Fixed-income investments: વળતરને ધ્યાનમાં રાખીને તમારા પોર્ટફોલિયોને બનાવો લાભદાયી

Fixed-income investments: ભવિષ્યમાં ચોક્કસ ફાયદો મળતો રહે તે માટે રોકાણ કરવામાં આવતું હોય છે પરંતુ હંમેશા રોકાણ માટેની એક જ પદ્ધતિને વળગી ન રહેવું જોઈએ. ઉપરાંત વાત જ્યારે નિશ્ચિત આવક માટેના રોકાણ (Fixed-income investments)ની આવે ત્યારે પણ માત્ર વળતર (Return)ની રકમ પર જ ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ.  ઈક્વિટીમાં રોકાણ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વધુ […]

Share:

Fixed-income investments: ભવિષ્યમાં ચોક્કસ ફાયદો મળતો રહે તે માટે રોકાણ કરવામાં આવતું હોય છે પરંતુ હંમેશા રોકાણ માટેની એક જ પદ્ધતિને વળગી ન રહેવું જોઈએ. ઉપરાંત વાત જ્યારે નિશ્ચિત આવક માટેના રોકાણ (Fixed-income investments)ની આવે ત્યારે પણ માત્ર વળતર (Return)ની રકમ પર જ ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. 

ઈક્વિટીમાં રોકાણ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વધુ પ્રમાણમાં વળતર મેળવવાનો હોય છે જ્યારે નિશ્ચિત આવક માટેના રોકાણ (Fixed-income investments)માં જોખમને ઘટાડીને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. 

વધુ વાંચો: ભવિષ્યના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા માટે SIP મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરો

Fixed-income investments વિશે જાણો

નિશ્ચિત આવક માટેનું રોકાણ એટલે એવું રોકાણ જેમાં ચોક્કસ સમયગાળા માટે કરવામાં આવેલા રોકાણ દરમિયાન નિશ્ચિત અને કોઈ પણ પ્રકારની સમસ્યા વગર સ્થિર રીતે વળતર (Return) મળતું રહે છે. નિશ્ચિત આવક માટેના રોકાણમાં વળતર મળશે તેની ખાતરી હોવાના કારણે વરિષ્ઠ નાગરિકોમાં તે ખાસ લોકપ્રિય છે. ઉપરાંત તે ડેરિવેટિવ્ઝ અને ઈક્વિટીની જેમ જોખમી પણ નથી માટે પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવા માટે તેને ધ્યાનમાં રાખવું જોઈએ. 

પોર્ટફોલિયોમાં નિશ્ચિત આવક માટેના રોકાણનો સમાવેશ

GoldenPIના સીઈઓ અભિજિત રોયના કહેવા પ્રમાણે બોન્ડ્સ સહિતની નિશ્ચિત આવક માટેની અન્ય સિક્યોરિટીને પોર્ટફોલિયોમાં સ્થાન આપવાથી અને તેનું ચોક્કસ પ્રમાણ જાળવવાથી રોકાણકારોની નાણાકીય સ્થિતિમાં એકંદરે સુધારો જોવા મળે છે. 

દરેક વ્યક્તિના રોકાણ માટેના ઉદ્દેશ્ય, તેમની જોખમ સહન કરવાની શક્તિ અને તેમની આવક કે તેમની નાણાકીય સ્થિતિ અલગ હોવાથી નિશ્ચિત આવક માટેના રોકાણ (Fixed-income investments)નો કોઈ ચોક્કસ આદર્શ પોર્ટફોલિયો નથી પરંતુ તમે જ્યારે તમારી રોકાણ વ્યવસ્થાને નવેસરથી શરૂ કરવા જઈ રહ્યા હોવ ત્યારે અહીં દર્શાવેલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. 

વધુ વાંચો: જાણો શા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ વર્તમાન શેરબજારમાં IT, બેન્કિંગ શેરોને પ્રોત્સાહન આપી શકે છે?

સૌથી પહેલા તો રોકાણકારોએ રોકાણ માટેના લક્ષ્ય, જોખમ સહન કરવાની તાકાત, બજારની સ્થિતિ, કરવેરાની અસર, ફી, વ્યક્તિગત સંજોગો ધ્યાનમાં રાખવા જોઈએ. જો તમે નિવૃત્તિ કે બાળકના શિક્ષણની ફીને ધ્યાનમાં રાખીને રોકાણ કરવા ઈચ્છતા હોવ તો તમારા પોર્ટફોલિયોમાં રોકાણની યોગ્ય વહેંચણી મહત્વની બની જાય છે. 

GoldenPIના સીઈઓના કહેવા પ્રમાણે જોખમ લેવા તૈયાર હોય તે વ્યક્તિ પોતાના પોર્ટફોલિયોમાં 70% શેરમાં રોકાણ કરી શકે છે જ્યારે સમજદાર રોકાણકાર માત્ર 30% રોકાણ શેરમાં કરે છે. જો એક, બે કે ત્રણ વર્ષ માટે રોકાણ કરી શકવાની સ્થિતિ હોય તો બોન્ડ્સ અને ડિબેન્ચર્સમાં રોકાણ ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડનો વિશ્વસનીય વિકલ્પ બને છે. 

નિશ્ચિત આવક માટેના રોકાણના વિકલ્પ

આ માટે ઈન્ડિવિજ્યુઅલ બોન્ડ સૌથી વધુ લોકપ્રિય છે. તેમાં બોન્ડ્સ, સર્ટિફિકેટ ઑફ ડિપોઝિટ (CDs), મની માર્કેટ ફંડ્સ, ફિક્સ્ડ એન્યુઈટી, ફિક્સ ડિપોઝિટ (FD), સરકાર દ્વારા સમર્થિત સ્કીમ્સ, પોસ્ટ ઑફિસ સેવિંગ્સ સ્કીમ્સ, એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETF) વગેરેનો સમાવેશ થાય છે. યોગ્ય વળતર (Return) માટે તમે અહીં દર્શાવેલા વિકલ્પો પર પણ વિશ્વાસ મુકી શકો છોઃ

– પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

– બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (બેંક FD)

– આરબીઆઈ ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ

– વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)

– પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ મંથલી ઈન્કમ એકાઉન્ટ (POMIS)

– સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)

– નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (NSC)