G20 સમિટઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન મોદીએ ગ્રાન્ડ ડીનરમાં મહેમાનોનું કર્યું સ્વાગત  

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને વડાપ્રધાન મોદીએ શનિવારના રોજ G20 સમિટ સ્થળ ભારત મંડપમ ખાતે આયોજિત ભવ્ય ડીનરમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સહિત G20 સમિટમાં પધારેલા નેતાઓ અને અન્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારત મંડપમ ખાતે G20ના નેતાઓ, આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ માટેના ડીનરની યજમાની કરી હતી. ડીનરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ […]

Share:

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને વડાપ્રધાન મોદીએ શનિવારના રોજ G20 સમિટ સ્થળ ભારત મંડપમ ખાતે આયોજિત ભવ્ય ડીનરમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સહિત G20 સમિટમાં પધારેલા નેતાઓ અને અન્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારત મંડપમ ખાતે G20ના નેતાઓ, આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ માટેના ડીનરની યજમાની કરી હતી. ડીનરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સામેલ થયા હતા.

ભવ્ય ડિનરમાં અમેરિકી રાષ્ટ્રપતિની વિશેષ ઉપસ્થિતિ 

મંચની પૃષ્ઠભૂમિમાં બિહારની નાલંદા વિશ્વવિદ્યાલયના ભગ્નાવશેષ અને ભારતની અધ્યક્ષતામાં G20 થીમ “વસુધૈવ કુટુમ્બકમ્- એક પૃથ્વી, એક કુટુમ્બ, એક ભવિષ્ય”ને દર્શાવવામાં આવ્યા હતા. નાલંદા વિશ્વવિદ્યાલયના ભગ્નાવશેષ યુનેસ્કોની વિશ્વ ધરોહરની સૂચિમાં પણ સામેલ છે. આ વિશ્વ વિદ્યાલય વિશ્વની સૌથી પ્રાચીન વિશ્વવિદ્યાલયો પૈકીની એક હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન મોદીએ ડીનરમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનું સ્વાગત કર્યું હતું અને મંચ પર તેમનું અભિવાદન કરી તેમના સાથે સંક્ષિપ્ત વાતચીત કરી હતી. 

ભારતીય પરંપરાનું ભવ્ય ભોજન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના યજમાનપદે આયોજિત ડીનરમાં ભારતીય ખાણી-પીણીની પરંપરા જાળવવામાં આવી હતી. તેમાં બનાવવામાં આવેલા વ્યંજનો વર્તમાન શરદ ઋતુને અનુરૂપ હતા. સ્ટાર્ટરમાં દહીં વડા, મસાલેદાર ચટણી સાથે શ્રીઅન્ન લીફ ક્રિસ્પ્સ હતા.

મુખ્ય ભોજનમાં ગ્લેઝ્ડ ફોરેસ્ટ મશરૂમ, કુટકી શ્રીઅન્ન ક્રિસ્પ્સ અને મીઠા લીમડા સાથે તૈયાર કરવામાં આવેલા કેરળના લાલ ચોખા અને જેકફ્રુટ ગૈલેટ હતા. રોટલીઓ ઉપરાંત કલોંજીના સ્વાદવાળા મુલાયમ બન પણ પીરસવામાં આવ્યા હતા. સાથે જ બાકરખાની એટલે કે ઈલાયચીના સ્વાદવાળી મીઠી રોટલી પણ પીરસવામાં આવી હતી. તે સિવાય ઈલાયચીવાળો સાંવા હલવો, અંજીર આડૂ મુરબ્બો અને અંબેમોહર રાઉસ ક્રિસ્પ્સ  ડીનરની પ્લેટ્સમાં પીરસવામાં આવ્યા હતા.

મહેમાનો માટે તૈયાર કરવામાં આવેલા ડીનરમાં કાશ્મીરી કાહવો, ફિલ્ટર કોફી, દાર્જિલિંગ ચા અને પાનના સ્વાદવાળા ચોકલેટ લીવ્સ પણ હતા.

જાપાનના વડાપ્રધાનના પત્નીએ પહેરી સાડી

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિ, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોં, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્જ, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા અને સાડીમાં સજ્જ થયેલા તેમના પત્ની યોકો કિશિદા, ચીનના વડાપ્રધાન લી ક્વિંગ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીજ પણ ડીનરમાં સામેલ થયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન મોદીએ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ અને તેમના પત્ની સહિતના અન્ય ગણમાન્ય મહાનુભવોનું સ્વાગત કર્યું હતું. 

રંગીન રોશની વડે શણગાર

નવનિર્મિત આંતરરાષ્ટ્રીય સંમેલન અને પ્રદર્શની કેન્દ્ર તથા તેની લોન રાત્રે રંગીન રોશનીમાં ઝગમગી ઉઠ્યા હતા. ઉપરાંત ફુવારાઓ અને અત્યાધુનિક ઈમારત સામે રાખવામાં આવેલી નટરાજની મૂર્તિએ આયોજન સ્થળની ભવ્યતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

Tags :