દક્ષિણ-પશ્ચિમ રેલવેના પ્લેટફોર્મ પર નજીવી કિંમતના ફૂડ કાઉન્ટર શરૂ કરાયા 

ભારતીય રેલવેએ ટ્રેનોના સામાન્ય બેઠક (GS) કોચમાં મુસાફરોને સસ્તું ભોજન અને પેકેજ્ડ પીવાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. તેના માટે અનેક સ્થળોએ નવા ફૂડ કાઉન્ટર્સ શરૂ કરવામાં આવશે. સામાન્ય બેઠક (GS) કોચમાં મુસાફરી કરતા મુસાફરોની જરૂરિયાતોને પૂરી કરવાના પ્રયાસરૂપે, દક્ષિણ પશ્ચિમ રેલવે (SWR) એ તેમને પોસાય તેવા ખોરાકના વિકલ્પો પ્રદાન કરવાની દિશામાં એક પગલું ભર્યું […]

Share:

ભારતીય રેલવેએ ટ્રેનોના સામાન્ય બેઠક (GS) કોચમાં મુસાફરોને સસ્તું ભોજન અને પેકેજ્ડ પીવાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. તેના માટે અનેક સ્થળોએ નવા ફૂડ કાઉન્ટર્સ શરૂ કરવામાં આવશે. સામાન્ય બેઠક (GS) કોચમાં મુસાફરી કરતા મુસાફરોની જરૂરિયાતોને પૂરી કરવાના પ્રયાસરૂપે, દક્ષિણ પશ્ચિમ રેલવે (SWR) એ તેમને પોસાય તેવા ખોરાકના વિકલ્પો પ્રદાન કરવાની દિશામાં એક પગલું ભર્યું છે. IRCTC (ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) સાથે મળીને, SWR એ રેલવે પ્લેટફોર્મ પર ફૂડ કાઉન્ટર્સ સ્થાપવાનું શરૂ કર્યું છે. આ કાઉન્ટર્સ ઓછા ભાવે ભોજન, નાસ્તો અને વ્યાજબી કિંમતનું પેકેજ્ડ પીવાનું પાણી ઓફર કરશે.

આ સ્પેશિયલ ફૂડ કાઉન્ટર્સ રજૂ કરવાનો નિર્ણય રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાયેલી સૂચનાઓ પરથી આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સામાન્ય બેઠક (GS) કોચમાં મુસાફરોને ઓછા ભાવે ભોજનની પસંદગીઓ ઉપલબ્ધ થાય. ફૂડ કાઉન્ટર્સ વ્યૂહાત્મક રીતે પ્લેટફોર્મ પર સામાન્ય બેઠક કોચના સ્થાનની નજીક મૂકવામાં આવ્યા છે.

દક્ષિણ-પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી અનીશ હેગડે દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, સામાન્ય બેઠક (GS)માં મુસાફરોને બજેટ-ફ્રેંડલી ફૂડ પસંદગીઓ ઉપલબ્ધ થશે. આ ફૂડ કાઉન્ટર્સ વ્યૂહાત્મક રીતે પ્લેટફોર્મ પર સામાન્ય બેઠક (GS)ના સ્થાનની નજીક મૂકવામાં આવ્યા છે.

પ્રાયોગિક ધોરણે 6 મહિના માટે સર્વિસ શરૂ કરાઈ

આ ભોજન IRCTCના કિચન યુનિટ્સમાંથી સપ્લાય કરવામાં આવે છે. આ ફૂડ કાઉન્ટરોનું સ્થાન ઝોનલ રેલવે દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જેથી આ કાઉન્ટર્સને પ્લેટફોર્મ પરના સામાન્ય બેઠક (GS) કોચના સ્થાન સાથે ગોઠવી શકાય. પ્લેટફોર્મ પર આ વિસ્તૃત સેવા કાઉન્ટરની જોગવાઈ પ્રાયોગિક ધોરણે છ મહિનાના સમયગાળા માટે રજૂ કરવામાં આવી છે.

દક્ષિણ-પશ્ચિમ રેલવે પહેલાથી જ શ્રી સિદ્ધરુધ સ્વામી હુબલી અને ક્રાંતિવીર સંગોલ્લી રાયન્ના બેંગલુરુ રેલવે સ્ટેશનો પર આવા સેવા કાઉન્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં, IRCTC બે પ્રકારના ભોજનનો સપ્લાય કરશે, જેમ કે ઓછા ભાવે મીલ અને સ્નેક મીલ, જેની કિંમત અનુક્રમે ₹20 અને ₹50 છે. આગામી દિવસોમાં, દક્ષિણ પશ્ચિમ રેલવે ભોજન અને પાણીની ઉપલબ્ધતાને આધારે સેવાને વધુ સ્ટેશનો સુધી વિસ્તારવાની યોજના ધરાવે છે.

મેન્યુ

ભોજન- 07 પૂરી (175 ગ્રામ), બટાકાનું સૂકું વેજ શાક (150 ગ્રામ), અને અથાણું (12 ગ્રામ) ₹ 20માં (GST સહિત) આપવામાં આવશે.

નાસ્તો- નાસ્તો (350 ગ્રામ) દક્ષિણ ભારતીય ભાત, અથવા રાજમા/છોલે – ભાત અથવા ખીચડી અથવા કુલચે/ભટુરે- છોલે અથવા પાઉભાજી અથવા મસાલા ઢોસા ₹ 50 (જીએસટી સહિત)માં આપવામાં આવશે.

પાણીના સંદર્ભમાં, જ્યાં શક્ય હોય ત્યાં સ્ટેશનો પર 200 ml પેકેજ્ડ પીવાના પાણીના ગ્લાસ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.