ગાંધીનગરની ગિફ્ટ સિટીનાં વિસ્તરણમાં વધુ ચાર ગામો ઉમેરાયા 

ગુજરાતના ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીમાં વધતી માંગને ધ્યાનમાં લઈને તેમાં વધુ ચાર ગામોને આવરી લેવામાં આવશે. આ સાથે સિટીમાં આશરે 2300 એકર જગ્યાનો ઉમેરો થશે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી, જે ગિફ્ટ સિટી તરીકે ઓળખાય છે.  વર્ષ 2007માં આ પ્રોજેક્ટ જાહેર કરાયા બાદ આ પ્રથમ મોટું વિસ્તરણ છે, અને પ્રોજેક્ટ વિસ્તાર 1,065 એકરથી લગભગ 3,365 એકર […]

Share:

ગુજરાતના ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીમાં વધતી માંગને ધ્યાનમાં લઈને તેમાં વધુ ચાર ગામોને આવરી લેવામાં આવશે. આ સાથે સિટીમાં આશરે 2300 એકર જગ્યાનો ઉમેરો થશે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી, જે ગિફ્ટ સિટી તરીકે ઓળખાય છે.  વર્ષ 2007માં આ પ્રોજેક્ટ જાહેર કરાયા બાદ આ પ્રથમ મોટું વિસ્તરણ છે, અને પ્રોજેક્ટ વિસ્તાર 1,065 એકરથી લગભગ 3,365 એકર સુધી વિસ્તરશે, જે તેના વર્તમાન કદ કરતાં ત્રણ ગણુ વધુ છે.

ગિફ્ટ સિટીના MD અને CEO તપન રેએ જણાવ્યું હતું કે, “વધતી માંગને કારણે વિસ્તરણની જરૂર છે. ગિફ્ટ સિટીમાં લગભગ 50 ટકા વિસ્તાર ફાળવવામાં આવ્યો છે.  આ સાથે જ અમે પેરિફેરલ વિસ્તારોમાં આડેધડ વિકાસ નથી ઈચ્છતા કે જ્યાં ઝૂંપડપટ્ટી હોય અને અસમાન વિકાસ થાય. આથી, વધારવામાં આવી રહેલા આ વિસ્તારને GIFT સિટીની જેમ જ વિકસાવવામાં આવશે.”

અમદાવાદનાં જાણીતા શહેરી આયોજક અને આર્કિટેક્ટ, બિમલ પટેલ HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડેના વડા  કે જેમણે દિલ્હીમાં નવા સંસદ ભવનનું નિર્માણ કર્યું છે, તેમને સૂચિત વિસ્તરણ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. રેએ કહ્યું, “અમને એવી વ્યક્તિની જરૂર હતી જે માત્ર નગર નિયોજક ન હોય, પરંતુ સ્થાનિક કાયદાઓ અને રાજ્યના નિયમોનું જ્ઞાન ધરાવતું હોય.” તેમણે ઉમેર્યું હતું કે GIFT સિટીનાં મૂળ માસ્ટર પ્લાનને સૂચિત વિસ્તરણને સમાવવા માટે ગિફ્ટ સિટીના મૂળ માસ્ટર પ્લાનમાં ફેરફાર કરવામાં આવશે. આ ફર્મની પસંદગી ‘એક્સ્પ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ‘ દ્વારા કરવામાં આવી હતી.

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સ્થિત, GIFT સિટીની કલ્પના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વૈશ્વિક નાણાકીય હબ અને ભારતના “પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી” તરીકે કરવામાં આવી હતી. ગિફ્ટ સિટીમાં મલ્ટી-સર્વિસ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) છે જેમાં દેશનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) છે જે કોર્પોરેશનોને વૈશ્વિક નાણાકીય બજારોમાં સરળ ઍક્સેસ પ્રદાન કરે છે અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તેની પાસે દેશની અંદર પણ  SEZ બહારના વિસ્તારો ડોમેસ્ટિક ટેરિફ એરિયા (DTA) પણ છે  સંયુક્ત અંદાજિત 25,000 ની વસ્તી ધરાવતા શાહપુર, રતનપુર, લવરપુર અને પિરોજપુરના ચાર ગામોને વિસ્તરણ માટે પસંદ કરવામાં આવ્યા હતા કારણ કે તેઓ GIFT સિટીની નજીકમાં છે. “ત્યાં ગ્રામજનોનું કોઈ સ્થળાંતર થશે નહીં અને ગામડાઓ વિસ્તૃત ગિફ્ટ સિટીનો ભાગ હશે.” રેએ જણાવ્યું કે, સમગ્ર પ્રક્રિયા ખર્ચાળ હોવાથીે અમે જાતે કોઈ સંપાદન કરીશું નહીં. ખાનગી વિકાસકર્તાઓ ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરશે અને તેનો વિકાસ કરશે. વિસ્તરણની પ્રક્રિયા પ્રારંભિક તબક્કામાં છે અને માસ્ટર પ્લાન તૈયાર થયા પછી ખાનગી વિકાસકર્તાઓની ભૂમિકા વધુ સ્પષ્ટ થશે.