ગુજરાત સરકાર પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરવા વિચારણા કરશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે તેમની સરકાર પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરીને ફરજિયાત બનાવતી સિસ્ટમ દાખલ કરવાની શક્યતા તપાસશે, પરંતુ જો તે બંધારણીય જોગવાઈઓ સાથે સુસંગત હોય તો જ તેને લાગું કરવામાં આવશે. આ દરખાસ્ત રાજ્યના પ્રભાવશાળી પાટીદાર સમુદાયના અમુક વર્ગોની માંગણીઓના જવાબમાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે મહેસાણામાં સરદાર પટેલ ગ્રૂપ […]

Share:

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે તેમની સરકાર પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરીને ફરજિયાત બનાવતી સિસ્ટમ દાખલ કરવાની શક્યતા તપાસશે, પરંતુ જો તે બંધારણીય જોગવાઈઓ સાથે સુસંગત હોય તો જ તેને લાગું કરવામાં આવશે. આ દરખાસ્ત રાજ્યના પ્રભાવશાળી પાટીદાર સમુદાયના અમુક વર્ગોની માંગણીઓના જવાબમાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે મહેસાણામાં સરદાર પટેલ ગ્રૂપ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે આ મુદ્દે વાતચીત કરી હતી.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું, “અહીં આવીને (કેબિનેટ મંત્રી) ઋષિકેશ પટેલે મને કહ્યું કે આપણે છોકરીઓ ભાગી જવાની ઘટનાઓ પર ફરીથી વિચાર કરવો જોઈએ અને પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવાના ઉદ્દેશ્ય પર વ્યાપક વિચારણા કરવી જોઈએ. જો બંધારણ તેને સમર્થન આપે છે, તો અમે એક અભ્યાસ હાથ ધરીશું અને શ્રેષ્ઠ સંભવિત પરિણામ મેળવવાનો પ્રયાસ કરીશું.” 

પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવાના વિચારને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું સમર્થન મળ્યું છે.

ઈમરાન ખેડાવાલાએ કહ્યું, “એવા સમયે જ્યારે પ્રેમ લગ્નમાં માતા-પિતાની ઉપેક્ષા કરવામાં આવે છે, ત્યારે સરકાર એક ચોક્કસ સિસ્ટમ બનાવવાનું વિચારી રહી છે જે બંધારણીય રીતે શક્ય છે. મુખ્યમંત્રીએ પ્રેમ લગ્ન માટે માતાપિતાની મંજૂરી પર અભ્યાસ હાથ ધરવાની ખાતરી આપી જો સરકાર વિધાનસભા સત્રમાં આવો કાયદો લાવે તો, તો મારું સમર્થન તેમની સાથે છે.”

પ્રેમ લગ્ન દ્વારા બળજબરીપૂર્વક અથવા કપટપૂર્ણ ધર્મ પરિવર્તનને સજા આપવા માટે રાજ્ય સરકારે 2021માં ગુજરાત સ્વતંત્રતા અધિનિયમમાં સુધારો કર્યો હતો. સુધારેલા કાયદા હેઠળ, જો કોઈ વ્યક્તિ દોષિત સાબિત થાય તો 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે.

ગુજરાત હાઈકોર્ટે પાછળથી આ એક્ટની કેટલીક વિવાદાસ્પદ કલમો પર સ્ટે મૂક્યો હતો અને તેના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં તેની સુનાવણી બાકી છે.

માર્ચમાં ગુજરાત વિધાનસભામાં ચર્ચા દરમિયાન, ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે પ્રેમ લગ્નને ગુના સાથે જોડયો હતા અને દાવો કર્યો હતો કે માતાપિતાની મંજૂરીને ફરજિયાત બનાવવાથી રાજ્યમાં ગુનાખોરીનો દર ઘટશે.

માતાપિતાની મંજૂરી વિના થયેલા લગ્ન રાજ્યમાં ગુનાખોરીના દરમાં ફાળો આપે છે. જો આવા લગ્ન માતા-પિતાની સંમતિથી થાય તો ગુનાખોરીનો દર 50 ટકા સુધી ઘટી શકે છે. દંપતીના પોતાના સિવાયના અન્ય જિલ્લાઓમાં કોર્ટ મેરેજની નોંધણી કરવાની વર્તમાન પ્રથા ઘણીવાર દસ્તાવેજોને છુપાવવા તરફ દોરી જાય છે, પરિણામે છોકરીને કમનસીબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે અથવા માતાપિતા આત્મહત્યા જેવા પગલાં તરફ પ્રેરાય છે. 

વિધાનસભામાં આ ચર્ચા દરમિયાન, કોંગ્રેસના ધારાસભ્ય ગેની ઠાકોરે આ મુદ્દાને ઉકેલવા માટે સમાન માગનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા છોકરાઓ અથવા લગ્ન માટે જીવનસાથી શોધી શકતા ન હોય તેવા છોકરાઓથી છોકરીઓને થતા સંભવિત નુકસાનથી બચાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ગેનીબહેન ઠાકોરે કહ્યું, “અમારો હેતુ પ્રેમ લગ્નનો વિરોધ કરવાનો નથી, પરંતુ તે સુનિશ્ચિત કરવાનો છે કે છોકરીઓને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા છોકરાઓ દ્વારા સંબંધોમાં લલચાવવામાં ન આવે, જે છોકરીઓને હેરાનગતિ અને વેદના તરફ દોરી જાય છે. અમે અધિનિયમમાં સુધારાની દરખાસ્ત કરીએ છીએ, જેમાં ફરજિયાત છે કે છોકરીના ગામમાં પરંપરાગત રીતે લગ્ન અને તે જ્યાં રહેતી હોય તે તાલુકામાં લગ્નની નોંધણી કરાવે. વધુમાં, તેની સલામતી અને સુખાકારીની ખાતરી કરવા સાક્ષીઓ તેના પોતાના ગામના હોવા જોઈએ.”