નાસ્તા ક્ષેત્રે અગ્રણી બાલાજી વેફર ઉત્તરપ્રદેશમાં  નમકીન પ્લાન્ટ સ્થાપશે

ગુજરાતમાં ક્યાંય પણ વેફર્સની વાત આવે તો સૌ કોઈને અચૂક ‘બાલાજી’નું નામ યાદ આવે. નમકીન ક્ષેત્રે અગ્રણી એવી બાલાજી ઉત્તરપ્રદેશનાં ઉનાવ નજીક સાંદિલામાં રૂ. 100 કરોડના ખર્ચે ઉત્પાદન એકમ શરૂ કરશે. અને જેમ જેમ બજારમાં માંગ વધશે તેમ વધુ રૂ. 400 કરોડનું રોકાણ કરશે. હાલમાં તે છેલ્લાં પાંચ વર્ષથી ઉત્તરપ્રદેશના માર્કેટમાં હતી  ગુજરાતનાં સૌથી  મોટા […]

Share:

ગુજરાતમાં ક્યાંય પણ વેફર્સની વાત આવે તો સૌ કોઈને અચૂક ‘બાલાજી’નું નામ યાદ આવે. નમકીન ક્ષેત્રે અગ્રણી એવી બાલાજી ઉત્તરપ્રદેશનાં ઉનાવ નજીક સાંદિલામાં રૂ. 100 કરોડના ખર્ચે ઉત્પાદન એકમ શરૂ કરશે. અને જેમ જેમ બજારમાં માંગ વધશે તેમ વધુ રૂ. 400 કરોડનું રોકાણ કરશે. હાલમાં તે છેલ્લાં પાંચ વર્ષથી ઉત્તરપ્રદેશના માર્કેટમાં હતી 

ગુજરાતનાં સૌથી  મોટા નમકીન ઉત્પાદક રાજકોટ સ્થિત બાલાજી વેફરનું વેચાણ રૂ. 5000 કરોડને આંબે છે. અને તેનાં ઉત્પાદનો 12 રાજ્યમાં વેચાય છે. કંપની વધુ ગ્રાહકો સુધી પહોંચવા નવા નવા ઉત્પાદનો બજારમાં મૂકી હતી છે જેમાં, તેને ચિક્કી અને ક્રિસ્પી ચોકલેટ બારનુ વેચાણ ચાલુ કર્યું છે. 

ગુજરાતમાં બીજે નંબરે ગોપાલ નમકીન આવે છે અને તેણે પણ નાગપુરમાં તેનું નવું એકમ સ્થાપ્યું છે. અહીંથી  તે મહારાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ભારતનાં બજારને આવરી લેશે. કંપની મોડાસામાં 40 હજાર તન ક્ષમતા ધરાવતું કોલ્ડસ્ટોરેજ સ્થાપિત કર્યું છે. રૂ 1350 કરોડનું વેચાણ ધારાવતી આ કંપનીનાં ઉત્પાદનો  હાલમાં તે 10 રાજ્યોમાં વેચાય છે. ગોપાલ કંપની પણ વિવિધિકારણ  હેઠળ હવે મસાલા બજારમાં ઉતરી છે. હાલમાં મસાલા બજાર રૂ. 30,000 હજાર કરોડનું અંકાય છે જે 2025 માં વધીને રૂ. 50,000 કરોડ પહોંચવાનું અનુમાન છે. 

અમદાવાડ સ્થિત ઈશા ફૂડ્સ જે બાબલું નમકીન ગ્રાન્ડ હેઠળ તેનાં ઉત્પાદનો વેચે છે તે પણ ટુંક સમયમાં બજારમાં નવા ઉત્પાદનો ઉમેરવા જઇ રહી છે. 25 વર્ષ જૂની આ કંપની હાલમાં ચાર રાજ્યમાં વેચાણ ધરાવે છે. ગયા વર્ષે તેનું વેચાણ પણ રૂ. 175 કરોડને આંબી ગયું હતું. કંપનીના ડિરેક્ટર અમીરાલી પંજવાણીએ જણાવ્યું કે, અમે 30 ટકાના વાર્ષિક દરે વેચાણમાં વધારો નોંધાવ્યો છે અને અમે મકાઈનાં પાપડ નજીકના ભવિષ્યમાં બજારમાં મૂકી રહ્યા છીએ. 

 અત્રે એ ઉલેખનીય છે કે, ભારતમાં સૂકા નાસ્તાનું બજાર ખૂબ મોટું છે અને તેમાં પણ ગુજરાતનાં નાસ્તા ઉત્પાદકો તેમાં મોટો હિસ્સો ધારવે છે, ગુજરાતમાં લગભગ 300 જેટલા મોટાપાયે નાસ્તા બનાવતી  કંપનીઓ છે અને તેઓ તેમનાં ઉત્પાદનમાં વિવિધિ કારણો દ્વારા વધુ હિસ્સો મેળવવા પ્રયત્નશીલ છે. 

વળી, નમકીન બનાવનારી કંપનીઓનું કુલ રૂ. 60 હજાર કરોડના પેકેજ્ડ ફૂડ માર્કેટમાં ગુજરાતનાં 300 જેટલા ઉત્પાદકોનો  20 ટકા જેટલો હિસ્સો છે. ગુજરાતમાં ઉત્પાદિત નાસ્તા લગભગ 30 જેટલા દેશોમાં નિકાસ થાય છે.