સિંહે ઈશારામાં પાકિસ્તાનને સમજાવ્યું કે જો કોઈ રાષ્ટ્ર આતંકવાદીઓને આશ્રય આપે છે તો તે માત્ર અન્ય લોકો માટે જ નહીં પરંતુ પોતાના માટે પણ જોખમ ઉભું કરે છે.

પાકિસ્તાન પર સીધો નિશાન

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ કહ્યું કે, યુવાનોનું કટ્ટરપંથીકરણ માત્ર સુરક્ષાના દૃષ્ટિકોણથી ચિંતાનું કારણ નથી, પરંતુ તે સમાજની સામાજિક-આર્થિક પ્રગતિના માર્ગમાં એક મોટો અવરોધ પણ છે. જો આપણે SCOને વધુ મજબૂત અને વધુ વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય સંગઠન બનાવવા માગીએ છીએ, તો આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા આતંકવાદ સામે અસરકારક રીતે વ્યવહાર કરવાની હોવી જોઈએ. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીને પણ ખ્યાલ હશે કે આતંકવાદને લઈને તેમની પાસે ચોક્કસ વર્ગ હશે, કદાચ આ કારણે જ મંત્રીએ બેઠકમાં હાજરી આપી ન હતી.

SCOની બેઠક પૂરી થયા બાદ ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થઈ હતી અને તેના એક દિવસ પહેલા એટલે કે 27 એપ્રિલે ભારતે ચીનને તેની જ ભાષામાં ચેતવણી આપી હતી. ચીનના સ્ટેટ કાઉન્સિલર અને નેશનલ ડિફેન્સ મિનિસ્ટર જનરલ લી શાંગફૂ સાથેની મુલાકાત દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. આ બેઠક પૂર્વ લદ્દાખમાં તણાવ અને ગલવાન ઘટના બાદ થઈ રહી હતી. રાજનાથ સિંહે સ્પષ્ટ કર્યું કે LACના તમામ મુદ્દાઓને દ્વિપક્ષીય કરારો દ્વારા ઉકેલવાની જરૂર છે. ભારત-ચીન સંબંધોનો વિકાસ સરહદ પર શાંતિ પર આધારિત છે.