ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને મુંબઈના રણજી ટ્રોફી વિજેતા કેપ્ટન સુધીર નાયકનું નિધન

1974માં ત્રણ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમનાર દિગ્ગજ ક્રિકેટર સુધીર નાયકે ટૂંકી બીમારી બાદ મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં તેમની પુત્રી છે. આ અંગે BCCIએ ગુરુવારે નાયકના દુઃખદ અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે 1974માં હેડિંગ્લે, લીડ્ઝમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડેમાં ભારત માટે પ્રથમ ચૌકો માર્યો હતો. જ્યારે સુનીલ ગાવસ્કર, અજિત વાડેકર, દિલીપ […]

Share:

1974માં ત્રણ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમનાર દિગ્ગજ ક્રિકેટર સુધીર નાયકે ટૂંકી બીમારી બાદ મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં તેમની પુત્રી છે. આ અંગે BCCIએ ગુરુવારે નાયકના દુઃખદ અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે 1974માં હેડિંગ્લે, લીડ્ઝમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડેમાં ભારત માટે પ્રથમ ચૌકો માર્યો હતો. જ્યારે સુનીલ ગાવસ્કર, અજિત વાડેકર, દિલીપ સરદેસાઈ અને અશોક માંકડ કેરેબિયનમાં ઈતિહાસ રચ્યો હતો, ત્યારે નાયકે 1971માં મુંબઈને રણજી ટ્રોફીમાં જીત અપાવી હતી.

નાયકે 85 પ્રથમ શ્રેણીની મેચ રમી અને 4376 રન બનાવ્યા. જેમાં અણનમ 200 રનનો ટોપ સ્કોર પણ સામેલ છે. રમતમાંથી નિવૃત્તિ લીધા પછી તેણે નેશનલ ક્રિકેટ ક્લબની બાબતોનું સંચાલન કર્યું. તેણે ઝહીર ખાન અને વસીમ જાફરની કારકિર્દી ઘડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. વાનખેડે સ્ટેડિયમના લાંબા સમયથી મુખ્ય ક્યુરેટર નાયકને 2011માં 50 ઓવરના વર્લ્ડ કપ માટે સ્ટેડિયમ તૈયાર કરવાનો શ્રેય આપવામાં આવે છે.

BCCIના પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું, “શ્રી સુધીર નાયકના નિધનથી અમે ખૂબ જ દુઃખી છીએ. દાયકાઓથી રમત પ્રત્યેનું તેમનું  યોગદાન રમતગમતમાં આગળ વધવા ઈચ્છતા તમામને પ્રેરણા આપશે. BCCI દિવંગત આત્મા માટે પ્રાર્થના કરે છે અને પરિવારના દુઃખમાં તેમની સાથે છે.”

BCCIના સચિવ જય શાહે કહ્યું કે, ‘શ્રી સુધીર નાયકના નિધન અંગે જાણીને મને દુઃખ થયું છે. આ એક મોટી ખોટ છે અને હું તેમના પરિવાર, મિત્રો અને મુંબઈ ક્રિકેટ એસોસિએશનના દરેકને મારી સંવેદના વ્યક્ત કરું છું. શ્રી નાયક ખરેખર જુસ્સાદાર વ્યક્તિ હતા અને તેમણે ક્રિકેટર, કોચ, ક્યુરેટર અથવા એડમિનિસ્ટ્રેટર તરીકે વિવિધ ક્ષમતાઓમાં રમતની સેવા કરી હતી. તેમની પાસે પ્રતિભા માટે ઊંડી નજર હતી અને તેણે ઘણા ક્રિકેટરોની કારકિર્દી ઘડવામાં મદદ કરી હતી.

ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે પણ નાયકના અવસાન પર ટ્વિટ કરતા લખ્યું કે,”શ્રી સુધીર નાયક જીના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી દિલથી સંવેદના. ક્રિકેટમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેમની આત્માને શાંતિ મળે.”

ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ટ્વિટર પર લખ્યું કે, ‘પૂર્વ ભારતીય ક્રિકેટર સુધીર નાયક જીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તેઓ 1970-71ની રણજી સિઝનની વિજયી ટીમ મુંબઈના કેપ્ટન હતા અને બાદમાં તેઓ એક કાર્યક્ષમ કોચ તરીકે જાણીતા બન્યા હતા.તેમનું નામ વાનખેડેના શ્રેષ્ઠ ક્યુરેટરોમાંથી એક છે. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના.”