રાજકોટમાં યુવતીએ માતાપિતા દ્વારા ભેદભાવને કારણે જીવન ટૂંકાવી દીધું

રાજકોટમાં હાલમાં જ એક યુવતીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હોવાનો કિસ્સો બન્યો છે. તેનાં માતા અને પિતા તેની અને તેનાં ભાઈ વચ્ચે ભેદભાવ કરતાં હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનું તેણે  લખેલી સુસાઇડ નોંધમાં જણાવ્યું છે.   આ યુવતી વીસ વર્ષની હતી અને કોલેજમાં અભ્યાસ કરતી હતી જાણવા મળેલી વિગત અનુસાર  યુવતીએ રવિવારે […]

Share:

રાજકોટમાં હાલમાં જ એક યુવતીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હોવાનો કિસ્સો બન્યો છે. તેનાં માતા અને પિતા તેની અને તેનાં ભાઈ વચ્ચે ભેદભાવ કરતાં હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનું તેણે  લખેલી સુસાઇડ નોંધમાં જણાવ્યું છે.  

આ યુવતી વીસ વર્ષની હતી અને કોલેજમાં અભ્યાસ કરતી હતી જાણવા મળેલી વિગત અનુસાર  યુવતીએ રવિવારે સાંજે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. તેણીના રૂમમાંથી મળેલી એક નોંધમાં, અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીએ આરોપ મૂક્યો હતો કે તેના માતાપિતા તેની અને તેના નાના ભાઈ વચ્ચે ભેદભાવ કરતા હતા. યુનિવર્સિટી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. 

મૃતક દેવાંગી ત્રાડા જ્યારે રવિવારે સાંજે  તેના ઘરે એકલી હતી ત્યારે તેણે આ પગલું ભર્યું હતું. તેના માતા-પિતા તેમના સંબંધીના ઘરે ગયા હતા અને તેનો ભાઈ તેના મિત્રના જન્મદિવસની પાર્ટીમાં ભાગ લેવા બહાર ગયો હતો. આથી તેને એકાંત મળતા તેણે આ પગલું લીધું હોય તેવું લાગી રહ્યું છે. 

દેવાંગીનો પરિવાર બે માળના મકાનમાં રહે છે. પહેલા માળે દેવાંગીના કાકા અને કાકી રહેતા હતા જ્યારે તેમનો પરિવાર ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતો હતો. દેવાંગીના માતા-પિતાને આવતા વાર લાગવાની હોવાથી દેવાંગીની કાકી તેને જોવા નીચે તેની પાડે આવી હતી પરંતુ અનેકવાર  દરવાજો ખખડાવવા છતાં તેણે દરવાજો ન ખોલતા   દેવાંગીની કાકીને શંકા ગઈ. તેણે દરવાજો તોડીને જોયું તો દેવાંગી છત સાથે લટકતી જોવા મળી હતી. તેણીને રૂમમાંથી એક ચિઠ્ઠી પણ મળી જેની જાણ તેનાં કાકીએ  પોલીસ અને તેના માતાપિતાને કરી હતી. તરત જ પોલિસે ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. 

દેવાંગીએ  તેની નોંધમાં જણાવ્યું છે કે મારાથી નાંનાં ભાઈને તેનાં માતાપિતાએ મોબાઈલ ખરીદી આપ્યો હતો જ્યારે તેમણે મને અપાવવાની નાં પડી હતી. તેઓ અમારા વચ્ચે ભેદભાવ રાખે છે અને  મારા પરિવારને મારા માટે કોઈ લાગણી નથી અને તેનાં કારણે હું હતાશ થઈને હું આ પગલું ભરી રહી છું. 

આજકાલ એવા અનેક કિસ્સા સામે આવે છે જેમાં ઘણાં લોકો સામાન્ય વાતમાં આપઘાત કરી લે છે. આત્મહત્યા કરનારા મોટા ભાગે 15થી 25 વર્ષના યુવાનો હોય છે. 

મનોચિકિત્સકે આપેલી માહિતી પ્રમાણે 15 થી 25 વર્ષના યુવા આત્મહત્યા કરી લેતા હોય છે આપણા મગજમાં મલ્ટી ફેકટોરિયલ નામનું એક સેન્ટર હોય છે જે આપણને સાચું અને ખોટું કોઈ પણ નિર્ણય લેવામાં મદદ કરતું હોય છે. યુવાનોમાં એ સેન્ટર પૂરતું ડેવલપ થતું નથી.  જેને  કારણે તેઓ જીવનમાં યોગ્ય નિર્ણય લઈ શકતા નથી.