Gautami Tadimalla: પાર્ટીના નેતાઓ પર ગંભીર આરોપો લગાવીને ભાજપ સાથેનો 25 વર્ષનો સાથ છોડ્યો

Gautami Tadimalla: તમિલનાડુમાં ભાજપ (BJP)ને એક મોટો આંચકો લાગે તેવી ઘટના બની છે. અભિનેત્રી ગૌતમી તડિમલ્લા (Gautami Tadimalla)એ ભાજપ સાથેના 25 વર્ષના સંબંધ પર પૂર્ણવિરામ મુકીને પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. ભાજપમાંથી રાજીનામુ આપવાની સાથે જ ગૌતમી તડિમલ્લાએ પોતાના વ્યક્તિગત સંકટની સ્થિતિમાં પાર્ટીના નેતૃત્વ દ્વારા સાથ ન આપવામાં આવ્યો તે અંગે નિરાશા વ્યક્ત કરી […]

Share:

Gautami Tadimalla: તમિલનાડુમાં ભાજપ (BJP)ને એક મોટો આંચકો લાગે તેવી ઘટના બની છે. અભિનેત્રી ગૌતમી તડિમલ્લા (Gautami Tadimalla)એ ભાજપ સાથેના 25 વર્ષના સંબંધ પર પૂર્ણવિરામ મુકીને પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. ભાજપમાંથી રાજીનામુ આપવાની સાથે જ ગૌતમી તડિમલ્લાએ પોતાના વ્યક્તિગત સંકટની સ્થિતિમાં પાર્ટીના નેતૃત્વ દ્વારા સાથ ન આપવામાં આવ્યો તે અંગે નિરાશા વ્યક્ત કરી હતી. 

Gautami Tadimallaએ પત્રમાં દર્શાવી ફરિયાદો

તમિલ અભિનેત્રી ગૌતમી તડિમલ્લાએ ભાજપ સાથેના 25 વર્ષના સંબંધો પર પૂર્ણવિરામ મુક્યું છે. આ સાથે જ તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે, અન્ય લોકો ઉપરાંત પાર્ટીના જ એક વર્ગ દ્વારા એવા વ્યક્તિને સમર્થન આપવામાં આવ્યું છે જેણે તેમના સાથે છેતરપિંડી કરી છે. 

ગૌતમી તડિમલ્લા (Gautami Tadimalla)એ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, પાર્ટીએ રાજ્યમાં 2021ના વર્ષમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી વખતે ટિકિટ આપવાનું આશ્વાસન આપ્યું હતું પરંતુ છેલ્લી ઘડીએ તે રદ્દ કરી દેવાયું હતું. તેમ છતાં પોતે ભાજપ (BJP) માટે પ્રતિબદ્ધ રહ્યા હતા. 

વધુ વાંચો: વાઘ બકરી ચાના માલિક Parag Desaiનું બ્રેઈન હેમરેજના કારણે નિધન

ગૌતમી તડિમલ્લાની પાર્ટીના અમુક લોકો સામે નારાજગી

તમિલ અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તેમણે ખૂબ જ ભારે મનથી અને નિરાશ થઈને પાર્ટીમાંથી રાજીનામુ આપવાનો નિર્ણય લીધો છે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીની તમિલનાડુ વિંગના પ્રમુખ કે. અન્નામલાઈ સહિતના અન્ય લોકોને ટેગ કર્યા હતા. 

ગૌતમી તડિમલ્લા દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે એક વિશેષ વ્યક્તિએ તેમના પૈસા, સંપત્તિ અને દસ્તાવેજો સાથે છેતરપિંડી કરી. તેમને પાર્ટી અને નેતાઓ તરફથી કોઈ સમર્થન ન મળ્યું ઉપરથી તે પૈકીના કેટલાક લોકો સક્રિયરૂપે છેતરપિંડી કરનારી વ્યક્તિની મદદ અને સમર્થન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાર્ટીના જ કેટલાક લોકો તેમનો વિશ્વાસભંગ કરનારા અને તેમને દગો આપી તેમની જીવનભરની કમાણી સાથે છેતરપિંડી કરનારા લોકોનો સાથ આપી રહ્યા છે. 

વધુ વાંચો: Gaganyaan Mission: ટેસ્ટ વ્હીકલને લોન્ચ પહેલા હોલ્ડ પર રાખવામાં આવ્યું

અભિનેત્રીને સીએમ સ્ટાલિન પાસેથી મદદની આશા

તડિમલ્લાએ પોતાના સાથે થયેલી છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. સાથે જ પોતાને ન્યાય સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને ન્યાયિક પ્રણાલી પર વિશ્વાસ હોવાનું જણાવ્યું છે. અભિનેત્રીના કહેવા પ્રમાણે સંગઠનમાં 25 વર્ષ સુધી સેવા આપ્યા બાદ પણ તેમને કોઈ સમર્થન ન મળ્યું. ભાજપ (BJP)ના અનેક વરિષ્ઠ સદસ્યો એ વ્યક્તિને સક્ષમ બનાવી રહ્યા હતા જેણે તેમના સાથે દગો કર્યો હતો અને એફઆઈઆર દાખલ થઈ હોવા છતાં છેલ્લા 40 દિવસથી ફરાર છે. 

અભિનેત્રીએ પોતાની વાત રજૂ કરીને પોતે ખૂબ જ પીડા અને દુઃખ સાથે દૃઢ સંકલ્પ લઈને રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું.