દાઉદ ગેંગની માફક યુપીમાં બિશ્નોઈ ગેંગનો ઉદય 

ઉત્તર ભારતમાં બિશ્નોઈ ગેંગ વિકસી રહી છે અને જેવી રીતે 90નાં દાયકામાં દાઉદ ગેંગ વિકસી હતી તેવી જ રીતે આ લોરેન્સ ગેંગ વિકસી રહી છે.  નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી એ એક ચાર્જશીટ દાખલ કરી છે અને તે પ્રમાણે જે રીતે વોન્ટેડ આતંકવાદી, ડ્રગ કિંગપીન દાઉદ ઈબ્રાહીમ 1990નાં દાયકામાં કામ કરતો હતો તે જ પ્રમાણે  ઉત્તર ભારતમાં […]

Share:

ઉત્તર ભારતમાં બિશ્નોઈ ગેંગ વિકસી રહી છે અને જેવી રીતે 90નાં દાયકામાં દાઉદ ગેંગ વિકસી હતી તેવી જ રીતે આ લોરેન્સ ગેંગ વિકસી રહી છે. 

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી એ એક ચાર્જશીટ દાખલ કરી છે અને તે પ્રમાણે જે રીતે વોન્ટેડ આતંકવાદી, ડ્રગ કિંગપીન દાઉદ ઈબ્રાહીમ 1990નાં દાયકામાં કામ કરતો હતો તે જ પ્રમાણે  ઉત્તર ભારતમાં તેનો ઉદય થઈ રહ્યો છે.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની તેના આતંકી નેટવર્કને વિસ્તૃત કરવાની વ્યૂહરચના 1990ના દાયકામાં દાઉદ ઈબ્રાહિમને મળતી આવે છે. જેવી રીતે દાઉદે તેનું નેટવર્ક બનાવ્યું હતું તેના જેમ જ આ ગેંગ તેનું સામ્રાજ્ય વિકસાવી રહી છે.  નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ કાવતરાના કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં જણાવ્યું હતું.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ જણાવ્યું કે, લોરેન્સ બિશ્નોઇ દ્વારા તેની આતંકી સિન્ડીકેટ ફેલાવવા માટે જે રસ્તો અપનાવ્યો છે તે હૂબહૂ દાઉદ દ્વારા કરાયેલા રસ્તાઓ સાથે મેળ ખાય છે.  

લોરેન્સ બિશ્નોઈ અને તેના આતંકવાદી સિન્ડિકેટના વિકાસમાં ખૂબ જ સમાનતા છે. જે પ્રમાણે એક વોન્ટેડ આતંકવાદી, ગેંગસ્ટર અને ડ્રગ કિંગપિન આતંકવાદી સિન્ડિકેટ ડી-કંપનીનું નેતૃત્વ કરે છે તે જ પ્રમાણે બિશ્નોઈ ગેંગ કરી રહી છે. 

આ ગેંગ પહેલા નાના ગુનાઓ સાથે સંકળાયેલી હતી પરંતુ હવે તેણે તેની ગેંગ બનાવી છે અને હવે તેની પાસે ઉત્તર ભારતમાં 700 કરતાં પણ વધારે શૂટર્સ છે.

આ બધા પંજાબ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, ઝારખંડ સુધી ફેલાવવામાં સફળ થયા છે અને તેઓ લોરેન્સ બિશ્નોઈના સહયોગી ગોલ્ડી બ્રારની મદદથી શક્ય બન્યું છે. આ ગેંગ યુવાનોને સોશિયલ મીડિયા દ્વારા ભરતી કરે છે અને તેમને કેનેડામાં તેમનું જીવન પસાર થશે તેવું પ્રોત્સાહન આપે છે. જેમાં યુવાનો ફસાઈ જાય છે. ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંડાએ પંજાબમાં ગુનાહિત પ્રવૃત્તિ માટે તેમજ ટાર્ગેટ કિલિંગ માટે બિશ્નોઈ ગેંગના શૂટરોને કામે લગાડ્યા હતા.  

NIAએ એન લો ફૂલ એક્ટિવિટીઝ (પ્રીવેન્શન) એમેન્ડમેન્ટ હેઠળ કોર્ટમાં લોરેન્સ બિશ્નોઇ, ગોલડી બ્રાર અને અન્ય 16 ગેંગસ્ટર સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે. 

હાલમાં જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનો મુખ્ય ષડયંત્રકાર લોરેન્સ બિશ્નોઈ  ગુજરાત ATSની કસ્ટડીમાં છે, ગુજરાત ATSએ જખૌનાં સસરીયામાંથી પાકિસ્તાની બોટમાંથી અંદાજે રૂ. 200 કરોડનો ડ્રગ્સનો જથ્થો બરામદ કર્યો હતો જેનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઈએ આપ્યો હોવાનું સામે આવ્યું હતું.