Google Chromeના યુઝર્સ માટે સરકારે જાહેર કરી ચેતવણી, તરત આ કામ પતાવો

Google Chrome માટે સરકારે એક ખાસ એડવાઈઝરી જારી કરી છે. સરકારની સુરક્ષા એજન્સી કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ ગૂગલ ક્રોમના યુઝર્સ માટે ચેતવણી જારી કરી છે. ગૂગલ ક્રોમના યુઝર્સે સાવધાન થવાની જરૂર છે. ગૂગલ ક્રોમમાં ઘણી ખામીઓ છે જે યુઝર્સના ડેટા અને સિસ્ટમને ખરાબ રીતે અસર કરી શકે છે. ગૂગલ ક્રોમ (Google Chrome)એ હજુ […]

Share:

Google Chrome માટે સરકારે એક ખાસ એડવાઈઝરી જારી કરી છે. સરકારની સુરક્ષા એજન્સી કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ ગૂગલ ક્રોમના યુઝર્સ માટે ચેતવણી જારી કરી છે. ગૂગલ ક્રોમના યુઝર્સે સાવધાન થવાની જરૂર છે. ગૂગલ ક્રોમમાં ઘણી ખામીઓ છે જે યુઝર્સના ડેટા અને સિસ્ટમને ખરાબ રીતે અસર કરી શકે છે. ગૂગલ ક્રોમ (Google Chrome)એ હજુ થોડા દિવસ પહેલાં જ યુઝર્સને લેટેસ્ટ અપડેટ આપ્યું હતું. તે પછી આ ચેતવણી અપાઈ છે.

Google Chrome હેકર્સના રડારમાં

કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ આ બાબતને ખૂબ જ ઉચ્ચ જોખમમાં મુકી છે. આ ખામીઓ પર કામ કરવામાં આવી રહ્યું છે જેથી યુઝર્સને જોખમમાંથી દૂર કરી શકાય. CERT-Inએ આ અંગે ગૂગલને જાણ કરી છે. હેકર્સ યુઝરના ડિવાઈસમાં કોડને એક્ઝિક્યુટ કરીને અને સુરક્ષાને બાયપાસ કરવાનું કામ કરે છે. જેના કારણે ગૂગલ ક્રોમના (Google Chrome) યુઝરની અંગત માહિતી લીક થાય છે અને હેકર્સ તેનો દુરુપયોગ કરે છે.

વધુ વાંચો: ગૂગલે લોન્ચ કર્યું અર્થક્વેક એલર્ટ નામનું નવું ફીચર, ભૂકંપ પહેલા આપશે ચેતવણી

ગૂગલ ક્રોમ (Google Chrome) બ્રાઉઝરમાં ઘણી સુરક્ષા ખામીઓ છે જે હેકર્સને તમારા કમ્પ્યુટર પર નિયંત્રણ મેળવવામાં મદદ કરી શકે છે. આ ખામીઓમાં પ્રોમ્પ્ટ, વેબ પેમેન્ટ્સ API, નેવિગેશન, ઈન્ટેન્ટ્સ, ડાઉનલોડ્સ, એક્સ્ટેંશન API, ઓટોફિલ, ઈન્સ્ટોલર, SwiftShader, Vulkan, Video અને WebRTCનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હેકર્સ વીડિયોમાં હીપ બફર ઓવરફ્લો અથવા PDFમાં ઈન્ટીજર ઓવરફ્લોનો પણ ઉપયોગ કરી શકે છે. ગૂગલ ક્રોમના યુઝર્સ માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે હેકર્સ યુઝરને કોઈપણ દૂષિત વેબસાઈટ પર લઈ જાય છે જે સંવેદનશીલ ડેટાની ચોરી તરફ દોરી શકે છે.

આ જોખમમાંથી કેવી રીતે બચી શકાય છે?

સાયબર ક્રાઈમથી સુરક્ષિત રહેવા માટે કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ યુઝર્સને શક્ય તેટલી વહેલી તકે ગૂગલ ક્રોમ (Google Chrome) અપડેટ કરવા જણાવ્યું છે. આ અપડેટ કરવા માટે નીચે પ્રમાણેના સ્ટેપ ફોલો કરો:

  • સૌ પ્રથમ તમારા ડિવાઈસ પર ગૂગલ ક્રોમ (Google Chrome) બ્રાઉઝર ઓપન કરો.
  • ત્યારબાદ વિન્ડોની ઉપર જમણા ખૂણામાં આવેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.
  • ત્યારબાદ હેલ્પ સેક્શન પર જાઓ અને ગૂગલ ક્રોમ પસંદ કરો.
  • જો અપડેટ ઉપલબ્ધ હોય તો ગૂગલ ક્રોમ ડાઉનલોડ કરો અને ઈન્સ્ટોલ કરો.
  • એકવાર ગૂગલ ક્રોમ અપડેટ થઈ ગયા બાદ ફરીથી ઓપન કરો.

વધુ વાંચો: સસ્તામાં ફ્લાઈટ બુક કરવા માટે ગૂગલ લાવ્યું ધમાકેદાર ફીચર ‘Google Flights’

આ રીતે, તમે તમારા ગૂગલ ક્રોમ (Google Chrome) અપડેટ કરીને તમારી જાતને હેકિંગ અને સાયબર ચોરીથી સરળતાથી સુરક્ષિત કરી શકો છો. આ સાથે ગૂગલ ક્રોમ યુઝર્સને આ બ્રાઉઝરના એડવાન્સ વર્ઝનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.