ડાયમંડ સિટીમાં અવારનવાર છેતરપિંડીના વધતા કિસ્સાઓ

વેપારીઓને લાલચ આપી છેતરી લેવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ડાયમંડ સિટી સુરતમાં રોજેરોજ કરોડોના હીરાના કામ થતા હોઈ છે એટલે હીરાની ચોરી, વેપારી સાથે છેતરપિંડી, વગેરે ગુનાઓનું પ્રમાણ ખૂબ જ વધારે છે. આ જ પ્રકારનો એક બનાવો સામે આવ્યો છે. સુરતના એક હીરાના વેપારી સાથે ૧.૧૮ કરોડ રૂપિયાની ઠગાઈ કરવાના કેસમાં ગુજરાત પોલીસે,  […]

Share:

વેપારીઓને લાલચ આપી છેતરી લેવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ડાયમંડ સિટી સુરતમાં રોજેરોજ કરોડોના હીરાના કામ થતા હોઈ છે એટલે હીરાની ચોરી, વેપારી સાથે છેતરપિંડી, વગેરે ગુનાઓનું પ્રમાણ ખૂબ જ વધારે છે. આ જ પ્રકારનો એક બનાવો સામે આવ્યો છે. સુરતના એક હીરાના વેપારી સાથે ૧.૧૮ કરોડ રૂપિયાની ઠગાઈ કરવાના કેસમાં ગુજરાત પોલીસે,  મુંબઈ ક્રાઈમ  બ્રાન્ચની મદદથી બે લોકોની ધરપકડ કરી છે.  એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે સુરતથી મુંબઈમાં નોંધાયેલા કેસમાં બે આરોપીઓને શોધી કાઢ્યા બાદ મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો હતો. ટેકનિકલ બાતમીના આધારે પોલીસ ટીમને જાણવા મળ્યું કે જ્યારે એક આરોપી કાંદિવલીમાં છુપાયેલો હતો, તો બીજો મધ્ય મુંબઈના લાલબાગમાં છુપાયેલો હતો. બંને આરોપીઓને પોલીસે ખૂબ જ ઓછા સમયમાં પકડી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મળેલ માહિતી પ્રમાણે, આરોપીઓએ વેેપારીની નજર ચૂકવી સાચા ડાયમંડ તફડાવી તેની જગ્યાએ નકલી ડાયમંડ મૂકી દીધા હતા. આ સંદર્ભે અધિકારીઓએ  આપેલ વધુ વિગતો અનુસાર, આ બંને ગઠિયાઓએ  ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતના સુરતના ડાયમંડના વેપારીનો સંપર્ક કર્યો હતો અને ધંધા માટે મોટા પ્રમાણમાં ડાયમંડ ખરીદી કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બંને ડાયમંડ જોવા વેપારીને ત્યાં ગુજરાત ગયા હતા અને ડાયમંડ વેપારીએ આ બંનેને ડાયમંડ  દેખાડવાના શરૂ કર્યું  હતા. દરમિયાન વેપારીએ એક મોટી થેલીમાંથી ડાયમંડ તેમની સામે કાઢ્યા હતા. આ સમયે બન્નેમાંથી એક જણે ચા મંગાવવાનું જણાવતા વેપારી આઘાપાછા થયા હતા.  આ તકનો લાભ લઈને, અસલી ડાયમંડ તફડાવી લઈ નકલી ડાયમંડ જે તે જગ્યા પર મૂકી દીધા હતા. આ સમગ્ર કારસ્તાન વેપારીની નજરચૂક થઇ તેમાં કરવામાં આવ્યું  હતું અને વેપારીને બંને એ ફરી ડાયમંડ ખરીદવા આવશું તેવું જણાવી ત્યાંથી રવાના થઈ ગયા હતા.

વેપારીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતાં તેણે ગુજરાત પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી બંને ને ઝડપી લેવાના પ્રયાસો આદર્યા હતા. ત્યાર બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મદદથી, પોલીસ બંને ને પકડી પાડવામાં સફળ રહી છે. આરોપીઓની આઈપીસીની કલમ ૪૨૦ (છેતરપિંડી) અને ૧૨૦-બી (ષડયંત્ર) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને સુરત પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા જરા પણ રાહ જોયા વિના પોતાના સૂત્રો થકી બંને આરોપીઓ ને ઝડપી પાડવામાં સફળ રહી હતી.