બેન્કિંગ ક્ષેત્રની વૈશ્વિક કટોકટી ભારતીય આઈ ટી કંપનીઓ માટે મુસીબત સાબિત થશે

ભારતીય આઈ ટી કંપનીઓની કામગીરી માટે આગામી છ મહિના મુશ્કેલ રહેશે  જેમાં વેપારમાં મંદી અને નિર્ણય લેવામાં વિલંબ થઈ શકે છે પરંતુ, 2024માં મજબૂત વૃદ્ધિ જોવા મળશે કારણ કે ઘણી બેન્કિંગ, ફાયનાન્સ અને સર્વિસ ક્ષેત્ર (BFS) કંપનીઓને  તેમના આઇટી પ્રોજેક્ટમાં વિલંબ કરવાનું પરવડી શકે તેમ નથી, તેવું નિષ્ણાતોએ જણાવ્યું હતું. તાજેતરમાં  યુ.એસ. અને યુરોપમાં બેન્કિંગ […]

Share:

ભારતીય આઈ ટી કંપનીઓની કામગીરી માટે આગામી છ મહિના મુશ્કેલ રહેશે  જેમાં વેપારમાં મંદી અને નિર્ણય લેવામાં વિલંબ થઈ શકે છે પરંતુ, 2024માં મજબૂત વૃદ્ધિ જોવા મળશે કારણ કે ઘણી બેન્કિંગ, ફાયનાન્સ અને સર્વિસ ક્ષેત્ર (BFS) કંપનીઓને  તેમના આઇટી પ્રોજેક્ટમાં વિલંબ કરવાનું પરવડી શકે તેમ નથી, તેવું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

તાજેતરમાં  યુ.એસ. અને યુરોપમાં બેન્કિંગ સેક્ટરમાં બનેલી શ્રેણીબદ્ધ ઘટનાઓ ભારતીય IT સેવાઓ કંપનીઓને અસર કરી શકે છે કારણ કે ગ્રાહકો હાલમાં ડરી ગયા છે, નિષ્ણાતોએ જણાવ્યું હતું.

NASSCOM ના 2023 વ્યૂહાત્મક સમીક્ષા અહેવાલ અનુસાર બેન્કિંગ, 40 ટકા ઉપરાંત  ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સ (BFSI) ક્ષેત્રની  ભારતીય IT કંપનીઓની આવકનો નોંધપાત્ર હિસ્સો બનાવે છે. વર્તમાન કટોકટીએ આ કંપનીઓની ચિંતામાં વધારો કર્યો છે, તેઓ પહેલેથી જ ઓછી માંગ અને મેક્રો ઇકોનોમિક ક્ષેત્રને કારણે  તણાવમાં છે ત્યારે નજીકના ભવિષ્યમાં નવા સોદામાં કમી આવવાની સકીતા છે. 

એચએફએસ (HFS) રિસર્ચના સીઇઓ  અને સ્થાપક ફિલ ફેર્શ્ટના જણાવ્યા અનુસાર, ઘણા ગ્રાહકોમાં ગભરાટની સ્થિતિ છે. “અસ્થિરતા અને અનિશ્ચિતતા સોદા અંગેનાં નિર્ણયોને ધીમાં  પાડશે કારણ કે બેંકો અવલોકન કરે છે કે વર્તમાન કટોકટીનો સમયગાળો કેવી રીતે આકાર લે છે. આનાથી નિર્ણાયક ક્ષેત્રોમાં ટૂંકા ગાળાનાં જોડાણો થઈ શકે છે જેને નાકારી ન શકાય.  જેમ કે,  સાયબર સુરક્ષા અનુપાલન અને એપ્લિકેશન આધુનિકીકરણ પ્રોજેક્ટ્સને અંતિમ સ્વરૂપ આપવું,” 

સિલિકોન વેલી બેંક, સિલ્વરગેટ, ક્રેડિટ સુઈસ અને યુબીએસ જેવી તાજેતરમાં સમાચારોમાં આવેલી બેંકો વિવિધ આઈટી કંપનીઓના ગ્રાહકો છે.

ફર્શ્ટે જણાવ્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે મોટી બેંકોનો ખર્ચ પ્રમાણમાં મજબૂત રહેશે, ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં કારણ કે એચએસબીસીએ એસવીબી યુ કે અને યુબીએસ એ ક્રેડિટ સુઈસ  HSBC SVB UK અને UBS ક્રેડિટ સુઈસને ટેકઓવેર કરી છે. હજુ પણ વધુ જોડાણની શક્યતાઓ છે જે  વધુ  IT સેવાઓની જરૂરિયાતો તરફ દોરી જશે. 

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના IT વિશ્લેષક મુકુલ ગર્ગે જણાવ્યું હતું વર્તમાન પરિસ્થિતિ યુએસ અને યુરોપીયન બેંકો દ્વારા ખર્ચ પર નજીકના ગાળાના દબાણનું કારણ બને તેવી શક્યતા છે.
“અમે હજી પણ પરિસ્થિતિ કઇ દિશામાં આગળ વધી રહી છે તે ચકાસી રહ્યા છે.  અસર મોટે ભાગે IT સેવાઓ કંપનીઓ માટે માર્ચ સુધી મર્યાદિત રહેશે. Q4માં તેમની આવક પર થોડી અસર થશે, પરંતુ અસર ચાલુ રહેશે કે તે અંગે હજુ વધુ સ્પષ્ટતા નથી.