દિલ્હીમાં પૂરની સ્થિતિ વચ્ચે કન્જક્ટિવાઈટિસની સમસ્યામાં વધારો

દિલ્હીમાં એક તરફ યમુના નદીના પૂરને કારણે લોકો ત્રસ્ત થયા છે તો બીજી બાજુ આંખોનો એક પ્રકારનો ચેપ જેને કન્જક્ટિવાઈટિસ તરીકે ઓળખાય છે તેણે માજા મુકી છે. આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજના જણાવ્યા અનુસાર, દિલ્હીના રાહત શિબિરોમાં જ્યાં પૂરથી અસરગ્રસ્ત લોકોને રાખવામાં આવ્યા છે ત્યાં કન્જક્ટિવાઈટિસ અને ત્વચાની એલર્જીના કેસો નોંધવામાં આવી રહ્યા છે. સૌરભ ભારદ્વાજે […]

Share:

દિલ્હીમાં એક તરફ યમુના નદીના પૂરને કારણે લોકો ત્રસ્ત થયા છે તો બીજી બાજુ આંખોનો એક પ્રકારનો ચેપ જેને કન્જક્ટિવાઈટિસ તરીકે ઓળખાય છે તેણે માજા મુકી છે. આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજના જણાવ્યા અનુસાર, દિલ્હીના રાહત શિબિરોમાં જ્યાં પૂરથી અસરગ્રસ્ત લોકોને રાખવામાં આવ્યા છે ત્યાં કન્જક્ટિવાઈટિસ અને ત્વચાની એલર્જીના કેસો નોંધવામાં આવી રહ્યા છે. સૌરભ ભારદ્વાજે દિલ્હીની સરકારી હોસ્પિટલની મુલાકાત દરમિયાન જણાવ્યું કે, તમામ સરકારી વિભાગોને પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે યમુના નદીમાં જળસ્તર વધવાને કારણે પૂરની અસર મુખ્યત્વે દિલ્હીના પૂર્વ અને ઉત્તરપૂર્વીય ભાગોમાં થઈ છે. પૂર પછી ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા રોગોમાં વધારો થવાની ચિંતા છે, પરંતુ આવા કેસ હાલમાં જોવા મળ્યા નથી. તેના બદલે, રાહત શિબિરોમાં નોંધાયેલા મોટાભાગના કેસો કન્જક્ટિવાઈટિસ અને ત્વચાની એલર્જીથી સંબંધિત છે.

દિલ્હીમાં યમુના નદીના પાણીના સ્તરમાં થયેલા નજીવા વધારા અંગે સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે, ઉત્તર ભારતના ભાગોમાં તાજેતરના વરસાદ અને ડ્રેનેજ સિસ્ટમને કારણે  શહેરમાં નદી વહેતી થઈ છે. સોમવારે સવારે પાણીનું સ્તર  205.52 મીટરથી વધીને 205.58 મીટર થયું હતું.

સૌરભ ભારદ્વાજે એ પણ ઉલ્લેખ કર્યો કે, યમુના નદી પરના બંધ હથનીકુંડ બેરેજના ડેટાની જાણકારી પરથી ભવિષ્યની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં સરળતા રહેશે. બુધવારે, યમુના નદી  207.71 મીટરની ઉંચાઈએ પહોંચી હતી, વર્ષ 1978માં 207.49 મીટરના તેના અગાઉના રેકોર્ડને વટાવી દીધું હતું. આના પરિણામે દિલ્હીના ઘણા વિસ્તારોમાં પૂર આવ્યું. જો કે, ત્યારબાદ પાણીના સ્તરમાં ધીમે ધીમે ઘટાડો થયો હતો, શુક્રવારે રાત્રે 11 વાગ્યે સ્તર 207.98 મીટર સુધી નોંધાયું હતું, જે 205.33 મીટરના ભયના નિશાનથી ત્રણ મીટર ઉ

યમુના નદીના પાણીના સ્તરમાં નોંધાયેલ વધઘટના કારણે, દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશીએ લોકોને રાહત શિબિરોમાં રહેવા વિનંતી કરી હતી. તેમણે રવિવારે હરિયાણાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થવાને કારણે સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા વ્યક્ત કરી હતી.

હાલમાં ભારે વરસાદ થવાને કારણે દિલ્હી તેની સૌથી ભયાનક, પૂર જેવી પરિસ્થિતિ સામે લડી રહ્યું છે. યમુના નદી 45 વર્ષમાં તેના સર્વોચ્ચ જળસ્તર પર પહોંચી છે, જેમાં 25,000થી વધુ લોકોને પાણીમાં ડૂબી ગયેલા વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.  દિલ્હીમાં પૂરના કારણે યમુના નદીનું જળસ્તર વધ્યું છે. તેની સપાટી સતત ઊંચી જઈ રહી છે તેના કારણે દિલ્હી સરકારે દ્વારા લોકોને પુરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાછા ન ફરવાની સલાહ આપવામાં આવી રહી છે. અધિકારીઓ અને રાહત કાર્યકરો પાણીના સ્તરને નિયંત્રિત કરવા માટે જામ થયેલા ફ્લડગેટ્સ ખોલવા અને તૂટેલા ડ્રેઇન રેગ્યુલેટરને રિપેર કરવાનું કામ કરી રહ્યા છે.પર હતું.