છેલ્લા 7 વર્ષોમાં પ્રથમ વખત સરકાર ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા

ભારત સરકાર ઓક્ટોબર મહિનાથી શરૂ થઈ રહેલી આગામી સિઝનથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા જણાઈ રહી છે. સરકાર ખાંડનું ઉત્પાદન કરતી મિલોને તેની નિકાસ ન કરવા માટે આદેશ આપે તેવી શ્કયતા છે. જો સરકાર ખાંડની નિકાસ પર પ્રતિબંધ જાહેર કરશે તો છેલ્લા 7 વર્ષમાં પ્રથમ વખત ભારત ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકશે. ખાંડની […]

Share:

ભારત સરકાર ઓક્ટોબર મહિનાથી શરૂ થઈ રહેલી આગામી સિઝનથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા જણાઈ રહી છે. સરકાર ખાંડનું ઉત્પાદન કરતી મિલોને તેની નિકાસ ન કરવા માટે આદેશ આપે તેવી શ્કયતા છે. જો સરકાર ખાંડની નિકાસ પર પ્રતિબંધ જાહેર કરશે તો છેલ્લા 7 વર્ષમાં પ્રથમ વખત ભારત ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકશે.

ખાંડની નિકાસ પર પ્રતિબંધ માટે વરસાદ બન્યો વિલન

સરકાર ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા પાછળનું સૌથી મોટું કારણ વરસાદ છે. ઓછા વરસાદના કારણે શેરડીનું વાવેતર ઘટ્યું છે. જો ભારત ખાંડના વૈશ્વિક બજારમાંથી ગાયબ થશે તો ન્યૂયોર્ક અને લંડનમાં બેંચમાર્ક કિંમતો વધે તેવી શક્યતા છે. ત્યાં છેલ્લા ઘણાં વર્ષોથી ખાંડની કિંમતો તેના ઉચ્ચતમ સ્તરે છે. આમ ભારત સરકાર ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકે તો તેના લીધે વૈશ્વિક ખાદ્ય બજારોમાં મોંઘવારી વધવાની આશંકાને વેગ મળશે. 

એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે, “અમારો પ્રાથમિક ધ્યેય ખાંડની સ્થાનિક જરૂરિયાત પૂરી કરવાનો અને વધારાની શેરડી વડે ઈથેનોલ ઉત્પાદનનો છે. આપણી પાસે આગામી સિઝન માટે નિકાસ ક્વોટા ફાળવવા પૂરતી ખાંડ નહીં હોય.” 

ભારતે ખાંડની મિલોને વર્તમાન સિઝન દરમિયાન 30મી સપ્ટેમ્બર સુધીમાં માત્ર 6.1 મિલિયન ટન ખાંડની નિકાસ કરવા માટે મંજૂરી આપી છે. જ્યારે ગત સિઝન દરમિયાન તેમને રેકોર્ડ સમાન 11.1 મિલિયન ટન ખાંડ વેચવાની મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ વર્ષ 2016માં ભારતે વિદેશમાં વેચાણ પર અંકુશ લગાવવા માટે ખાંડની નિકાસ પર 20% ટેક્સ લગાવ્યો હતો. 

હવામાન વિભાગના કહેવા પ્રમાણે પશ્ચિમી રાજ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણી રાજ્ય કર્ણાટકના શેરડીનું વાવેતર કરતા ટોચના જિલ્લાઓમાં આ વર્ષે ચોમાસા દરમિયાન સરેરાશ કરતાં 50% ઓછો વરસાદ વરસ્યો છે. ભારતના ખાંડના કુલ ઉત્પાદન પૈકીનો અડધાથી વધુ હિસ્સો આ જિલ્લાઓમાંથી આવે છે. 

ખાદ્ય મોંઘવારી ચિંતાનો વિષય

આ અઠવાડિયા દરમિયાન ખાંડની સ્થાનિક કિંમતો છેલ્લા 2 વર્ષના ઉચ્ચતમ સ્તરે છે. આ કારણે મિલોને સરકાર તરફથી વધારાની 2,00,000 ટન ખાંડ વેચવા મંજૂરી મળી ગઈ છે. અન્ય એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે, “ખાદ્ય મોંઘવારી એ એક ચિંતાનો વિષય છે. ખાંડની કિંમતોમાં થયેલા તાજેતરના વધારાએ નિકાસની તમામ સંભાવનાઓ પર પાણી ફેરવી દીધું છે.”

જુલાઈ મહિના દરમિયાન ભારતમાં છૂટક મોંઘવારી દર 15 મહિનાના ઉચ્ચતમ સ્તર 7.44%એ પહોંચી ગયો હતો જ્યારે ખાદ્ય મોંઘવારી 11.5%એ પહોંચી હતી જે 3 વર્ષ દરમિયાનની સૌથી વધુ છે. વર્ષ 2023-2024 દરમિયાન ભારતનું ખાંડનું ઉત્પાદન 3.3% ઘટીને 31.7 મિલિયન ટન થઈ શકે છે.