Gujarat Heart Attack case: આરોગ્ય મંત્રીએ કોવિડ થયો હોય તેમને આપી મહત્વની સલાહ

Gujarat Heart Attack case: સમગ્ર વિશ્વમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હાર્ટ એટેકના કેસ (Gujarat Heart Attack caseમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને હાર્ટ એટેકના કારણે થતાં મૃત્યુના આંકડા પણ ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandaviya)એ ભાવનગરની મુલાકાત દરમિયાન હાર્ટ એટેકના દર્દીઓ […]

Share:

Gujarat Heart Attack case: સમગ્ર વિશ્વમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હાર્ટ એટેકના કેસ (Gujarat Heart Attack caseમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને હાર્ટ એટેકના કારણે થતાં મૃત્યુના આંકડા પણ ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandaviya)એ ભાવનગરની મુલાકાત દરમિયાન હાર્ટ એટેકના દર્દીઓ માટે મહત્વની સલાહ આપી છે. 

કોરોના બાદ નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં આંકડાકીય રીતે જોઈએ તો દરરોજ સરેરાશ 1થી 3 લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. 

વધુ વાંચો: ગુજરાતમાં નવરાત્રી દરમિયાન હાર્ટ એટેક મામલે આરોગ્ય મંત્રીએ ટોચના હાર્ટ સ્પેશિયાલિસ્ટ સાથે બેઠક યોજી

Gujarat Heart Attack caseનો ચિંતાજનક રેટ

રાજ્યમાં ગરબા રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાથી સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં હાર્ટ એટેકના વધતા કેસ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandaviya)એ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જેમને કોવિડની ગંભીર અસર થઈ હતી તેમણે સખત મહેનતથી દૂર રહેવું જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે, આવા લોકોએ સખત મહેનત અને કસરતથી પણ એક ચોક્કસ સમય સુધી એટલે કે 1 કે 2 વર્ષ માટે દૂર રહેવું જોઈએ જેથી હાર્ટ એટેકથી બચી શકાય.  

વધુ વાંચો:  ગરબા રમતી વખતે વધતા હાર્ટ એટેકના કેસોનું વિશ્લેષણ જરૂરી- આનંદીબહેન પટેલ

ICMR દ્વારા અભ્યાસ

ભાવનગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ICMR દ્વારા તાજેતરમાં એક ડિટેલ્સ સ્ટડી કરવામાં આવ્યો છે. એ ડિટેલ્સ સ્ટડી પ્રમાણે જેમને સિવિયર કોવિડ થયો હોય અને તે વાતને લાંબો સમય ન થયો હોય તો આવી સ્થિતિમાં તેમણે વધુ પડતો પરિશ્રમ ન કરવો જોઈએ. સખત મહેનત ન કરવી જોઈએ, દોડવું ન જોઈએ અને કઠોર કસરતો પણ ન કરવી જોઈએ. ચોક્કસ સમય માટે આ તમામ કામોથી દૂર રહેવું જોઈએ. 

કેબિનેટ મંત્રીની ભાવનગર મુલાકાત

કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયાએ રવિવારે ભાવનગરની મુલાકાત દરમિયાન કાર્યકરો સાથે મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો. ઘોઘા સર્કલ પાસે બોર્ડમાં તેમણે કાર્યકરો સાથે વડાપ્રધાનનો કાર્યક્રમ માણ્યો હતો. ત્યાર બાદ તેમણે ગુજરાતમાં હાર્ટ એટેકના કેસ (Gujarat Heart Attack case)માં જોવા મળી રહેલા ચિંતાજનક વધારાને અનુલક્ષીને મહત્વનું નિવેદન આપ્યું હતું. 

મન કી બાત કાર્યક્રમના પ્રસારણમાં સ્થાનિક નેતાઓ ધારાસભ્યે પણ હાજરી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરત બારડ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુ રાબડીયા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.