રાહુલ ગાંધીની અરજી પર આગામી સુનાવણી 2મે એ યોજાશે

માનહાનીના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ કેસની આગામી સુનાવણી તારીખ 2મે ના રોજ યોજાશે.  ‘મોદી’ અટક બાબતે માનહાનીના કેસમાં રાહુલ ગાંધીના વકીલ અભિષેક સિંઘવીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, જે ગુના માટે તેમને બે વર્ષની સજા કારાઈ છે તે ગુનો ગંભીર નથી અને તેમાં કોઈ નૈતિક હાનિ […]

Share:

માનહાનીના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ કેસની આગામી સુનાવણી તારીખ 2મે ના રોજ યોજાશે. 

‘મોદી’ અટક બાબતે માનહાનીના કેસમાં રાહુલ ગાંધીના વકીલ અભિષેક સિંઘવીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, જે ગુના માટે તેમને બે વર્ષની સજા કારાઈ છે તે ગુનો ગંભીર નથી અને તેમાં કોઈ નૈતિક હાનિ થઈ નથી. અભિષેક સિંઘવીએ કહ્યું કે, ભલે રાહુલ ગાંધી તેમની અપીલ સામે જીતી જાય તો  પણ વાયનાડ ચુનાવી ક્ષેત્રના ઉપચુનાવનું પરિણામ જેનું પ્રતિનિધિત્વ તેમને અયોગ્ય ઠરાવ્યા તે પહેલા કર્યું હતું તેને ઉલટાવી ન શકાય. 

રાહુલ ગાંધીએ તેમની અરજીમાં તેમને થયેલી સજા રોકવાની પણ માંગણી કરી છે. રાહુલ ગાંધીના વકીલે તેમને પ્રથમવાર મોકલવામાં આવેલા સમન્સ અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કોર્ટને જણાવ્યું કે, વોટ્સએપ ક્લિપના આધારે તમે કેવી રીતે સમન્સ મોકલી શકો?  વોટ્સએપમાં હજારો મેસેજ આવતા હોય છે. મેજિસ્ટ્રેટ સમક્ષ કોઈ પેનડ્રાઇવ કે ન્યૂઝ પેપર પણ રજૂ કરાયું ન હતું. છતાં, સમન્સ મોકલવામાં આવ્યું. 

રાહુલ ગાંધીના વકીલે એ વાત પર ભાર મૂક્યો કે, સુરતની સેશન્સ કોર્ટે આ મામલે ફક્ત 10 મિનિટની સુનાવણી કરીને 2 વર્ષની સજા કરી છે. આવી સજા હત્યા, અપહરણ જેવા ગુનામાં કરવામાં આવતી હોય છે. 

રાહુલ ગાંધી સામે મોદી અટકને લઈને થયેલા માનહાનિ કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15000નો દંડ ફટકાર્યો છે. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પણ રદ્દ થઈ છે. 

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા તેમણે દેશના કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી હતી. એ સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યા હતા તેમાં નીરવ મોદી અને લલિત મોદીના નામ સામેલ હતા. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, આ તમામ કૌભાંડીઓ અને ચોરોના નામ પાછળની અટક ‘મોદી’ જ કેમ હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં ‘મોદી’ અટક ધરાવતા સમાજમાં રોષ વ્યાપ્યો હતો.

તારીખ 13 એપ્રિલ 2019એ રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યા પછી 15 અપ્રિલે પૂર્ણેશ મોદીએ  સુરતની નીચલી કોર્ટમાં રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી હતી અને 7 જૂન 2019ના રોજ કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું હતું. કોર્ટમાં પહેલી વાર રાહુલ ગાંધી 16 જુલાઈ 2019ના રોજ હાજર થયા હતા અને 23 માર્ચ 2023ના રોજ આ કેસનો ચુકાદો આવ્યો હતો.