કોંગ્રેસ છોડવાનું કારણ રાહુલ ગાંધી છેઃ ગુલામ નબી આઝાદ

પીઢ નેતા ગુલામ નબી આઝાદે એક સ્ટેટમેન્ટ આપતાં કહ્યું હતું કે, “મેં કોંગ્રેસ છોડી એ માટે પ્રાથમિક કારણ રાહુલ ગાંધી હતાં. જેમના કારણે માત્ર મેં નહીં પણ અનેક લોકોએ કોંગ્રેસ પાર્ટી છોડી છે. તેમણે દાવો કર્યો કે દેશની સૌથી જૂની પાર્ટીમાં જો તમારે રહેવું હોય તો તમારે કરોડરજ્જુ વગરના થઇ જવું પડે. તેમણે કહ્યું કે […]

Share:

પીઢ નેતા ગુલામ નબી આઝાદે એક સ્ટેટમેન્ટ આપતાં કહ્યું હતું કે, “મેં કોંગ્રેસ છોડી એ માટે પ્રાથમિક કારણ રાહુલ ગાંધી હતાં. જેમના કારણે માત્ર મેં નહીં પણ અનેક લોકોએ કોંગ્રેસ પાર્ટી છોડી છે. તેમણે દાવો કર્યો કે દેશની સૌથી જૂની પાર્ટીમાં જો તમારે રહેવું હોય તો તમારે કરોડરજ્જુ વગરના થઇ જવું પડે. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી કે અન્ય કોઈ હવે તેમને મનાવીને કોંગ્રેસમાં પાછા નહીં લાવી શકે. “આઝાદે ભાર આપીને કહ્યું કે પોતે રાહુલ ગાંધી પણ જો તેમને પાછા આવવાનું કહેશો તો કદાચ એ ખૂબ મોડા પડ્યાં હશે. કોંગ્રેસમાંથી અલગ થઇને પોતાની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (ડીપીએપી) બનાવનાર આઝાદે કહ્યું કે આજકાલ રાજકારણમાં કોઇ અછૂત નથી. પોતે સરકાર બનાવવા કોઇ પણ પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે.

આ તમામ વાતો ગુલામ નબી આઝાદે તેમના પુસ્તક આઝાદ : એન ઓટોબાયોગ્રાફિના વિમોચન પ્રસંગે બોલ્યા. તેઓ બોલ્યા કે ટ્વીટરના માધ્યમથી કામ કરનારા નેતાઓની સરખામણીમાં તેઓ 2000 ટકા વધુ કોંગ્રેસી છે. જ્યારે તેમને પૂછવમાં આવ્યું કે શું રાહુલ ગાંધી કોંગ્રેસ છોડવા પાછળનું કારણ છે? તો એમણે જવાબ આપ્યો કે, હા, માત્ર મારા માટે નહીં પણ ડઝનથી વધારે યુવા અને નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળનું કારણ રાહુલ ગાંધી જ છે. જ્યારે પૂછવામાં આવ્યું કે જો સોનિયા ગાંધી તેમને કોંગ્રેસમાં પાછા આવવાનું કહે તો તેઓ જશે તો તે બોલ્યા કે જો સોનિયા ગાંધીના હાથમાં આ બધી વાતો હોત તો અમે કોંગ્રેસ છોડી જ ન હોત. સોનિયા ગાંધી કાંઇ જ નક્કી કરી શકતાં નથી.

સાંસદ તરીકે રાહુલની બાબત અંગે, આઝાદે કહ્યું કે જો, “અમે વટહુકમ લાવ્યા કારણ કે અમે જાણતા હતા કે અન્ય પક્ષો પણ સત્તામાં હશે અને તેઓ તેનો ઉપયોગ અમારી વિરુદ્ધ કરશે તે માટે તૈયાર રહેવું જોઈએ. તે એક નબળું કેબિનેટ હતું અને તેણે કાયદો લાવીને આગળ વધવું જોઈતું હતું. કોંગ્રેસ પક્ષ તરફથી તે સમયે મૌન રાખવું ખોટું હતું… રાહુલ ગાંધી આજે તેના દ્વારા જ બચી શક્યા હોત. જેણે ફાડી નાખ્યું, તે હવે તેના પર લાગુ થયું, ‘ખુદ કિયે આપને દિવારોં મેં સુરખ, અબ કોઈ ઝાંક રહે હૈં તો શોર ક્યોં (તમે તમારી પોતાની દીવાલમાં છિદ્રો બનાવી લીધા પછી, જ્યારે લોકો તેના દ્વારા જોઈ રહ્યા છે, ત્યારે હવે અવાજ કેમ ઉઠાવવો).”“હું ટ્વિટર પર (રાજકારણ) ચલાવનારાઓ કરતા 2,000 ટકા વધુ કોંગ્રેસી છું. હું ખાતરીપૂર્વક 24 કેરેટનો કોંગ્રેસી છું, તેઓ 18 કેરેટ પણ નથી.”