વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે મેળવ્યું માર્ગદર્શન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. જાન્યુઆરી 2024માં રાજ્યમાં 10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવા જઈ રહી છે. આ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટેના કર્ટેઈન રેઈઝર કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હતા અને ત્યાં તેમણે વડાપ્રધાન મોદી સાથે બેઠક પણ કરી હતી.  નોંધનીય […]

Share:

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. જાન્યુઆરી 2024માં રાજ્યમાં 10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવા જઈ રહી છે. આ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટેના કર્ટેઈન રેઈઝર કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હતા અને ત્યાં તેમણે વડાપ્રધાન મોદી સાથે બેઠક પણ કરી હતી. 

નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અવાર નવાર વડાપ્રધાન મોદીની મુલાકાત લેતા રહેતા હોય છે અને તેમના સાથે દ્વિપક્ષીય બેઠકમાં વિવિધ મુદ્દે વાતચીત કરતા રહે છે. ત્યારે આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમની સાથે જ વડાપ્રધાન મોદી સાથેની બેઠક પણ યોજાઈ હતી. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં કર્ટેઈન રેઈઝર કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ત્યાર બાદ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024ને લગતા એક કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા. તે કાર્યક્રમમાં 119 દેશોના રાજદ્વારીઓ અને મિશનના વડાઓ પણ હાજર રહ્યા હતા. 

ગુજરાત એ વડાપ્રધાન મોદીનું ગૃહ રાજ્ય છે અને તેમણે જ 20 વર્ષ પહેલા 2003માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદી સાથેની તાજેતરની બેઠકમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંગે ચર્ચા કરી હશે તેમ માનવામાં આવે છે. 

વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પરની પોસ્ટમાં તે બેઠક ખૂબ જ ઉત્સાહવર્ધક રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત તેમણે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન મોદીનું માર્ગદર્શન મેળવ્યું હોવાનું પણ જણાવ્યું હતું. 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વડાપ્રધાન મોદી સાથેની બેઠક દરમિયાન પાર્ટીના અન્ય કોઈ નેતાઓ કે સરકારી અધિકારી હાજર રહ્યા ન હતા. નોંધનીય છે કે, ભૂપેન્દ્ર પટેલે આગામી જાન્યુઆરી 2024માં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા 13 જેટલા અગ્રણી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે વન ટુ વન બેઠકનો પ્રારંભ કર્યો છે.

દિલ્હી પ્રવાસ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ અને રેલવે બોર્ડના ચેરમેન જયા સિંહાની પણ મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાતના વિવિધ રેલવે પ્રોજેક્ટ ધોલેરા ભીમનાથ, અમદાવાદ ધોલેરા, હજીરા સુરત, આબુ અંબાજી, તારંગા વગેરેમાં પ્રગતિ ડીપીઆર અને ટેન્ડર સંદર્ભે ચર્ચા થઈ હતી. તેમણે વિવિધ રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટ અને હાઈ સ્પીડ રેલ કોરિડોર અંગે પણ વિચાર વિમર્શ કર્યો હતો. 

તે સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં પેટીએમના સંસ્થાપક અને સીઈઓ શ્રીવીએલ શર્મા સાથે મુલાકાત કરીને ગુજરાતના ગિફ્ટ સિટી દ્વારા દેશના અન્ય રાજ્યોમાં પેટીએમ કનેક્ટિવિટીનો પ્રોજેક્ટ હાથ ધરવા માટે તત્પરતા વ્યક્ત કરી હતી. ઉપરાંત ગુજરાતના શહેરી વિસ્તારોમાં શેરી ફેરિયાઓ અને નાના દુકાનદારો માટે ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા માટે રાજ્યની નગરપાલિકાઓ સાથે જોડાણ કરવા પણ રસ દાખવ્યો હતો.