ગુજરાત હાઈકોર્ટે માંસના દુકાન ધારકોની અરજી ફગાવી 

ગુજરાત હાઈકોર્ટે બિનસ્વાસ્થ્યપ્રદ અને અસ્વચ્છ માંસ અને ચિકન વેચનારાની અરજી નકારી હતી. રાજ્યમાં અસ્વચ્છ માંસ વેચતા વેપારીઓની દુકાન બંધ કરી દેવામાં આવી  તેનાં અનુસંધાનમાં આ દુકાન માલિકોએ ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરી હતી. આ અરજીની સુનવણીમાં કોર્ટે જણાવ્યું કે, આજીવિકા રળવાના હક ખોરાક મેળવવાના હક  સાથોસાથ સ્વચ્છતા સાથેનો ખોરાક પણ બંધારણની જોગવાઈમાં સુસંગત છે.  ગુજરાત […]

Share:

ગુજરાત હાઈકોર્ટે બિનસ્વાસ્થ્યપ્રદ અને અસ્વચ્છ માંસ અને ચિકન વેચનારાની અરજી નકારી હતી. રાજ્યમાં અસ્વચ્છ માંસ વેચતા વેપારીઓની દુકાન બંધ કરી દેવામાં આવી  તેનાં અનુસંધાનમાં આ દુકાન માલિકોએ ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરી હતી.

આ અરજીની સુનવણીમાં કોર્ટે જણાવ્યું કે, આજીવિકા રળવાના હક ખોરાક મેળવવાના હક  સાથોસાથ સ્વચ્છતા સાથેનો ખોરાક પણ બંધારણની જોગવાઈમાં સુસંગત છે. 

ગુજરાત હાઇકોર્ટે માંસ અને ચિકનની દુકાનો બંધ  કારાયેલી તે અંગેની અરજીને નકારતાં એમ પણ જણાવ્યું કે,   જ્યાં સુધી તેઓ ખોરાક સુરક્ષા ધોરણોનું સંપૂર્ણપણે પાલન ના કરે તેમજ તે વેચવા જરૂરી લાયસન્સ ના લે ત્યાં સુધી તેને પુન: ખોલવા દેવા નહીં. જજ એન વી અંજારિયા અને નિરલ મહેતાની બનેલી ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. 

 ગુજરાતમાં ગેરકાયદેસર કતલખાના અને દુકાનદારોની જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે. દુકાનદારોને હાઇકોર્ટ તરફથી કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવી નથી. જો કતલખાના અને દુકાનો ખોલવી હશે તો જે તે વિભાગ પાસેથી જરૂરી  લાઇસન્સ મેળવવું પડશે અને તમામ નિયમોનું પાલન કરવું પડશે.

તેમણે  જણાવ્યું  કે, જો દુકાન કાયદાનું પાલન કરે અને આવશ્યક તમામ પરવાના ધરાવતી હોય તો સત્તાવાળાઓએ તેમની દુકાનને ફરી ખોલવાની અરજી પર ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ તેમજ તેમને  દુકાન ખોલવાની મંજૂરી આપવી જોઈએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય કાનૂની સવા સત્તામંડળ દ્વારા તેનાં સર્વેમાં જાણવા મળ્યું કે આવી દુકાનો જરૂરી લાયસન્સ વિના અને કાયદાઓનું પાલન કર્યા વગર ખૂલી ગઈ છે અને તેમના દ્વારા દર્શાવેલા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેઓ બિનઆરોગ્યપ્રદ માંસ વેચી રહ્યા છે. ત્યારબાદ જાન્યુઆરીમાં આ દુકાનો બંધ કરાવી દેવામાં આવી હતી. 

દુકાનધારકોએ ગુજરાત હાઇકોર્ટને એક અરજી કરી હતી જેમાં તેઓ હવે ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરશે અને વળી, રમજાન મહિનો પણ ચાલી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને તેમની દુકાનો ખોલવા મંજૂરી આપવા જણાવ્યું હતું. જેને સાંભળીને હાઇકોર્ટે તેઓની દુકાન પુન; ખોલવાની અરજી ફગાવી દીધી હતી અને તેઓ જ્યારે  કાયદાના ધોરણોનું પાલન કરતા નથી ત્યારે  ખાદ્ય સુરક્ષા અથવા પ્રદૂષણના ધોરણોમાં બાંધછોડ કરવાની કોઈપણ બાબતને વાજબી ઠેરવી અને મંજૂરી આપી શકાય નહીં. 

હાઇકોર્ટમાં ચાલી રહેળી સુનવણીમાં રાજ્ય સરકારે રાજ્યમાં પરવાનો ધરાવતા 2147 મીટની દુકાન અને પ્રોસેસિંગ યુનિટ હોવાની માહિતી આપી હતી.