નવસારીમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા

ગુજરાતના નવસારીમાંથી એક હૈયું હચમચાવી દેતી ઘટના સામે આવી છે. નવસારી જિલ્લાના રવાણીયા ગામમાં રવિવારે એક ઘરમાંથી ચાર મહિનાની બાળકી અને તેની સાત વર્ષની બહેન સહિત પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. એક જ પરિવારના ચાર સભ્યોના મોતના સમાચાર ગામમાં વાયુવેગે ફેલાતા ગ્રામવાસીઓમાં ગમગીની છવાઈ ગઈ હતી.  પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી જિલ્લાના રવાણિયા ગામના […]

Share:

ગુજરાતના નવસારીમાંથી એક હૈયું હચમચાવી દેતી ઘટના સામે આવી છે. નવસારી જિલ્લાના રવાણીયા ગામમાં રવિવારે એક ઘરમાંથી ચાર મહિનાની બાળકી અને તેની સાત વર્ષની બહેન સહિત પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. એક જ પરિવારના ચાર સભ્યોના મોતના સમાચાર ગામમાં વાયુવેગે ફેલાતા ગ્રામવાસીઓમાં ગમગીની છવાઈ ગઈ હતી. 

પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી જિલ્લાના રવાણિયા ગામના ચુનીલાલ ગાવિતના લગ્ન તનુજાબેન સાથે થયા હતા અને તેમને સંતાનમાં ૨ દિકરીઓ હતી. ચુનીલાલ એક આયુર્વેદિક કંપનીમાં કામ કરે છે અને ડાંગની કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ બંધાતા, પતિ-પત્ની વચ્ચે ઝગડાઓ અવાર નવાર ચાલુ રહેતા. દરરોજ થતા ઝગડાને અંત આપવાનું નક્કી કર્યું હોય તેમ, પહેલા મોટી દિકરીની હત્યા કરવામાં આવી અને ત્યારબાદ નાની દિકરીની હત્યા કરવામા આવી. આ પગલું ભર્યા બાદ પતિ-પત્ની ઘરની છત સાથે લટકાઈ ગયા હતા. વાંસદા પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, “બે બાળકોના મૃતદેહ જમીન પર પડેલા મળી આવ્યા હતા. દેખીતી રીતે તેમના માતા-પિતા દ્વારા તેઓનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. “પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે દંપતીએ રૂમમાં લટકીને આત્મહત્યા કરતા પહેલા તેમના બે બાળકોની હત્યા કરી હતી. કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તપાસ ચાલુ છે,” ચૌધરીએ ઉમેર્યું.

દંપતીએ આ પગલું કેમ ભર્યું એ હવે પોલીસની તપાસ બાદ જ જાણી શકાશે પરંતુ નાના એવા ગામમાં ૪ લોકોના મૃત્યુના સમાચારથી ગ્રામજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.