G20ની ત્રણ દિવસીય બેઠકનું ગોવામાં ઉદ્ઘાટન

G20 ગોવામાં ત્રણ  દિવસની બેઠક આજથી શરૂ થઈ છે.  આ બેઠકમાં હેલ્થ વર્કિંગ ગ્રુપ  (HWG) ત્રણ પ્રાથમિકતાઓ જેમકે આરોગ્ય કટોકટી, તેનાં નિવારણ અને તેની સજ્જતા અને તે માટે હાલમાં ચાલી રહેલા પગલાઓની સમીક્ષા માટે સૈધ્ધાંતિક રીતે સહમત થયા હતા.  હેલ્થ વર્કિંગ ગ્રૂપની આ બેઠકમાં આરોગ્ય ક્ષેત્રે લેવાયેલા તમામ પગલાઓ જેમકે આરોગ્ય કટોકટી, તેની રોકથામ અને […]

Share:

G20 ગોવામાં ત્રણ  દિવસની બેઠક આજથી શરૂ થઈ છે.  આ બેઠકમાં હેલ્થ વર્કિંગ ગ્રુપ  (HWG) ત્રણ પ્રાથમિકતાઓ જેમકે આરોગ્ય કટોકટી, તેનાં નિવારણ અને તેની સજ્જતા અને તે માટે હાલમાં ચાલી રહેલા પગલાઓની સમીક્ષા માટે સૈધ્ધાંતિક રીતે સહમત થયા હતા. 

હેલ્થ વર્કિંગ ગ્રૂપની આ બેઠકમાં આરોગ્ય ક્ષેત્રે લેવાયેલા તમામ પગલાઓ જેમકે આરોગ્ય કટોકટી, તેની રોકથામ અને તે માટેની તૈયારીઓનાં સંકલન માટે ફોરમની સમર્થન શક્તિનો લાભ લેવા ચર્ચા કરાઇ હતી. 

17 થી 19 એપ્રિલ દરમિયાન ગોવામાં બેઠક ચાલશે. G20ના સભ્ય દેશો, આમંત્રિત રાજ્યો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 180 થી વધુ પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગના અધિક સચિવ  લાલ અગ્રવાલે જણાવ્યું હતું. 

તેમણે જણાવ્યું કે, HWGની જાન્યુઆરીમાં તિરુવનંતપુરમમાં મળેલી બેઠકમાં આરોગ્યની પ્રાથમિકતાઓ રજૂ કરવામાં આવી હતી.

આ જુથ પ્રાદેશિક ધોરણે રસી વિકસાવવા, રિસર્ચ અને ડેવલપમેન્ટ મેન્યુફેક્ચરિંગ નેટવર્ક તેમજ આરોગ્ય ક્ષેત્રે વૈશ્વિક કક્ષાએ મેડિકલ કાઉન્ટરમેઝર અંગે એક સંકલન પ્લેટફોર્મ ઊભું કરવાનાં પ્રસ્તાવ પર ચર્ચા કરી રહી છે.  

પ્રથમ બેઠકનાં અનુસંધાનમાં આ બેઠકમાં વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે મળીને એક અનૌપચારિક મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે અને પ્રથમ બેઠકમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓને ઉકેલવા અને સોમવારથી ચાલુ થતી બેઠકમાં ચર્ચા ચાલુ રાખવા માટે  તે સભ્ય  દેશોમાં મોકલવામાં આવ્યા હતા. 

ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ભારતી પવાર અને કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગો રાજ્યમંત્રી શ્રી પાદ નાઈક અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. ભારતી પવારે આ મીટિંગમાં જોડાવા બદલ તમામ પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો. તેમણે ઉદ્ઘાટન પ્રવચનમાં જણાવ્યું કે ભારતની G20 પ્રાથમિકતાઓમાં સુધારા બહુપક્ષીય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે 21મી સદી માટે યોગ્ય જવાબદાર અને પ્રતિનિધિ મંચ બનાવે છે. તેમણે આશા વ્યક્ત કરી કે આગામી બે દિવસમાં વિચાર-વિમર્શ ભવિષ્યની આરોગ્ય કટોકટી, સંશોધન અને વિકાસના નેટવર્ક અને ઉત્પાદનના સંચાલન માટે એક વ્યવહારુ ઉત્પાદન વિકસાવશે.

 શ્રીપાદ નાઈકે આ બેઠક માટે તમામ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું અને માહિતી આપી હતી કે,  ભારતમાં  મેડિકલ ટુરિઝમ વિકસી રહ્યું છે અને  18 લાખ વિદેશીઓએ ભારતની આ હેતુથી મુલાકાત લીધી હતી.  મેડિકલ ટુરિઝમ ઈન્ડેક્સમાં ભારત 10માં ક્રમે છે. તેમણે કહ્યું કે આરોગ્ય અને સુખાકારી પ્રવાસનને પ્રોત્સાહન આપીને આપણે વધુ સર્વગ્રાહી વૈશ્વિક આરોગ્ય માળખું બનાવી શકીએ છીએ.