Gujarat Board Exam: ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી

Gujarat Board Exam: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એ ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. જે મુજબ ધોરણ 10 (Class 10) અને 12 (Class 12) બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે.  ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના નિવેદન મુજબ, ગુજરાત માધ્યમિક […]

Share:

Gujarat Board Exam: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એ ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. જે મુજબ ધોરણ 10 (Class 10) અને 12 (Class 12) બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે. 

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના નિવેદન મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ધોરણ 10ની (Class 10) પરીક્ષાઓ અને ધોરણ 12 (Class 12) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ અને વ્યવસાયિક, સંસ્કૃત માધ્યમની પરીક્ષાઓ (Gujarat Board Exam)11 માર્ચ 2024 થી 26 એપ્રિલ 2024 દરમિયાન લેવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમની પરીક્ષાઓ માટેનું સંપૂર્ણ સમયપત્રક GSEB સત્તાવાર વેબસાઇટ એટલે કે gseb.org પર જોઈ શકે છે.

ધોરણ 10 (Class 10) અને ધોરણ 12  (Class 12) વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા (Gujarat Board Exam) 22 માર્ચે સમાપ્ત થશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 માર્ચે સમાપ્ત થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિવેદનમાં જણાવાયુ છે કે ધોરણ 10 સંસ્કૃત પ્રથમ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ 2024ની પરીક્ષાની તારીખ 11 માર્ચ 2024થી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. 

ધોરણ 10 (Class 10) અને ધોરણ 12  (Class 12) વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 1(Gujarat Board Exam) 1 માર્ચથી 22 માર્ચ દરમિયાન યોજાશે. જોકે, ધોરણ-12 પછી લેવાતી ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલના રોજ લેવાશે. આ ઉપરાંત ધોરણ 10 નો પરીક્ષાનો સમય સવારનો રહેશે. જયારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે. 

ગુજકેટની પરીક્ષા બીજી એપ્રિલ 2024ના રોજ લેવાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરાઈ છે. ગુજકેટમાં ચાર વિષયની પરીક્ષા લેવાશે. ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાશે. ધોરણ 12  (Class 12) વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને પેરા મેડિકલ શાખાઓમાં જવા માટે ગુજકેટની પરીક્ષા ખૂબ જ મહત્વની છે. ગુજકેટની પરીક્ષા 02-04-2024 મંગળવારના રોજ સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેંદ્રો ખાતે યોજાશે. 

ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડીંડોર, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પેટેલના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન અને વરિષ્ઠ સચિવોની યોજાયેલી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. 

આ વર્ષના ધોરણ 10ના (Class 10) પરિણામમાં કુલ 734898 વિદ્યાર્થીઓએ પરીક્ષા (Gujarat Board Exam) આપી હતી, જેમાંથી 474893 વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી શક્યા હતા. વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી 64.62 ટકા હતી.