ગુજરાત સરકાર નિકાસને વેગ આપવા નીતિ જાહેર કરશે 

ગુજરાત રાજ્યમાંથી થતી નિકાસને પ્રોત્સાહન આપી તેમાં વિકાસ સાધવા માટે સરકારે નવી નીતિ  ઘડવાની કામગીરી  હાથ ધરી છે. આ નીતિમાં કેન્દ્ર સરકારે તાજેતરમાં બહાર પાડેલી વિદેશ વેપાર નીતિ (FTP) ને ધ્યાનમાં લઈને બનાવાશે તેમજ તેમાં કેટલીક બાબતો ઉમેરાશે. નવી નિકાસ નીતિ હેઠળ રાજ્યમાંથી જે વસ્તુઓની નિકાસ કરી શકાય તેમ હોય તેની યાદી તૈયાર કરી તેને […]

Share:

ગુજરાત રાજ્યમાંથી થતી નિકાસને પ્રોત્સાહન આપી તેમાં વિકાસ સાધવા માટે સરકારે નવી નીતિ  ઘડવાની કામગીરી  હાથ ધરી છે. આ નીતિમાં કેન્દ્ર સરકારે તાજેતરમાં બહાર પાડેલી વિદેશ વેપાર નીતિ (FTP) ને ધ્યાનમાં લઈને બનાવાશે તેમજ તેમાં કેટલીક બાબતો ઉમેરાશે. નવી નિકાસ નીતિ હેઠળ રાજ્યમાંથી જે વસ્તુઓની નિકાસ કરી શકાય તેમ હોય તેની યાદી તૈયાર કરી તેને પ્રોત્સાહન આપવાનો પણ સમાવેશ થાય છે. 

રાજ્ય કક્ષાએ નિકાસમાં વધારા માટે એક રાજ્ય કક્ષાની નિકાસ પ્રોત્સાહન  સત્તામંડળની રચના કરવાનું પણ ઠરાવ્યું છે. આ ઓથોરિટીની કામગીરીનું મૂલ્યાંકન રાજ્યના મુખ્ય સચિવનું પ્રતિનિધિત્વ ધરાવતી  ઉચ્ચ કક્ષાની કમિટી દ્વારા કરાશે. નવી નિકાસ નીતિને અનુલક્ષીને દરેક જીલ્લા  દીઠ એક એક્સપોર્ટ પ્રમોશન કમિટિનું ગઠન કરવાનું પણ નક્કી કરાયું છે. 

રાજ્યના ઉદ્યોગ વિભાગના રાજ્ય પ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, દરેક જિલ્લામાંથી કઈ ચીજો અને ઉત્પાદનોની  નિકાસમાં વધારો કરવા અંગેનો જે તે જિલ્લાઓનો પોતાનો એક એક્શન પ્લાન હશે. દરેક જિલ્લામાં નિકાસની શક્યતાઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા તેને માટે યોગ્ય પ્રોત્સાહન યોજના બનાવશે. 

તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારની આ નીતિ કેન્દ્ર સરકારની વેપાર પ્રોત્સાહન નીતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. રાજ્યમાં નિકાસને વેગ આપવા માટે કેન્દ્ર સક્રયર દ્વારા અપાતાં પ્રોત્સાહનો ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવશે. 

ગુજરાતમાંથી સૌથી વધુ નિકાસ થતાં ઉત્પાદનોમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, ઓર્ગેનિક અને અનઓર્ગેનિક કેમિકલ્સ હીરા અને આભૂષણો તેમજ એન્જિનિયરિંગને લગતા ઉત્પાદનનોની નિકાસ મોખરે છે. ડિસ્ટ્રિક્ટ અને એક્સપોર્ટ હબ પહેલના ભાગરૂપે ગુજરાતનાં 33 જિલ્લાઓમાંથી નિકાસ શક્યતા ધરાવતા  કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોની યાદી તૈયાર કરાઇ હોવાનું રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. 

વિદેશ વ્યાપાર નીતિના ચેપ્ટર-3 માં એમ કહેવામાં આવ્યું હતું કે આ વિકેન્દ્રીકરણના પ્રયાસો થકી જીલ્લા સ્તરેથી નિકાસ વધી શકશે અને આત્મ નિર્ભરતા વધવાની સાથોસાથ નાના ક્ષેત્રોને વૈશ્વિક સ્તરે કામની તક મળશે અને તેના આધારે જીલ્લા કક્ષાએ નિકાસ કેન્દ્ર  બની શકશે. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે વિદેશ વ્યાપાર નીતિમાં દેશના વિવિધ રાજયોનાં જીલ્લા માટે અલગ અલગ એકશન પ્લાન તૈયાર કરવાનું સૂચવવામાં આવ્યું હતું. આ ઉપરાંત તમામ રાજયો તથાકેન્દ્રશાસિત પ્રદેશોને રાજય સ્તરીય એકસપર્ટ પ્રમોશન કમીટી રચવા તથા જીલ્લા કમિટીઓ પર ઓનલાઈન મોનિટરિંગ રાખવા કહેવામાં આવ્યુ હતું. જેને  અનુલક્ષીને ગુજરાત સરકારે કામગીરી હાથ ધરી છે.