Gift City: ગૂગલે ગ્લોબલ ફિનટેક સેન્ટર માટે ગુજરાતમાં લીઝ પર ફ્લોર રાખ્યો

Gift City: ટેક જાયન્ટ ગૂગલે ગુજરાતમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી, ગિફ્ટ સિટી (Gift City)માં પ્રવેશ કર્યો છે અને લીઝ પર ઓફિસ સ્પેસ લીધી છે. યુએસ ખાતે હેડક્વાર્ટર ધરાવતી ટેક જાયન્ટ કંપનીની ભારતીય શાખા, ગૂગલ ઈન્ડિયાએ ‘ફિનટેક વન’ ટાવરમાં ઓફિસ સ્પેસ માટે આખો ફ્લોર લીઝ પર લીધો છે. Gift Cityમાં ગૂગલ ઈન્ડિયાની ઓફિસ આ ટાવર બ્લેકસ્ટોન […]

Share:

Gift City: ટેક જાયન્ટ ગૂગલે ગુજરાતમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી, ગિફ્ટ સિટી (Gift City)માં પ્રવેશ કર્યો છે અને લીઝ પર ઓફિસ સ્પેસ લીધી છે. યુએસ ખાતે હેડક્વાર્ટર ધરાવતી ટેક જાયન્ટ કંપનીની ભારતીય શાખા, ગૂગલ ઈન્ડિયાએ ‘ફિનટેક વન’ ટાવરમાં ઓફિસ સ્પેસ માટે આખો ફ્લોર લીઝ પર લીધો છે.

Gift Cityમાં ગૂગલ ઈન્ડિયાની ઓફિસ

આ ટાવર બ્લેકસ્ટોન ગ્રુપની માલિકીના ન્યુક્લિયસ ઓફિસ પાર્ક્સનું છે. ગૂગલે 10-10 વર્ષના લાંબા ગાળાની લીઝ પર આ જગ્યા લીધી છે અને ગૂગલ દ્વારા અહીં તેનું વૈશ્વિક ફિનટેક ઓપરેશન સેન્ટર (Fintech Operation Center) સ્થાપવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ સોમવારે ગૂગલ અને આલ્ફાબેટના CEO સુંદર પિચાઈ સાથેની વર્ચ્યુઅલ વાતચીતમાં ગાંધીનગરમાં ગિફ્ટ સિટી (Gift City) ખાતે તેમના વૈશ્વિક ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલવાની ગૂગલની યોજનાને આવકારી હતી. 

પિચાઈએ GPay અને UPIની મજબૂતાઈ અને પહોંચનો લાભ લઈને ભારતમાં નાણાકીય સમાવેશને સુધારવાની Googleની યોજનાઓ વિશે વડાપ્રધાન મોદીને માહિતી આપી હતી. તેમણે ભારતના વિકાસના માર્ગમાં યોગદાન આપવા માટે Googleની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો હતો.

વધુ વાંચો: Google Flights પર સસ્તી ફ્લાઈટ ટિકિટ શોધવા માટેની 3 ટિપ્સ જાણો

જૂન મહિનામાં જાહેરાત

આ વર્ષે જૂનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત પછી સુંદર પિચાઈએ જાહેરાત કરી હતી કે કંપની ગુજરાતના ગિફ્ટ સિટીમાં તેનું વૈશ્વિક ફિનટેક ઓપરેશન સેન્ટર (Fintech Operation Center) સ્થાપશે. 

પિચાઈએ ગિફ્ટ સિટી, ગુજરાતમાં ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટરના ઉદ્ઘાટન પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, અમે આજે ઉત્સાહિત છીએ કે અમે ગિફ્ટ સિટી, ગુજરાતમાં અમારા ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટરની શરૂઆતની જાહેરાત કરી રહ્યા છીએ. તે UPI અને આધારને આભારી, ભારતના ફિનટેક નેતૃત્વને મજબૂત બનાવશે. 

Googleના CEO સુંદર પિચાઈએ જાહેરાત કરી છે કે તેઓ ભારતમાં10 બિલિયન ડોલરનું ડિજિટાઈઝેશન ફંડમાં રોકાણ કરશે, જેનું કેન્દ્ર ગિફ્ટ સિટી (Gift City) ગાંધીનગરમાં હશે. આ સાથે જ ભારતમાં ડિજિટલાઈઝેશન, ઓનલાઈન બેકિંગ અને ફીનટેક ઈન્ડસ્ટ્રીનું કેન્દ્ર પણ ગુજરાતનું ગાંધીનગર બનશે.

ગૂગલનું આ પગલું ડિજિટલ ઈન્ડિયાની દિશામાં ઘણું મદદરૂપ થશે. હવે વિશ્વની ફિનટેક ભારતમાં આવશે અને ભારત ફિનટેક હબ બનવા તરફ આગળ વધશે. એક તરફ UPIનો સતત વધી રહેલો ઉપયોગ પણ ભારતને આ દિશમાં અગ્રેસર બનાવી રહ્યો છે. ત્યારે પીએમ મોદીની અમેરિકા મુલાકાત પછી ગૂગલની જાહેરાત ભારતને આ દિશામાં વધુ એક ડગલું આગળ વધરાશે.

વધુ વાંચો: Google Chromeના યુઝર્સ માટે સરકારે જાહેર કરી ચેતવણી

ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારત મુલાકાત દરમિયાન પિચાઈએ જાહેરાત કરી હતી કે ઈન્ડિયા ડિજિટાઈઝેશન ફંડ (આઈડીએફ)નો એક ભાગ ભારતમાંથી સ્ટાર્ટઅપ્સ પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને આ ફંડમાંથી 300 મિલિયન ડોલરની એક ચતુર્થાંશ રકમનું મહિલાઓ દ્વારા સ્થપાનારી કંપનીઓમાં રોકાણ કરવામાં આવશે.