Gujarat HC: PM મોદીની ડિગ્રી મામલે કેજરીવાલની રિવ્યુ અરજી ફગાવાઈ

Gujarat HC: વડાપ્રધાન મોદીની ડિગ્રીને લગતા કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટ (Gujarat HC) તરફથી કોઈ રાહત નથી મળી. ગુરુવારે, 9 નવેમ્બરના રોજ અદાલતે કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી. 30 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટે આ કેસની દલીલો પૂર્ણ થયા બાદ પોતાનો ચુકાદો આપવાનો બાકી હતો જે જાહેર કરવામાં આવ્યો છે. Gujarat HCના આદેશ માટે પુનઃવિચારની […]

Share:

Gujarat HC: વડાપ્રધાન મોદીની ડિગ્રીને લગતા કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટ (Gujarat HC) તરફથી કોઈ રાહત નથી મળી. ગુરુવારે, 9 નવેમ્બરના રોજ અદાલતે કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી. 30 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટે આ કેસની દલીલો પૂર્ણ થયા બાદ પોતાનો ચુકાદો આપવાનો બાકી હતો જે જાહેર કરવામાં આવ્યો છે.

Gujarat HCના આદેશ માટે પુનઃવિચારની અરજી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત હાઈકોર્ટના 31 માર્ચના રોજ આપવામાં આવેલા આદેશ પર પુનઃવિચાર કરવા માટે અરજી કરી હતી, જેમાં કોર્ટે ચીફ ઇન્ફૉર્મૅશન કમિશનના એક આદેશને રદ કરી દીધો હતો.  

ગુજરાત હાઈકોર્ટે (Gujarat HC) કેન્દ્રીય માહિતી આયોગ(સીઆઈસી)ના એ આદેશને દરકિનાર કર્યો હતો, જેમાં આયોગે ગુજરાત યુનિવર્સિટીને વડા પ્રધાન મોદીની એમએની ડિગ્રી વિશે માહિતી આપવાનો આદેશ કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે માર્ચ મહિનામાં સીઆઈસીના આદેશ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટીની અપીલ સ્વીકારી હતી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો હતો.

વધુ વાંચો: Jammu Kashmirના શોપિયાંમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ, TRFનો આતંકવાદી ઠાર

શું છે સમગ્ર વિવાદ?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગત 1 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈ સવાલ ઉઠાવ્યા હતા. કેજરીવાલે એ સમયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરની પોસ્ટમાં લખ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મુદ્દે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયથી તેમના શૈક્ષણિક લાયકાતના દાવા પર વધુ શંકા પેદા થઈ છે. જો મોદી શિક્ષિત હોત તો તેમણે નોટબંધી જેવાં પગલાં ન ભર્યાં હોત.”

વધુમાં લખ્યું હતું કે, “દેશના વડાપ્રધાન શિક્ષિત હોવા જરૂરી છે. વડાપ્રધાન વારંવાર એવાં નિવેદનો આપે છે તેનાથી શંકા પેદા થાય છે કે શું આપણા દેશના વડાપ્રધાન શિક્ષિત છે?”

કેજરીવાલનું આ નિવેદન ગુજરાત હાઈકોર્ટે (Gujarat HC) કેન્દ્રીય માહિતી આયોગનાં 7 વર્ષ જૂના આદેશને રદ કર્યા પછી આવ્યું હતું, જેમાં ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન મોદીની ડિગ્રી સંબંધિત માહિતી આપવા માટે કહેવામાં આવ્યું હતું. 

વધુ વાંચો: Delhi Pollutionને કારણે સરકારે 9થી 18 નવેમ્બર સુધી શાળાઓમાં શિયાળુ વેકેશનની જાહેરાત કરી

આ ઘટના બાદ ભાજપે કેજરીવાલના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી તેમનું માનસિક સંતુલન ગુમાવવાની અણી પર છે અથવા તેઓ તપાસ એજન્સીઓ દ્વારા તેમની સરકારના ભ્રષ્ટાચારની તપાસમાંથી બચવા માટે મેદાન તૈયાર કરી રહ્યા છે.

25,000 રૂપિયાનો દંડ યથાવત

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી રિવ્યુ પિટિશન દાખલ કરી હતી જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. અરવિંદ કેજરીવાલને નવો દંડ નથી કરવામાં આવ્યો પરંતુ 25 હજારનો દંડ યથાવત રહેશે. 

ગુજરાત હાઈકોર્ટે 31 માર્ચના ઓર્ડરને બરકરાર રાખતા કેજરીવાલની રિવ્યુ પિટિશનને ફગાવી દીધી હતી અને જસ્ટિસ બીરેન વૈષ્ણવે પુનર્વિચાર અરજી ફગાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. 

Tags :