મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચાર બાળ ચિત્તાનો જન્મ 

મધ્યપ્રદેશનાં કુનો નેશનલ પાર્કમાં તા. 24 માર્ચે ચાર બાલ ચિત્તાનો જન્મ થયો છે. આ બાળ ચિત્તાના જન્મથી ભારતનાં જંગલમાં ચિત્તની વસ્તીને પુન: જીવિત કરવાના આપણાં મિશનને એક મોટો મુકામ હાંસિલ થયો છે. આપણાં દેશમાં ચિત્તાનું અસ્તિત્વ જ રહ્યું નહતું. ચિત્તાની વસ્તી વિલુપ્ત થઈ ગઈ હતી. પરંતુ 70 વર્ષ બાદ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં બાળ ચિત્તાએ  […]

Share:

મધ્યપ્રદેશનાં કુનો નેશનલ પાર્કમાં તા. 24 માર્ચે ચાર બાલ ચિત્તાનો જન્મ થયો છે. આ બાળ ચિત્તાના જન્મથી ભારતનાં જંગલમાં ચિત્તની વસ્તીને પુન: જીવિત કરવાના આપણાં મિશનને એક મોટો મુકામ હાંસિલ થયો છે. આપણાં દેશમાં ચિત્તાનું અસ્તિત્વ જ રહ્યું નહતું. ચિત્તાની વસ્તી વિલુપ્ત થઈ ગઈ હતી. પરંતુ 70 વર્ષ બાદ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં બાળ ચિત્તાએ  જન્મ લેતા આપણાં દેશના જંગલોમાં ચિત્તાની વસ્તી ક્રમશ: વધશે તેવું અનુમાન છે. 

આ ચાર બાલચિત્તા રોકસ્ટાર  ફ્રેડી  અને સિયાયાનાં છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે,  કિડનીની બિમારીને કારણે ત્રણ દિવસ અગાઉ સાશા નામના એક ચિત્તાનું મોત થયું હતું. 

સિયાયા, જેનો મતલબ ‘આગળ વધવું’ થાય છે, તે જ્યારે નામઇબીયામાં એક પાણીના તળાવ નજીક મળી આવી ત્યારે કોને ખબર હતી કે તે  તેનાં થકી અત્યંત મહત્વપૂર્ણ એવા વાઇલ્ડ લાઈફ રિવાઈવલ મિશનને આગળ ધપાવશે? 

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને ભારતીય વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે અત્યંત આનંદપૂર્ણ ક્ષણ ગણાવી હતી. કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવે ટ્વિટર પર તેનાં આગમનની ઉત્સાહપૂર્ણ જાહેરાત કરી હતી. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે બાલ ચિત્તાના આગમન અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. 

એક અધિકારીના જણાવ્યા પ્રમાણે હજુ આ ચાર ચિત્તા કઇ જાતિના છે જે જાણવા મળ્યું નથી. પરંતુ પાંચ દિવસ પહેલા જન્મ બાદ સિયાયાએ બે વાર શિકાર કર્યો હોવાથી તે અને તેનાં બચ્ચા સ્વસ્થ જણાઈ રહ્યા છે અને તેમણે આ નવું વાતાવરણ અનુકૂળ આવી રહ્યું હોય તેમ લાગે છે. 

ભારતમાં છેલ્લાં 70 વર્ષથી ચિત્તાઓ લુપ્ત થઈ ગયા છે. છેલ્લે ભારતમાં ત્રણ ચિત્તાઓ બચેલા જે નરજાતિના હતા અને તેમનો શિકાર કરવામાં આવ્યો હતો. આ શિકારને સરકારી ચોપડે પણ નોંધવામાં આવ્યો હતો.  ચિત્તો ભારતમાં કોઈ નવું પ્રાણી નથી તે ભારતમાં પહેલેથી હતા પણ હવે આ પ્રજાતિ જળવાઈ રહે તે માટે ખાસ કાળજી રાખવી પડશે. ભૂતકાળમાં ભારતમાં ચિત્તા પંજાબ, સિંધ, રાજસ્થાન અને બંગાળમાં જોવા મળતા હતા. ગુજરાતનાં અમુક ભાગમાં પણ ચિત્તા  જોવા મળ્યા હતા. 20 મી સદીમાં 44 દેશોમાં એક લાખ કરતાં વધુ ચિત્તા હતા જે હવે માત્ર 20 દેશમાં જ તેની હાજરી જોવા મળે છે.