GIFT NIFTYની શરૂઆત, પ્રથમ દિવસે જ 1.3 મિલિયન ડોલરનાં કારોબાર 

SGX NIFTY હવે GIFT NIFTY તરીકે ઓળખાશે અને તેમા ટ્રેડિંગની શરૂઆત થતાં તેના પ્રથમ સેશનમાં જ 1.3 બિલિયન ડોલરનો કારોબાર થયો હતો. સોમવારના એક જ સત્રમાં 30 હજારથી વધુ સોદા કરવામાં આવ્યા હતા.  સોદાનો એક નાનો હિસ્સો GIFT નિફ્ટી બેંકનો હતો. ગિફ્ટ નિફ્ટી બ્રાન્ડ હેઠળ અન્ય બે બ્રાન્ડ પણ ઓફર કરાઇ છે જેમાં, ગિફ્ટ નિફ્ટી […]

Share:

SGX NIFTY હવે GIFT NIFTY તરીકે ઓળખાશે અને તેમા ટ્રેડિંગની શરૂઆત થતાં તેના પ્રથમ સેશનમાં જ 1.3 બિલિયન ડોલરનો કારોબાર થયો હતો. સોમવારના એક જ સત્રમાં 30 હજારથી વધુ સોદા કરવામાં આવ્યા હતા.  સોદાનો એક નાનો હિસ્સો GIFT નિફ્ટી બેંકનો હતો. ગિફ્ટ નિફ્ટી બ્રાન્ડ હેઠળ અન્ય બે બ્રાન્ડ પણ ઓફર કરાઇ છે જેમાં, ગિફ્ટ નિફ્ટી ફાયનાન્શિયલ સર્વિસીઝ અને ગિફ્ટ સિટી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટનો સમાવેશ થાય છે. 

વૈશ્વિક સ્તરે લોકપ્રિય એસજીએક્સ હેઠળ  ડેરીવેટિવ કોન્ટ્રાક્ટનું શુક્રવાર સુધી સિંગાપોર એકચેન્જમાં ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના MD અને CEO આશિષ ચૌહાણે પ્રથમ સત્રના અંતને ચિહ્નિત કરવા માટે રિંગિંગ” સમારોહ સમયે જણાવ્યું હતું કે, “આજે, અમે GIFT IFSC પર SGX થી NSE IX માં સમગ્ર લિક્વિડિટી અને ઓપન ઇન્ટરેસ્ટ ટ્રાન્સફર કરવામાં સક્ષમ છીએ. સવારે 6:30 વાગ્યાથી (પ્રથમ સત્ર) એક પણ ફરિયાદ વિના, USD 9.4 બિલિયનથી વધુ ઓપન ઈન્ટરેસ્ટ અને USD 1.3 બિલિયનની નજીક ટ્રેડિંગ થયું છે. ટેક્નોલોજી ઓપરેશન્સ અને રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ્સે સારી રીતે કામ કર્યું છે. આ એક અત્યંત જટિલ પ્રોજેક્ટ હતો, નિયમો, ટેક્નોલોજી અને ક્રોસ બોર્ડર બિઝનેસના દરેક પાસાઓની દ્રષ્ટિએ જે કોઈપણ પ્રકારની ખામી વગર અમલમાં મુકવામાં આવ્યો છે.” GIFT નિફ્ટીની ફુલ-લિક્વિડિટી સ્વિચ 21 કલાક સુધીના બે સત્રો માટે દરરોજ કાર્ય કરશે.

એનએસઈ (NSE) અને SGX વચ્ચેના એરેજમેન્ટ પ્રમાણે  આ ટ્રેડિંગ શિફ્ટ આવી રહ્યું છે. “SGX સાથેનો અમારો કરાર પાંચ વર્ષ માટે છે, જેને બે વર્ષ માટે આગળ વધારી શકાય છે. નફાની વહેંચણી મોટાભાગે 50:50 ના આધારે છે. સિંગાપોર દ્વારા જનરેટ થતા વ્યવસાય માટે, SGX ને 75 ટકા નફો મળશે, જ્યારે IFSC દ્વારા જનરેટ થતા કોઈપણ વ્યવસાય માટે, અમને નફાના 75 ટકા મળશે. NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જના MD અને CEO વી બાલાસુબ્રમણિયમે જણાવ્યું હતું કે, ત્યાં એક થ્રેશોલ્ડ વોલ્યુમ છે જેનાથી આગળ નફો વહેંચણી 50:50 બની જાય છે.

સોમવારના ટ્રેડ વોલ્યુમમાં GIFT નિફ્ટી 50નો હિસ્સો  99 ટકા છે તેમજ સોદાનો એક નાનો હિસ્સો GIFT નિફ્ટી બેંકનો હતો.  અમારી પ્રોડક્ટ 23 વર્ષ પછી અમારી પાસે પાછી આવી છે. લાંબા ગાળે, અમે અપેક્ષા રાખીએ છીએ કે આંતરરાષ્ટ્રીય રોકાણકારો સીધા જ GIFT સિટીમાં આવે હાલમાં 90 ટકા ટ્રેડિંગ વોલ્યુમ SGX મારફતે આવે છે.

આ ઈવેન્ટમાં SGXના CEO લુહ બૂન વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે જણાવ્યું કે, છેલ્લા 2 દાયકાથી SGX પ્રયાસ કરી રહ્યું હતું કે NSE નિફ્ટી બેન્ચમાર્કને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ આવે. અમે ખુબ ઉત્સાહિત છીએ કે વૈશ્વિક સ્તરેથી અમને રોકાણકારોનો સારે પ્રતિસાદ મળી રહ્યો છે.