FM Sitharaman: પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વાપીથી રાજ્યના 12 GST સેવા કેન્દ્રોનું ઈ-લોકાર્પણ

FM Sitharaman: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણે (FM Sitharaman) વાપી ખાતે આયોજિત GST વિભાગના કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના વાપીની જ્ઞાનધામ સ્કૂલ ખાતે GST સેવા કેન્દ્રની સાથે રાજ્યના 12  GST સેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કર્યું હતું. FM Sitharamanના હસ્તે ઈ-લોકાર્પણ વાપી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય […]

Share:

FM Sitharaman: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણે (FM Sitharaman) વાપી ખાતે આયોજિત GST વિભાગના કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના વાપીની જ્ઞાનધામ સ્કૂલ ખાતે GST સેવા કેન્દ્રની સાથે રાજ્યના 12  GST સેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કર્યું હતું.

FM Sitharamanના હસ્તે ઈ-લોકાર્પણ

વાપી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે જણાવ્યું હતું કે, બોગસ બીલિંગ અટકાવવા માટે શરૂ થઈ રહેલા GST સેવા કેન્દ્રમાં બાયોમેટ્રિક સિસ્ટમથી GST નંબર મેળવવા માટેની તમામ પ્રોસેસ પાસપોર્ટ મેળવતી વખતે કરવાની હોય તે મુજબની જ છે. તેમાં માત્ર પોલિસ વેરિફિકેશન કરવાનું રહેતું નથી. ગુજરાતમાં અમુક મહત્વની જગ્યા પસંદ કરી GST સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. 

દરેક કચેરીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક સરખું છે. લોકોને સરળતા પડે તે મુજબ સુવિધા ઉપલબ્ધ કરવા બદલ તેમણે ગુજરાત GST ટીમને બિરદાવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત બિઝનેસનું હબ છે ત્યારે પાયલોટ પ્રોજેકટ તરીકે ગુજરાતમાં શરૂ થયેલા GST સેન્ટર અન્ય રાજ્યો માટે મોડલ બનશે.

વધુ વાંચો: GST કાઉન્સિલની બેઠકમાં નિર્મલા સીતારમણના મહત્વના નિર્ણય, બાજરી અને ગોળ પરના ટેક્સમાં ઘટાડાને મંજૂરી આપી

લોકોની જાગૃતિથી ટેક્સ કલેક્શન વધ્યું

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણે (FM Sitharaman) ‘મેરા બિલ, મેરા અધિકાર’ કેમ્પઈન અંગે જણાવ્યું હતું કે, દેશનો સામાન્યમાં સામાન્ય નાગરિક પણ ખરીદી કરતી વખતે વેપારી કે દુકાનદાર પાસે બિલ માંગીને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી શકે છે. ગ્રાહક ટ્રેન્ડ સેટર બની શકે છે. બિલ લેવું ગ્રાહકનો અધિકાર છે અને બિલ આપવું એ વેપારી-દુકાનદારની ફરજ છે. 

વધુમાં જણાવ્યું હતું કે, મેરા બિલ, મેરા અધિકારથી લોકોમાં જાગૃતિ આવી રહી છે. GSTને 6 વર્ષ પુરા થયા છે. લોકોની જાગૃતિના કારણે દર મહિને ટેક્સ કલેક્શન વધી રહ્યું છે. જેના થકી રાષ્ટ્રનો પારદર્શી વિકાસ થઈ રહ્યો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણે (FM Sitharaman) પીઝા, મીઠાઈ અને કપડાં જેવી નાની મોટી ખરીદી કરી બિલ અપલોડ કરનારા અને લકી ડ્રોમાં જે લોકોને રૂ. 10 લાખનું ઈનામ મળ્યું છે તેમને સૌને અભિનંદનને પાત્ર ગણાવ્યા હતા. 

વધુ વાંચો: ગ્રાહકોને GST બિલ મેળવવા માટે પ્રોત્સાહિત કરવા 6 રાજ્યોમાં શરૂ કરાઈ ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના

અરૂણ જેટલીને કર્યા યાદ

કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ સ્વ. અરુણ જેટલીને પણ યાદ કર્યા હતા અને તેમણે GSTનો મજબૂત પાયો નાખ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, દેશના વિકાસમાં ગુજરાતનો વિશેષ ફાળો છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે 18 ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે. 10 ટકા ફેકટરી ગુજરાતમાં છે. ગુજરાત બિઝનેસ ફ્રેન્ડલી છે. વાપી 2 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. ST કલેક્શનમાં ગુજરાતમાં વાપી 10 ટકા ફાળો આપે છે.