Google featureમાં વધુ એક કાર ક્રેશ ડિટેક્શન ફીચર ઉમેરાયું, જાણો તેની ઉપયોગિતા

Google feature: ગૂગલ દ્વારા ભારતમાં કાર ક્રેશ ડિટેક્શન (Car crash detection) ફીચર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી આ સેવા અમેરિકા સહિતના અમુક દેશોમાં જ ઉપલબ્ધ હતી પરંતુ હવે તેને ભારત સહિત કુલ 20 દેશોમાં ગૂગલ પિક્સેલ ફોન પર લાઈવ કરી દેવામાં આવી છે.  નવાં Google featureની વિશેષતા નામથી જ જાણી શકાય છે કે […]

Share:

Google feature: ગૂગલ દ્વારા ભારતમાં કાર ક્રેશ ડિટેક્શન (Car crash detection) ફીચર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી આ સેવા અમેરિકા સહિતના અમુક દેશોમાં જ ઉપલબ્ધ હતી પરંતુ હવે તેને ભારત સહિત કુલ 20 દેશોમાં ગૂગલ પિક્સેલ ફોન પર લાઈવ કરી દેવામાં આવી છે. 

નવાં Google featureની વિશેષતા

નામથી જ જાણી શકાય છે કે આ ફીચર કાર દુર્ઘટના સમયે ઉપયોગી બની રહેશે. આ ગૂગલ ફીચર કારનો અકસ્માત થતા તો નહીં રોકી શકે પરંતુ તે એક ઈમરજન્સી ફીચર છે જે યુઝરને ઈમરજન્સી મદદ પહોંચાડવામાં મદદરૂપ બનશે. ભારત સહિતના અનેક દેશોમાં રોડ અકસ્માતના કારણે થતાં મૃત્યુ પાછળનું એક મોટું કારણ એ પણ છે કે, ઘાયલ વ્યક્તિને સમયસર મેડિકલ સુવિધા નથી મળી શકતી. 

આ નવું ગૂગલ ફીચર (Google feature) અકસ્માત સમયે મદદ પહોંચાડવામાં ઉપયોગી બનશે. ગૂગલના પિક્સલ ફોનમાં રહેલું આ કાર ક્રેશ ડિટેક્શન (Car crash detection) ફીચર જ્યારે કોઈ રોડ અકસ્માતની ઘટના બનશે ત્યારે એક્ટિવ થઈ જશે અને ઓટોમેટિક રીતે ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર પર કોલ કરી આપશે જેથી ઈમરજન્સી મદદ મળી રહે. 

વધુ વાંચો: નવા ફીચરમાં genAIનો ઉપયોગ કરીને બનાવી શકાશે મનગમતું પ્લેલિસ્ટ આર્ટવર્ક

જાણો કયા ફોનમાં મળશે આ સુવિધા

કાર ક્રેશ ડિટેક્શન (Car crash detection) ફીચરને ગૂગલ પિક્સેલ 4A અને તેના પછી લોન્ચ કરવામાં આવેલા તમામ પિક્સેલ ફોનમાં આપવામાં આવશે. ગૂગલનું આ ઈમરજન્સી એલર્ટ ફીચર અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેંચ સહિત 20 ભાષાઓને સપોર્ટ કરશે. નોંધનીય છે કે, ગૂગલ પહેલા એપલ દ્વારા આઈફોન યુઝર્સ માટે કાર ક્રેશ ડિટેક્શન ફીચર લોન્ચ કરવામાં આવેલું છે. 

ત્યારે કહી શકાય કે, ગૂગલ કંપની એપલના આઈફોનની પાછળ હાથ ધોઈને પડી ગઈ છે અને પોતાના ફોનમાં પણ આ પ્રકારનું ફીચર ઉપલબ્ધ કરાવી આપ્યું છે જે ઈમરજન્સીની સ્થિતિમાં વ્યક્તિનો જીવ બચાવી શકવા માટે ઉપયોગી બને. 

વધુ વાંચો:Google featureમાં વધુ એક કાર ક્રેશ ડિટેક્શન ફીચર ઉમેરાયું, જાણો તેની ઉપયોગિતા

આ રીતે કરો એક્ટિવેટ

પિક્સેલ ફોનમાં આ નવું ગૂગલ ફીચર (Google feature) એક્ટિવેટ કરવા માટે સૌથી પહેલા તો તમારે એપ્લિકેશનના સેટિંગ્સ ઓપ્શનમાં જવું પડશે. ત્યાર બાદ સેફ્ટી એન્ડ ઈમરજન્સી સેક્શનમાં કાર ક્રેશ ડિટેક્શન ફીચર પર ટેપ કરી ગૂગલ એકાઉન્ટ લોગઈન કરવું પડશે. ઉપરાંત તેમાં લોકેશન એક્સેસ પણ આપવી પડશે અને આ સ્ટેપ્સ ફોલો કરવાથી કાર ક્રેશ ડિટેક્શન ફીચર ગૂગલના પિક્સેલ ફોનમાં એક્ટિવ થઈ જશે. 

કઈ રીતે આપશે એલર્ટ?

જો કાર અકસ્માતની દુર્ઘટના બને તો ગૂગલ પિક્સેલ ડિવાઈસ વાઈબ્રેટ થશે અને મેક્સિમમ લેવલ પર એક એલાર્મ સાઉન્ડ જનરેટ કરશે. સાથે જ ઓટોમેટિક ઈમરજન્સી કોન્ટેક નંબર પણ ડાયલ થઈ જશે.