ગુજરાત મેડિકલ કાઉન્સિલે NMCને પત્ર લખી ફિલિપાઈન્સના મેડિકલ વિદ્યાર્થી અંગે સ્પષ્ટતા માગી

ગુજરાત મેડિકલ કાઉન્સિલે NMC (નેશનલ મેડિકલ કમિશન)ને પત્ર લખીને ફિલિપાઇન્સમાંથી એમબીબીએસ કરેલા મેડિકલ વિદ્યાર્થીઓની અંગે સ્પષ્ટતા માંગી છે. એક અનુમાન મુજબ, 20થી 25 હજાર મેડિકલ સ્ટૂડન્ટ્સ દર વર્ષે વિદેશ મેડિકલનું ભણવા જાય છે. ભારતમાં મેડિકલના અભ્યાસ માટે NEET એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરવી જરૂરી છે. ભારતમાં દર વર્ષે લગભગ 7થી 8 લાખ વિદ્યાર્થીઓ NEET ક્વોલિફાય કરે […]

Share:

ગુજરાત મેડિકલ કાઉન્સિલે NMC (નેશનલ મેડિકલ કમિશન)ને પત્ર લખીને ફિલિપાઇન્સમાંથી એમબીબીએસ કરેલા મેડિકલ વિદ્યાર્થીઓની અંગે સ્પષ્ટતા માંગી છે. એક અનુમાન મુજબ, 20થી 25 હજાર મેડિકલ સ્ટૂડન્ટ્સ દર વર્ષે વિદેશ મેડિકલનું ભણવા જાય છે. ભારતમાં મેડિકલના અભ્યાસ માટે NEET એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરવી જરૂરી છે. ભારતમાં દર વર્ષે લગભગ 7થી 8 લાખ વિદ્યાર્થીઓ NEET ક્વોલિફાય કરે છે. જેમાંથી અડધાથી વધુ બેઠકો સરકારી મેડિકલ કૉલેજોમાં છે જ્યાં ભણવાનું સસ્તું છે, પરંતુ અહીં એડમિશન ત્યારે જ મળે છે કે NEETમાં સારો સ્કોર કર્યો હોય અને પ્રાઈવેટ કૉલેજમાં સરકારી કોટાવાળી સીટો પર એડમિશન મળે છે પરંતુ NEETમાં ઊંચો સ્કોર મેળવવો પડે છે. જો સ્કોર ઓછો હોય તો પ્રાઈવેટ કૉલેજમાં સરકારી કોટા સીટમાં એડમિશન મળી શકતું નથી અને મેનેજમેન્ટ કોટાથી એડમિશનની ફી ઘણી વધારે હોય છે. આ કારણથી ઘણા બધા વિદ્યાર્થી ભારતના બદલામાં વિદેશથી ડિગ્રી પ્રાપ્ત કરવાનું નક્કી કરે  છે. ચીન, ફિલિપિન્સ તથા રશિયા વગેરે જેવા દેશમાં ગુજરાત અને દેશનાં વિવિધ રાજ્યોમાંથી વિદેશમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વધુ જાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં નેશનલ મેડિકલ કમિશન એ ફિલિપાઇન્સથી એમબીબીએસ પૂર્ણ કરીને ભારત ફરેલા વિદ્યાર્થીઓના જૂન – ૨૦૨૨ બેચના કાયમી નોંધણી નંબરો જારી કર્યા હતા. જો કે, ડિસેમ્બર – ૨૦૨૨ બેચના વિદ્યાર્થીઓ કે જેઓ સમાન દેશ અને સમાન કોલેજોમાં અભ્યાસ કરે છે તેમને હજુ સુધી કાયમી નોંધણી નંબર જારી કરવામાં આવ્યા નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓએ ૧૮ નવેમ્બર ૨૦૨૧, પહેલા ફિલિપાઇન્સમાંથી એમબીબીએસ પૂર્ણ કર્યું છે તેઓ જયારે ભારત પરત ફરશે ત્યારે તેમને એક વર્ષની ઇન્ટર્નશિપ કરવાની જરુર નથી. જો કે, આ નિયમ ૨૦૨૨માં ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓને લાગુ પડતો નથી. વિદ્યાર્થીઓએ ગુજરાત મેડિકલ કાઉન્સિલને ઘણી ફરિયાદો કરી છે કે તેમને કાયમી નોંધણી નંબર આપવામાં આવ્યા નથી અને તેના કારણે તેઓ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પોતાને રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી. 

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે નિયમમાં અસમાનતા છે જેનું તાત્કાલિક નિરાકરણ કરવું જોઈએ. ગુજરાત મેડિકલ કાઉન્સિલે સૂત્રોએ જણાવ્યું હતું કે અસમાનતા નેશનલ મેડિકલ કમિશન નિયમોમાં છે જેના માટે તેઓ એ સ્પષ્ટતા માંગી છે અને નેશનલ મેડિકલ કમિશન તરફથી પ્રતિસાદ મળ્યા પછીજ તેઓ કાયમી નોંધણી નંબરો જારી કરી શકશે. આ બધી સામંજસને કારણે વિદ્યાર્થીઓ ખુબજ મુશ્કેલીમાં મુકાયા છે.