fixed-income investment માટે આ 5 વિકલ્પો અપનાવો

fixed-income investment: નિશ્ચિત-આવક આપતા રોકાણના વિકલ્પો એટલે એ રોકાણ કે જે ચોક્કસ સમયગાળામાં નિશ્ચિત વળતર (fixed returns) આપે. રોકાણકારો માટે, એ જાણવું ખુબ મહત્વનું છે કે આ ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સનો ઉદ્દેશ્ય મહત્તમ વળતર મેળવવાનો નથી, પરંતુ ગેરંટીવાળા લાભ સાથે પોતાની મૂડીની સલામતીની ખાતરી કરવાનો છે. અહીં નિશ્ચિત વળતર મેળવવા માટે નિશ્ચિત-આવક આપતા રોકાણના વિકલ્પો જણાવેલા છે  […]

Share:

fixed-income investment: નિશ્ચિત-આવક આપતા રોકાણના વિકલ્પો એટલે એ રોકાણ કે જે ચોક્કસ સમયગાળામાં નિશ્ચિત વળતર (fixed returns) આપે. રોકાણકારો માટે, એ જાણવું ખુબ મહત્વનું છે કે આ ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સનો ઉદ્દેશ્ય મહત્તમ વળતર મેળવવાનો નથી, પરંતુ ગેરંટીવાળા લાભ સાથે પોતાની મૂડીની સલામતીની ખાતરી કરવાનો છે. અહીં નિશ્ચિત વળતર મેળવવા માટે નિશ્ચિત-આવક આપતા રોકાણના વિકલ્પો જણાવેલા છે 

વધુ વાંચો: જાણો રોકાણ માટે મની માર્કેટ ફંડ કઈ રીતે છે બેસ્ટ ઓપ્શન

fixed-income investment નિશ્ચિત આવક મેળવવા માટે પાંચ સલામત વિકલ્પોમાં રોકાણ કરી શકાય:

1. RBIના ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ

RBIના સેવિંગ્સ બોન્ડ સાત વર્ષની મેચ્યોરિટી ધરાવે છે. હાલમાં, RBI ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ 8.05% વ્યાજ ઓફર કરે છે. આ બોન્ડમાં રોકાણકાર ઓછામાં ઓછી રૂ. 1,000ની રકમ ઈન્વેસ્ટ (fixed-income investment) કરી શકે છે. 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના જણાવ્યા અનુસાર રિટેલ રોકાણકારો RBIના રિટેલ ડાયરેક્ટ પોર્ટલ દ્વારા ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ, 2020 સબસ્ક્રાઈબ કરી શકે છે. અગાઉ, રિટેલ રોકાણકારો રિટેલ ડાયરેક્ટ પોર્ટલ દ્વારા કેન્દ્ર સરકારની સિક્યોરિટીઝ, ટ્રેઝરી બિલ્સ, રાજ્ય સરકારની સિક્યોરિટીઝ અને સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકતા હતા.

2. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)

જે રોકાણકારો પોતાની મૂડીની સલામતી પર વધુ ધ્યાન આપવા માંગતા હોય તેઓ માટે NSC એક સુરક્ષિત અને ઉપયોગી વિકલ્પ છે. હાલમાં NSCs 7.7%ના વ્યાજ ઓફર (fixed returns) કરે છે. આમ ડિપોઝિટ કરેલ રકમ IT એક્ટની કલમ 80C હેઠળ ટેક્સ રિબેટ માટે પાત્ર પણ છે.

3. પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ મંથલી ઈન્કમ એકાઉન્ટ (POMIS)

POMISમાં રોકાણકાર એકલ માલિકી હેઠળ ₹9 લાખ અને સંયુક્ત માલિકી હેઠળ ₹15 લાખની મહત્તમ મર્યાદા સાથેનું પાંચ વર્ષનું રોકાણ કરી શકે છે. POMIS 7.4% વ્યાજ ઓફર કરે છે. 

વધુ વાંચો: ભવિષ્યના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા માટે SIP મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરો 

4. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

PPF ભારત રોકાણકારોની લોકપ્રિય લાંબા ગાળાની બચત યોજના (fixed-income investment) છે. હાલમાં, તે 7.1% વ્યાજ (fixed returns) ઓફર કરે છે. તે સરકારની ગેરંટી સાથે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. PPFની પાકતી મુદત 15 વર્ષની હોય છે જેને વધુ પાંચ વર્ષ સુધી વધારી શકાય છે. PPFમાં કરેલું રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કપાત માટે પાત્ર છે.

5. બેંકમાં કરેલી ફિક્સ્ડ ડિપોઝિટ (FDs)

બેંકમાં કરવામાં આવતી FDએ રોકાણ માટે (fixed-income investment)નો સૌથી લોકપ્રિય વિકલ્પ છે, અને તે પણ કરીને ખાસ કરીને આપણા દેશમાં વરિષ્ઠ નાગરિકો માટે ઉત્તમ વિકલ્પ છે. બેંકની નિષ્ફળતાના કિસ્સામાં, સરકાર દ્વારા ₹5 લાખ સુધીની બેંક ડિપોઝિટનો વીમો પણ લેવામાં આવે છે. SBI અને ICICI બેંક 3% થી 7.1%, HDFC 3% થી 7.2% અને એક્સિસ બેંક 3.5% થી 7% સુધીનું વ્યાજ ઓફર કરે છે.