મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા ગિરીશ બાપટનું નિધન

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પુનાના સાંસદ ગિરીશ બાપટનું પુનાની દીનાનાથ મંગેશકર હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું છે. તેઓને હોસ્પિટલની ઈંટેન્સિવ કેર યુનિટ (ICU) માં ભરતી કરવામાં આવ્યા હતા અને તેમણે લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.  ગિરીશ બાપટના નિધન અંગે ભાજપના  શહેર એકમનાં વડા જગદીશ માલિકે જાણકારી આપી હતી. તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર […]

Share:

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પુનાના સાંસદ ગિરીશ બાપટનું પુનાની દીનાનાથ મંગેશકર હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું છે. તેઓને હોસ્પિટલની ઈંટેન્સિવ કેર યુનિટ (ICU) માં ભરતી કરવામાં આવ્યા હતા અને તેમણે લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. 

ગિરીશ બાપટના નિધન અંગે ભાજપના  શહેર એકમનાં વડા જગદીશ માલિકે જાણકારી આપી હતી. તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે તેમના પુનઅસ્થિત રહેઠાણ કાસબા પેઠ લઈ જવાયો હતો. 

છેલ્લા કેટલાંક મહિનાઓથી તેમની તબિયત સારી રહેતી નહતી. તેમની તબિયત નાદુરસ્ત હોવા છતાં તેમણે કાસબા પેઠ ખાતે યોજાયેલી પેટા છૂટણીનાં પ્રચારમાં ભાગ લીધો હતો. આ બેઠક પરથી તેઓ 1995 થી 2019 સુધી સતત પાંચ વાર પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. 

તેમણે  2019 માં કાંગ્રેસના ઉમેદવારને હરાવીને ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી. તેમણે મહારાષ્ટ્રના વિકાસના ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે અને ખાસ કરીને પૂના શહેરના વિકાસમાં તેમનું કામ નોંધપાત્ર રહ્યું છે. તેમનું નિધન દૂ;ખ દાયક છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટ કરી જણાવ્યું હતું. 

મોદી ઉમેર્યું કે, મહારાષ્ટ્રના ભાજપને ઊભું કરવામાં અને મજબૂત કરવામાં તેઓનો ફાળો અનન્ય છે અને તેઓ લોકોનાં કલ્યાણ માટે હંમેશા ઉપલબ્ધ રહેતા હતા. તેમનું સારું કામ અનેક લોકોને પ્રેરણાદાયી રહ્યું છે. 

છેલ્લા થોડા દિવસોમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી , કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્રના અપ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, એનસીપીના વડા શરદ પવાર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગિરીશ બાપટને તેમનાં રહેઠાણે મળ્યા હતા અને તેમની તબિયત અંગે પૃચ્છા કરી હતી. 

શ્રી બાપટ શહેરમાં પક્ષનો ચહેરો હતા અને પક્ષના વિકાસ માટે તેમનો ફાળો અત્યંત મહત્વનો છે. તેઓ રાજ્યના કેવીનેટ મિનિસ્ટર અને પુનાના ગાર્ડીયન મિનિસ્ટર પણ હતા. તેઓ રશ્રીય સ્વયં સેવક સંઘનાં નિષ્ઠાવાન અનુયાયી હતા. 

તેમનું મૃત્યુએ પક્ષ અને શહેર માટે મોતી ખોટ સમાન છે. તેમ બીજેપીના રાજ્યના એકમનાં વડા ચંદ્રશેખર બાવનફૂલેએ જણાવ્યું હતું. 

તેઓ 72 વર્ષીય હતા અને તેમના પરિવારમાં તેમના પત્ની પુત્ર અને પુત્રવધૂ છે. તેમનો ઈલાજ છેલ્લા દોઢ વર્ષથી શહેરની હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. તેમના નિધન બાદ ભાજપ પક્ષના કાર્યકરો હોસ્પિટલ નજીક એકત્ર થઈ ગયા હતા. પક્ષના વરિષ્ઠ નેતાઓ જેમકે ચંદ્રકાંત પાટિલ અને દેવેન્દ્ર ફડણવીસ વગેરે  સમાચાર સાંભળતા જ પૂના જવા રવયના થઈ ગયા હતા. 

શહેરમાં તેમના ચાહકો ઘણા હતા અને તેમના નિધનથી શહેરના લોકોમાં દુ:ખની લહેર વ્યાપી ગઈ છે.