ગણેશ ચતુર્થી 2023: ઘરે ગણેશ સ્થાપના કરી હોય તો અહીં દર્શાવેલી વાતોનું રાખો ધ્યાન

હિંદુ ધર્મમાં વિઘ્નહર્તા દેવ ભગવાન ગણેશના જન્મદિવસને ગણેશ ચતુર્થી તરીકે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર વિનાયક ચતુર્થી કે પછી ગણેશોત્સવ તરીકે પણ ઓળખાય છે. ભગવાન ગણેશ એ ભગવાન શંકર અને દેવી પાર્વતીના પુત્ર છે અને ગણેશ ચતુર્થીના રોજ તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરોમાં ભગવાન ગણેશજીની સ્થાપના […]

Share:

હિંદુ ધર્મમાં વિઘ્નહર્તા દેવ ભગવાન ગણેશના જન્મદિવસને ગણેશ ચતુર્થી તરીકે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર વિનાયક ચતુર્થી કે પછી ગણેશોત્સવ તરીકે પણ ઓળખાય છે. ભગવાન ગણેશ એ ભગવાન શંકર અને દેવી પાર્વતીના પુત્ર છે અને ગણેશ ચતુર્થીના રોજ તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરોમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરે છે. તે સિવાય પંડાલોમાં અને જાહેર સ્થળોએ પણ ગણેશ સ્થાપના કરવામાં આવે છે.

આપણા ત્યાં વૈદિક મંત્રો અને પૂજા પદ્ધતિ સાથે ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ સાથે જ લોકો ઉપવાસ અને પ્રાર્થના પણ કરે છે. મોદક એટલે કે લાડુ એ ભગવાન ગણેશજીનો પ્રિય ભોગ છે માટે ગણેશોત્સવ દરમિયાન પંડાલોમાં અને ઘરે લોકો ગણેશજીને મોદકનો ભોગ ધરાવે છે અને પ્રસાદમાં પણ મોદકની પ્રસાદી આપવામાં આવે છે. 

ગણેશ ચતુર્થીએ ગણેશ સ્થાપનાના 10 દિવસ બાદ અનંત ચતુર્દશીના રોજ ભગવાન ગણેશજીની મૂર્તિને પાણીમાં પધરાવવામાં આવે છે. તે સમયે જાહેર માર્ગો પર અનેક લોકો તેમાં જોડાય છે અને સંગીતમય માહોલમાં ગણેશજીને પાણીમાં પધરાવવામાં આવે છે. 

ઘરે ગણેશજીની સ્થાપના કરી હોય તો આ વાતોનું રાખો ધ્યાન

ઘરે ગણેશ સ્થાપના કરતા પહેલા ઘરને સ્વચ્છ કરો અને સ્નાન કરો. ઘરે હંમેશા ધાતુની નહીં પણ માટીની ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવી. ઘરે ગણેશજીની મૂર્તિ લાવો ત્યારે તેને સ્વચ્છ કપડાં વડે ઢાંકીને રાખવી અને આસન પર તેની પ્રતિષ્ઠા બાદ જ તેના પરનું વસ્ત્ર આવરણ દૂર કરવું. પૂજા સ્થળે પાણી ભરેલો કળશ રાખવો. ભગવાન ગણેશજીની મૂર્તિના ડાબા ખભે જનોઈ પહેરાવવી.
 

ગણેશજની મૂર્તિને ચંદનનું તિલક કરવું અને મૂર્તિને ફૂલો, હાર અને દર્ભ વડે શણગારવી. મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવી મંત્રોચ્ચાર સાથે આરતી કરવી અને મોદકનો ભોગ ધરાવવો. ઘરે ગણેશ સ્થાપના બાદ 10 દિવસ તેમને હંમેશા પહેલા પાણી અને ભોજનનો ભોગ ધરાવવો અને બાદમાં સૌએ ભોજન કરવું. 

ગણેશ સ્થાપના બાદ આ ભૂલ બિલકુલ ન કરવી

પૂજા કરીને ભોગ ધરાવ્યા વગર ગણેશજીની પ્રતિમાને પાણીમાં ન પધરાવવી. ઘરે ગણેશ સ્થાપના કરી હોય તો એટલા દિવસ ઘરને બંધ ન રાખવું અને હંમેશા કોઈ એક વ્યક્તિએ ઘરે જ રહેવું. ગણેશ સ્થાપના દરમિયાન મુહૂર્ત વગેરેનું ધ્યાન રાખવું. ઘરે કે પંડાલમાં ગણેશ સ્થાપના બાદ માંસાહાર, કાંદા-લસણવાળા તામસિક ભોજનનું સેવન અને મદિરા પાન ભૂલથી પણ ન કરવું.