અતિક અહેમદ અને અશરફને ગોળી મારનારા 3 હત્યાનારાની ધરપકડ

ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અતિક અહેમદ અને તેનાં ભાઈ અશરફની ત્રણ હત્યારાઓએ ગોળી મારીને હત્યા કરી છે. આ ત્રણેય હત્યારાઓને પકડી લેવામાં આવ્યા છે અને તેમણે આજે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાશે.  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આ ઘટના બનીછે અને આ હત્યારાઓની ઓળખ થઈ છે અને તેઓના નામ લવલેશ, સની અને અરુણ મૌર્ય તરીકે કરી છે અને તેઓ […]

Share:

ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અતિક અહેમદ અને તેનાં ભાઈ અશરફની ત્રણ હત્યારાઓએ ગોળી મારીને હત્યા કરી છે. આ ત્રણેય હત્યારાઓને પકડી લેવામાં આવ્યા છે અને તેમણે આજે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાશે. 

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આ ઘટના બનીછે અને આ હત્યારાઓની ઓળખ થઈ છે અને તેઓના નામ લવલેશ, સની અને અરુણ મૌર્ય તરીકે કરી છે અને તેઓ પત્રકાર તરીકે આવ્યા હતા.

ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદ સામે ઓછામાં ઓછા 100 ફોજદારી કેસો ચાલી રહ્યા છે અને  શનિવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે જે કેમેરામાં શૂટ થઈ ગયા હતા.

માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને ભાઈ અશરફની પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા થયા પછી ઉત્તર પ્રદેશનાં  મુખ્યપ્રધન ​​યોગી આદિત્યનાથે ગેંગસ્ટરની હત્યા પછી મોડી રાતની બેઠકમાં રાજ્યના પોલીસ અધિકારીઓને સતર્ક રહેવા અને રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સૂચના આપી હતી.

“યુપીના સીએમ યોગી આદિત્યનાથે પોલીસ અધિકારીઓને ચેતવણી આપી છે કે રાજ્યમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવે અને જનતાને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.” આ સંદર્ભે લોકોને આ ઘટના અંગેની અફવાઓ પર ધ્યાન ના આપવા અપીલ કરી છે.

હત્યા પહેલા અતિકને મીડિયાએ સવાલ પૂછ્યો કે જો તમને અંતિમ સંસ્કારમાં ન લઈ જવામાં આવ્યા તો અતિકે આના પર કંઈક કહ્યું હતું અને ત્યારે અશરફે કહ્યું કે મુખ્ય વાત એ છે કે ગુડ્ડુ મુસ્લિમ છે. અને તે સાથે જ ફાયરિંગ શરૂ થઈ ગયું હતું અને બંનેની હત્યા થઈ ગઈ હતી. આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે.

પહેલી ગોળી અતિક અહેમદના માથામાં સીધી વાગી અને તે જમીન પર પડી ગયો હતો. અશરફ કંઈ સમજે તે પહેલા તે પણ હુમલાખોરોના અનેક રાઉન્ડ ફાયરિંગનો શિકાર બન્યો હતો. બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તે પહેલા જ મૃત્યુ પામ્યો હતો. બંનેને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે આ ઘટના બની હતી.

ઉમેશ પાલ હત્યાકાંડ સાથે સંકળાયેલા  મુખ્ય ષડયંત્ર કર્તા અતિક અહેમદ અને તેનો ભાઈ અશરફ પોલીસ રિમાન્ડમાં હતા. અતિક અહેમદનો બીજો દીકરો પણ નૈની જેલમાં બંધ છે. તેની પત્ની શાઈસ્તા પરવીન, બહેન નૂરી અને તેની બે દીકરી, અશરફની પત્ની જૈનબ ફરાર છે. પોલીસ તેમને  શોધી રહી છે.