ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે ફોક્સકોનની યોજના, તમિલનાડુમાં પ્લાન્ટ સ્થાપે તેવી શક્યતા

ભારતીય માર્કેટમાં ઈલેક્ટ્રિક વાહનોના ક્રેઝમાં ખૂબ જ ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ભારત ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટેના નવા કેન્દ્ર તરીકે પણ ઉભરી રહ્યું છે. તાજેતરના અહેવાલ પ્રમાણે ફોક્સકોન (Foxconn) ભારતમાં ઈલેક્ટ્રિક વાહનના ઉત્પાદન માટેની યોજના બનાવી રહ્યું છે.  તાઈવાનના તાઈપે ખાતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ફોક્સકોનના ચેરમેન અને સીઈઓ દ્વારા આ […]

Share:

ભારતીય માર્કેટમાં ઈલેક્ટ્રિક વાહનોના ક્રેઝમાં ખૂબ જ ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ભારત ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટેના નવા કેન્દ્ર તરીકે પણ ઉભરી રહ્યું છે. તાજેતરના અહેવાલ પ્રમાણે ફોક્સકોન (Foxconn) ભારતમાં ઈલેક્ટ્રિક વાહનના ઉત્પાદન માટેની યોજના બનાવી રહ્યું છે. 

તાઈવાનના તાઈપે ખાતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ફોક્સકોનના ચેરમેન અને સીઈઓ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની માગણી ખૂબ જ ઝડપથી વધી રહી છે માટે કંપની દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધારવા માટે યોજના બનાવી રહી છે. 

વડાપ્રધાન મોદી સાથે મુલાકાત

ફોક્સકોનના હોન હાઈ ટેક્નોલોજી ગ્રુપના ચેરમેન અને સીઈઓ યૉન્ગ લીએ જણાવ્યું હતું કે, ભારત ઈલેક્ટ્રિક વાહનોના નિર્માતા દેશોનું નવું કેન્દ્ર બની રહ્યું છે. ભારતની સપ્લાયર ઈકો સિસ્ટમ સંભવિત રીતે ચીન કરતા પણ વધારે ઝડપથી આગળ વધી રહી છે. યૉન્ગ લી તાજેતરમાં ગુજરાત ખાતે સંપન્ન થયેલી સેમીકોન ઈન્ડિયા 2023માં વડાપ્રધાન મોદીને મળ્યા હતા. કંપની ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે તમિલનાડુમાં પ્લાન્ટ સ્થાપવાને પ્રાથમિકતા આપે તેવી શક્યતા જણાઈ રહી છે. 

નોંધનીય છે કે, ઓગષ્ટ મહિનાની શરૂઆતમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે, ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ફોક્સકોનની સહાયક કંપની ફોક્સકોન ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેટ (FII)એ ઈલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ્સ માટે એક નવી ફેસિલિટી તૈયાર કરવા માટેના તમિલનાડુ સરકાર સાથેના 16,000 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કરવા ઈનકાર કર્યો હતો. જોકે તમિલનાડુ સરકારે પોતે ચેન્નાઈ પાસે કાંચીપુરમ જિલ્લામાં એક નવી ઈલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી બનાવવા માટે ફોક્સકોન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હોવાનું અને તેનાથી 6,000 નોકરીઓની તકોનું સર્જન થશે તેવી જાહેરાત કરી હતી. 

ફોક્સકોનની સહાયક શાખા ઈલેક્ટ્રોનિક ઉપકરણ, ક્લાઉડ સેવા ઉપકરણ અને ઔદ્યોગિક રોબોટ બનાવે છે.

ફોક્સકોન 2005થી ભારતમાં કાર્યરત છે અને ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો ઉપરાંત ટીવી અને સ્માર્ટફોન જેવા ગેજેટ્સની માગમાં થઈ રહેલા વધારાના પગલે તેણે પોતાના આયોજનને વધુ વ્યાપક બનાવ્યું છે. તે વિશ્વમાં એપલ ડિવાઈસનું સૌથી મોટું કોન્ટ્રાક્ટ ઉત્પાદક છે અને તે હાલ ભારતમાં આઈફોનનું ટોચનું ઉત્પાદક પણ છે. 

યૉન્ગ લીના કહેવા પ્રમાણે તેમની કંપની 30 જેટલી કંપનીઓમાં અબજો ડોલરનું રોકાણ કરવાની તૈયારીમાં છે. વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ મોટા ફેરફાર નહીં આવે તો ભારત વિશ્વમાં નવા મેન્યુફેક્ચરિંગ સેન્ટર તરીકે ઉભરી આવશે. ચીનમાં જે સપ્લાય ચેઈન ઈકોસિસ્ટમ બનવામાં 30 વર્ષ જેટલો સમય લાગ્યો હતો તે ભારતમાં ખૂબ ઝડપથી બની રહી છે કારણ કે, સ્થાનિક ઈલેક્ટ્રોનિક ઈન્ડસ્ટ્રીમાં પણ ભારે તક રહેલી છે.