આપ પાર્ટીના ભાવનગરના યુવા નેતા જાડેજાની ધરપકડ 

પોલીસ દ્વારા કલાકોની પૂછપરછ બાદ ભાવનગરના આપ પાર્ટીના યુવા પાંખના નેતા યુવરાજ સિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર બે વ્યક્તિ પાસેથી રૂપિયા એક કરોડની રકમ વસૂલવાનો આરોપ છે.   ભાવનગર રેન્જના IGP ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, યુવરાજસિંહ જાડેજાએ આ કેસના મુખ્ય સૂત્રધાર મનાતા પ્રકાશ દવે પાસેથી રૂ. 45 લાખ અને ડમી ઉમેદવારોના […]

Share:

પોલીસ દ્વારા કલાકોની પૂછપરછ બાદ ભાવનગરના આપ પાર્ટીના યુવા પાંખના નેતા યુવરાજ સિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર બે વ્યક્તિ પાસેથી રૂપિયા એક કરોડની રકમ વસૂલવાનો આરોપ છે.  

ભાવનગર રેન્જના IGP ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, યુવરાજસિંહ જાડેજાએ આ કેસના મુખ્ય સૂત્રધાર મનાતા પ્રકાશ દવે પાસેથી રૂ. 45 લાખ અને ડમી ઉમેદવારોના રેકેટમાં પ્રદીપ બારૈયા પાસેથી તેમની કથિત સંડોવણી માટે પત્રકાર પરિષદમાં તેમના નામ જાહેર ન કરવા રૂ. 55 લાખની માંગણી કરી હતી. પરંતુ સોદો રૂ. 45 લાખમાં નક્કી થયો હતો. 

ભાવનગર પોલીસે વિવિધ સરકારી જગ્યાઓ માટે સ્પર્ધાત્મક અને સરકારી પરીક્ષા આપ્યા વિના ઉમેદવારોને નોકરી અપાવવાના રેકેટમાં 14 લોકોની ધરપકડ કરી છે. IGP ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, 5 એપ્રિલે તેમની પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજસિંહ જાડેજાએ તેમના નામ જાહેર કર્યા ન હતા. પ્રકાશ દવે પર ડમી ઉમેદવારોના રેકેટનો માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ છે જેનો તાજેતરમાં પર્દાફાશ થયો હતો. 

ભાવનગર પોલીસે જણાવ્યું કે, આ મહિનાની શરૂઆતમાં કથિત ડમી ઉમેદવારોના રેકેટનો પર્દાફાશ કરવાનો શ્રેય યુવરાજસિંહ જાડેજાને જાય છે. યુવરાજ સિંહ વિરુદ્ધ કલમ 388, 386 અને 120B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 

કેસની વિગત મુજબ 25 માર્ચે યુવરાજસિંહ જાડેજાના સાથીદારે ડમી ઉમેદવારનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. તેઓએ પ્રકાશ દવેને વિડિયો બતાવ્યો અને જો તેઓ આ કેસમાં તેમનું નામ જાહેર કરવા માંગતા ન હોય તો 70 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું, પણ પછી આ સોદો રૂ. 45 લાખમાં નક્કી થયો હતો.  

ભાવનગર પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે, ડમીકાંડમાં તપાસ ઝડપી કરવામાં આવી છે અને અન્ય પાંચ આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.  શુક્રવારે યુવરાજસિંહ ભાવનગર પોલીસ સમક્ષ હાજર થયા હતા. જ્યાં પુછપરછ બાદ રાત્રે ડોઢ વાગ્યે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. ભાવનગર રેન્જ IGP ગૌતમ પરમારે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે યુવરાજસિંહ પર IPC કલમ 386, 388 અને 120Bની કલમ મુજબ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ, AAP તેમજ કોંગ્રેસે સરકારી નોકરીઓ માટેની ભરતીમાં પેપર લીક અને ડમી ઉમેદવારોના કેસોનો પર્દાફાશ કરવા બદલ યુવરાજસિંહને નિશાન બનાવવાના આરોપ સાથે શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીની ટીકા કરી હતી.

સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીકના અનેક કિસ્સાઓને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો થયા છે, જેમાંથી ઘણાને યુવરાજસિંહ જાડેજાએ ખુલ્લા પાડ્યા હતા.

આ બાબતે ગુજરાતના આપના નેતા ઈસુદાન ગઢવીએ જાણાવ્યું કે, ડમી ઉમેદવાર અને પેપર લીક કરનારાઓ ખુલ્લા ફરી રહ્યા છે જ્યારે યુવરાજસિંહને સરકારે નિશાન બનાવી ધરપકડ કરી છે.